જો તમે ઘરમાં 100 વાંદા રાખશો તો કંપની આપશે દોઢ લાખ રૂપિયા

જો તમે ઘરમાં 100 વાંદા રાખશો તો કંપની આપશે દોઢ લાખ રૂપિયા

06/17/2022 World

SidhiKhabar

SidhiKhabar

જો તમે ઘરમાં 100 વાંદા રાખશો તો કંપની આપશે દોઢ લાખ રૂપિયા

મચ્છર, ગરોળી, વાંદાઓ, કરોળિયો અને માંકડથી લોકો તો બચીને જ રહેવા માંગે છે. તેઓ એમને ભગાડવા માટે વિવિધ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. રસોડું તો ભાઈ... એવી જગ્યા છે જ્યાં વાંદાઓનો (Wanda) ત્રાસ રહેતો જ હોય છે. એવામાં અમેરિકાની (America) એક કંપનીની વાંદાઓને લગતી એક અનોખી ઓફર સોશિયલ મીડિયામાં (Social media) ચર્ચાનો વિષય બની ગઈ છે. આમ જોવા જઈએ તો 'વાંદાઓને પાળવા' માટે લોકોને દોઢ લાખ રૂપિયા આપવા તૈયાર થઇ છે.


એક અહેવાલ મુજબ અમેરિકામાં નોર્થ કેરોલિના (North Carolina) સ્થિત 'પેસ્ટ કંટ્રોલ કંપની' (Pest control company) તેની નવી પેસ્ટ કંટ્રોલ દવા પર સંશોધન કરી રહી છે. તેમના આ સંશોધન માટે તેમણે વાંદાવાળા ઘરની જરૂર છે.  જેથી કરીને તે એના પર પોતાની આ ખાસ દવાનો ટેસ્ટ કરી શકે. એના કારણે આ કંપની 5-7 એવા ઘરોની તલાશ કરી રહી છે કે જેમાં તે ઓછામાં ઓછા 100 વાંદાઓ છોડી શકે. જો તે કંપનીને આવું ઘર મળે તો તે ઘરના માલિકને 2000 ડોલર (ભારતમાં દોઢ લાખ રૂપિયાથી પણ વધારે) ની રકમ આપશે.


કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યારે તે 100 વાંદા ઘરમાં છોડશે ત્યારથી લઇને 30 દિવસ સુધી તે ઘરના માલિક કોઈપણ પ્રકારની પેસ્ટ કંટ્રોલ ટેક્નિકનો ઉપયોગ કરશે નહીં. કંપની તેની રીતે તે વાંદાઓને દૂર કરશે. જો 'પેસ્ટ ઇન્ફોર્મર' કંપનીના પૂરા મહિનાના સંશોધન પછી પણ તે ઘરમાં વાંદાઓ બચશે તો કંપની તેને ભગાડવા માટે પરંપરાગત ઉપાયોનો ઉપયોગ કરશે.


સાથે જ એમણે દાવો કર્યો કે આ પ્રયોગ કુટુંબ અને તેના ઘરેલુ પ્રાણી માટે પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ સ્કીમ માટે તે ઘરના માલિકની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top