આ સ્કીમ હેઠળ ખાતું ખોલાવો અને તમારી પત્નીને દર મહિને મળશે 44 હજાર રૂપિયા

આ સ્કીમ હેઠળ ખાતું ખોલાવો અને તમારી પત્નીને દર મહિને મળશે 44 હજાર રૂપિયા

12/27/2021 Business

SidhiKhabar

SidhiKhabar

આ સ્કીમ હેઠળ ખાતું ખોલાવો અને તમારી પત્નીને દર મહિને મળશે 44 હજાર રૂપિયા

જો તમારી પત્ની ગૃહિણી હોય અને તમે ઈચ્છો છો કે તે ભવિષ્યમાં આર્થિક રીતે આત્મનિર્ભર બને, તો કેન્દ્ર સરકારની સ્કીમ તમને મદદ કરી શકે છે. આ સ્કીમ દ્વારા તમારી પત્ની દર મહિને લગભગ 44,793 રૂપિયા કમાઈ શકે છે.આ યોજનાનું નામ NPS છે. આ એક પ્રકારનો પેન્શન પ્લાન છે, એટલે કે 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને નિયમિત આવક મળતી રહેશે.


રોકાણ કરવું પણ ખૂબ જ સરળ

દર મહિને અથવા વાર્ષિક ધોરણે આ સ્કીમમાં પૈસા જમા કરાવી શકાય છે. ખાસ વાત એ છે કે આમાં માત્ર 1,000 રૂપિયાથી પણ તમે તમારી પત્નીના નામ પર NPS એકાઉન્ટ ખોલાવી શકો છો. NPS ખાતું 60 વર્ષની ઉંમરે પરિપક્વ થાય છે. નવા નિયમો હેઠળ જો તમે ઇચ્છો તો તમે પત્નીની ઉંમર 65 વર્ષની થાય ત્યાં સુધી NPS એકાઉન્ટ ચલાવી શકો છો.


જાણો કઈ રીતે તમને 45 હજાર રૂપિયા સુધીનું પેન્શન મળશે

જાણો કઈ રીતે તમને 45 હજાર રૂપિયા સુધીનું પેન્શન મળશે

પત્નીની ઉંમર 30 વર્ષની હોય અને NPS ખાતામાં દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરો તો વાર્ષિક રોકાણ પર 10 ટકાના દરે 60 વર્ષની ઉંમરે તેના ખાતામાં કુલ 1.12 કરોડ રૂપિયા હશે. જેમાંથી તેમને લગભગ 45 લાખ રૂપિયા મળશે. આ સિવાય તેમને દર મહિને લગભગ 45,000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે. સૌથી મહત્વની વાત એ છે કે તેમને આજીવન આ પેન્શન મળતું રહેશે.


જાણો તમને કેટલું વળતર મળે છે

આ સ્કીમમાં રોકાણ કર્યા પછી વળતરની ખાતરીપૂર્વકની ટકાવારી નિશ્ચિત નથી, પરંતુ જો અત્યાર સુધીના રેકોર્ડ પર નજર કરીએ તો રોકાણકારોને લગભગ 10 થી 11 ટકા જેટલું વળતર મળી શકે છે.


યોજનામાં કોણ રોકાણ કરી શકે છે?

આ યોજનામાં 18-65 વર્ષનો કોઈપણ ભારતીય નાગરિક ખાતું ખોલાવી શકે છે. વ્યક્તિ ફક્ત એક જ NPS ખાતું ખોલાવી શકે છે. જોઈન્ટ અકાઉન્ટનો વિકલ્પ અપાતો નથી. 


NPS ખાતું ખોલવાની બે રીત છે

NPS ખાતું ખોલવાની બે રીત છે

- POP-SP (point of presence service provider)ની મુલાકાત લઈને જે બેંકની શાખા, પોસ્ટ ઑફિસ હોઈ શકે છે.

- PAN અને બેંક વિગતોનો ઉપયોગ કરીને eNPS વેબસાઇટ દ્વારા ઑનલાઇન. જો તમારી પાસે NSDL (નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ) ખાતે નોંધાયેલા 17માંથી કોઈ એકમાં બેંક ખાતું હોય, તો તમે સરળતાથી NPS ખાતું ઑનલાઇન ખોલી શકો છો.


ખાતું બે પ્રકારે ખોલી શકાય છે

- તમે આ યોજના હેઠળ બે પ્રકારના ખાતા ખોલી શકો છો.
આમાં પહેલો  વિકલ્પ Tier -1  છે
- Tier -1 ખાતામાં જે પણ પૈસા જમા થશે તે સમય પહેલા ઉપાડી શકાશે નહીં. જ્યારે તમે સ્કીમમાંથી બહાર હોવ ત્યારે જ તમે પૈસા ઉપાડી શકો છો.

બીજો વિકલ્પ Tier-2
- Tier -2 ખાતું ખોલવા માટે, તમારે Tier-1 એકાઉન્ટ ધારક હોવું આવશ્યક છે. તમે તમારી ઈચ્છા મુજબ પૈસા જમા કે ઉપાડી શકો છો. દરેક વ્યક્તિ માટે આ ખાતું ખોલાવવું ફરજિયાત નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top