આઈપીએલના ચાહકો માટે આવ્યા અગત્યના સમાચાર : સ્ટેડિયમમાં પ્રેક્ષકોને પ્રવેશ અપાશે

આઈપીએલના ચાહકો માટે આવ્યા અગત્યના સમાચાર : સ્ટેડિયમમાં પ્રેક્ષકોને પ્રવેશ અપાશે

09/15/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

આઈપીએલના ચાહકો માટે આવ્યા અગત્યના સમાચાર : સ્ટેડિયમમાં પ્રેક્ષકોને પ્રવેશ અપાશે

સ્પોર્ટ્સ ડેસ્ક: માર્ચ-એપ્રિલમાં મોટા ઉપાડે શરૂ થયલી આઈપીએલને કોરોનાની બીજી લહેર નડી ગઈ હતી અને તેના કારણે લીગ રદ કરવી પડી હતી. જોકે, હવે આગામી ૧૯ તારીખથી આઈપીએલ ફરીથી શરૂ થવા જઈ રહી છે. પરંતુ ચાહકો માટે ખુશીના સમાચાર એ છે કે તેઓ સ્ટેડિયમમાં જઇને મેચ માણી શકશે. જોકે, આ તમામ મેચ દુબઈમાં રમાવા જઈ રહી છે.

આઈપીએલના અધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી જણાવવામાં આવ્યું છે કે, આઈપીએલ હવે ફરીથી સ્ટેડિયમમાં દર્શકોનું સ્વાગત કરવા માટે તૈયાર છે.


UAE ના ત્રણ સ્ટેડિયમોમાં રમાશે બાકીની મેચ

UAE ના ત્રણ સ્ટેડિયમોમાં રમાશે બાકીની મેચ

બાયો-બબલમાં કોરોનાના કેસ વધવાના કારણે આઈપીએલ-૧૪ સ્થગિત કરી દેવામાં આવી હતી. ૪ મેના રોજ લીગ રદ કરી દેવામાં આવી ત્યારે કુલ ૨૯ મેચ થઇ હતી. હવે ટૂર્નામેન્ટની બાકી વધેલી મેચ UAE ના ત્રણ સ્ટેડિયમોમાં રમાશે. આ મેચો દર્શકોની હાજરીમાં રમાશે.

બીજા તબક્કાની શરૂઆત રવિવારે દુબઈમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચથી થશે. આઈપીએલ દ્વારા બુધવારે એક પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે, આ મેચ એક મહત્વની બની રહેશે કારણ કે આઈપીએલ કોવિડ-૧૯ ના કારણે એક સંક્ષિપ્ત અંતરાલ બાદ પ્રશંસકોનું સ્ટેડિયમમાં સ્વાગત કરશે.


૧૫મીએ ફાઈનલ

આઈપીએલની તમામ મેચ દુબાઈ, શારજાહ અને અબુ ધાબીમાં રમાશે. ૧૫ ઓક્ટોબરના રોજ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ રમાશે. કોરોના પ્રોટોકોલ અને યુએઈ સરકારના નિયમોને આધીન રહીને સીમિત સંખ્યામાં દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. આ માટે ૧૬ સપ્ટેમ્બરથી આઈપીએલની અધિકારીક સાઈટ પરથી ટિકિટ ખરીદી શકાશે.

૨૦૧૯ ની આઈપીએલ બાદ સૌપ્રથમ વખત લીગ દર્શકોની હાજરી વચ્ચે રમાશે. ગત વર્ષે યુએઈમાં દર્શકો વગર રમાઈ હતી જ્યારે ૨૦૨૧ ની આઈપીએલનો પ્રથમ તબક્કો પણ બાયો-બબલમાં રમાયો હતો. લિગ આયોજકોએ દર્શકોની સાચી સંખ્યા જણાવી નથી પરંતુ મીડિયાના સૂત્રો અનુસાર, સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા ૫૦ ટકા હશે.


ખેલાડીઓ માટે કડક નિયમો

ખેલાડીઓ માટે કડક નિયમો

આઈપીએલમાં ખેલાડીઓ માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સિરીઝમાંથી આવનાર ખેલાડીઓ પોતાની ટીમના બબલમાં સામેલ થવા પેહલા બે દિવસ આઇસોલેશનમાં રહેશે. બીજી તરફ, યુકેથી યુએઈ આવેલ ખેલાડીઓએ ટીમ બબલમાં સામેલ થવા પહેલા છ દિવસ માટે આઈસોલેશનમાં રહેવું પડશે.

પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો હાલ દિલ્હી કેપિટલ્સ ટોપ પર છે. દિલ્હીએ હમણાં સુધી આઠમાંથી છ મેચ જીતી છે. બીજા પર ચેન્નાઈ અને ત્રીજા પર બેંગ્લોરની ટીમ છે. ૧૯ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર સુધી આ લિગ રમાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top