શરમજનક ઘટના! : આંદોલનકારી વિદ્યાર્થીઓની સામે, મહિલા શિક્ષકે તેના ઘૂંટણ પર પડી માફી માગી!

શરમજનક ઘટના! : આંદોલનકારી વિદ્યાર્થીઓની સામે, મહિલા શિક્ષકે તેના ઘૂંટણ પર પડી માફી માગી!

10/16/2021 National

SidhiKhabar

SidhiKhabar

શરમજનક ઘટના! : આંદોલનકારી વિદ્યાર્થીઓની સામે, મહિલા શિક્ષકે તેના ઘૂંટણ પર પડી માફી માગી!

જીવનમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ ખાસ હોય છે. આપણા શિક્ષકો આપણને શૈક્ષણિક રીતે તો વધુ સારા બનાવે છે, સાથે સાથે આપણું જ્ઞાન, આત્મવિશ્વાસનું સ્તર વધારીને આપણને નૈતિક રીતે યોગ્ય નાગરિક બનાવે છે. જીવનમાં ઉમદા કાર્ય કરવા માટે અને દરેક અશક્ય કાર્યને શક્ય બનાવવા માટે પ્રેરણા આપે છે. પરંતુ તાજેતરમાં એક ઘટના એવી બની કે જેને બધાને ચોંકાવી દીધા. વિધ્યાર્થીઓનો આત્મવિશ્વાસ એટલો બધો વધી ગયો કે તેમણે વિદ્યાની અર્થી (નનામી) કાઢી!


દેશના આસામ રાજ્યમાં એક મહિલા શિક્ષકને રસ્તાની વચ્ચે ઘૂંટણિયે માફી માંગવાની ફરજ પડી હતી. આસામ સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફીલોબારીમાં (Philobari) કેટલાક વિદ્યાર્થીઓ ફી વધારાનો વિરોધ કરી રહ્યા હતા. આ જ વિદ્યાર્થીઓએ મહિલા શિક્ષિકાને તેના ઘૂંટણ પર બેસવાની ફરજ પાડી છે. આ મામલે મેજિસ્ટ્રેટ સ્તરની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

એક મહિલા શિક્ષક રસ્તા પર ઘૂંટણિયે પડી હાથ જોડીને માફી માંગી રહી છે. વિપક્ષી નેતાઓ દ્વારા સમગ્ર મામલાની નિંદા કરવામાં આવી છે. ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયનના (Students Union) એક વરિષ્ઠ નેતાને આ કેસમાં સંસ્થા દ્વારા હાંકી કાઢવામાં આવ્યા છે. આરોપ છે કે તેણે આંદોલનકારી વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા હતા.


વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે તણાવ

વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે તણાવ

ફીલોબરી સિનિયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ ફી વધારાનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. 11 ઓક્ટોબરના રોજ, વિદ્યાર્થીઓએ વિરોધ દરમિયાન માર્ગ પણ બંધ કર્યો હતો. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને સમજાવીને આંદોલનનો અંત લાવવા અને રોડ જામ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે તણાવ સર્જાયો હતો. દરમિયાન, વિદ્યાર્થીઓએ એક શિક્ષિકાને ઘેરી લીધી અને પછી તેણીને ઘૂંટણિયે પડીને માફી માંગવા દબાણ કર્યું.જે બાદ એક શિક્ષકને તેના ઘૂંટણ પર બેસવાની ફરજ પડી હતી.

તિનસુકિયા ડીએમએ ગુરુવારે ડૂમડોના રેવન્યુ સર્કલના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ તપાસ રિપોર્ટ ત્રણ દિવસમાં રજૂ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. અહીં આસામ (Assam) સરકારે આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને દોષિતો સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.


શરમજનક ઘટના

શરમજનક ઘટના

આ ઘટનાની નિંદા કરતા આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કહ્યું કે આ ખૂબ જ આશ્ચર્યની વાત છે કે ઘટના દરમિયાન પોલીસકર્મીઓ હાજર હોવા છતાં આ ઘટના બની. આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ બોબીતા શર્માએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. છેલ્લા 27 વર્ષથી શાળામાં ફરજ બજાવતા શિક્ષકને આ શરમજનક ઘટનામાંથી પસાર થવું પડ્યું હતું અને ઘૂંટણિયે પડીને માફી માંગવાની ફરજ પડી હતી.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top