પાકિસ્તાનમાં મુસ્લિમો સામસામે, શિયા અને સુન્ની વચ્ચેના જંગમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનમાં મુસ્લિમો સામસામે, શિયા અને સુન્ની વચ્ચેના જંગમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા

11/28/2024 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનમાં મુસ્લિમો સામસામે, શિયા અને સુન્ની વચ્ચેના જંગમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા

Pakistan ShiaSunni clash: પાકિસ્તાનમાં મુસ્લિમો મુસ્લિમોના દુશ્મન બની ગયા છે. સંધર્ષ વિરામ છતા અશાંત ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં સુન્ની અને શિયા સમુદાયો વચ્ચે અથડામણો ચાલુ રહેતા ઓછામાં ઓછા 10 વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે 21 અન્ય ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. તાજેતરની હિંસા મંગળવારે અફઘાનિસ્તાનની સરહદે આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લામાં થઈ હતી. પોલીસના કહેવા પ્રમાણે છૂટીછવાયી રીતે સમુદાયની હિંસામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને 21 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા.


હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી

હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી

પાકિસ્તાન પોલીસે જણાવ્યું હતું કે કુર્રમ જિલ્લામાં અલીઝાઈ અને બાગાન સમુદાયો વચ્ચે ગયા અઠવાડિયે શુક્રવારે અથડામણ શરૂ થઈ હતી. આ પહેલા ગુરુવારે પારાચિનાર પાસે પેસેન્જર ટ્રેનના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 47 લોકો માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, શુક્રવાર અને શનિવારે થયેલી હિંસામાં ઓછામાં ઓછા 37 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ગુરુવારે કાફલા પર થયેલા હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. પ્રાંતીય સરકારના પ્રતિનિધિમંડળ અને બંને સમુદાયના નેતાઓ વચ્ચેની બેઠકો બાદ રવિવારે શિયા અને સુન્ની સમુદાયો વચ્ચે 7 દિવસ શાંતિ હતી. 


પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોની સંખ્યા 15 ટકા છે

પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોની સંખ્યા 15 ટકા છે

મંગળવારે ખોજાગરી, માતાસાનગર અને કુંજ અલીઝાઈ વિસ્તારમાં છૂટાછવાયા લડાઈ થઈ હતી. કુર્રમના ડેપ્યુટી કમિશનર જાવેદુલ્લા મહેસુદે જણાવ્યું હતું કે, હંગુ, ઓરકઝાઈ અને કોહાટ જિલ્લાના વડીલોની એક મોટી જીરગા (આદિવાસી પરિષદ) દુશ્મનાવટનો અંત લાવવા માટે નવેસરથી મધ્યસ્થી કરવા માટે કુર્રમની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે કોહાટના કમિશનર શાંતિ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. દરમિયાન, કુર્રમ જિલ્લા મુખ્યાલય હૉસ્પિટલના અધિક્ષક ડૉ મીર હસન ખાને જણાવ્યું હતું કે ગુરુવારના હુમલા બાદ પારાચિનાર તરફ જતા રસ્તાઓ બંધ થવાને કારણે દવાઓની અછત હતી. સુન્ની પ્રભુત્વ ધરાવતા પાકિસ્તાનમાં 24 કરોડની વસ્તીના લગભગ 15 ટકા શિયા મુસ્લિમો છે. 2 જૂથો સામાન્ય રીતે શાંતિપૂર્ણ રીતે સાથે રહેતા હોવા છતા, ખાસ કરીને કુર્રમમાં તણાવ રહે છે. હાલની હિંસા જમીન વિવાદ સાથે જોડાયેલી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top