મહિલા પેશન્ટના વખાણ કરવાનું ભારી પડી ગયું! મહિલાના પતિએ કરી ડોક્ટરની જોરદાર પિટાઈ!!

મહિલા પેશન્ટના વખાણ કરવાનું ભારી પડી ગયું! મહિલાના પતિએ કરી ડોક્ટરની જોરદાર પિટાઈ!!

09/30/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

મહિલા પેશન્ટના વખાણ કરવાનું ભારી પડી ગયું! મહિલાના પતિએ કરી ડોક્ટરની જોરદાર પિટાઈ!!

અમુક લોકો એટલા ગુસ્સાવાળા હોય છે કે તેમને નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય છે. તેઓ પોતાનો ગુસ્સો કંટ્રોલ કરી શકતા નથી. આવા લોકોની સામે કંઈ બોલવું હોય તો પણ ડર લાગે. અમુક પતિ-પત્ની અને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડના સંબધો એટલા નાજુક હોય છે કે જો કોઈ તેમના પ્રેમી વિષે કંઈ બોલે તો તેમને તરત ગુસ્સો આવી જાય. આવોજ એક હાસ્ય કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક મહિલાનો પતિ નાની અમથી વાતમાં ગુસ્સે થઇને સામે વાળા વ્યક્તિને પીટવા માંડ્યો હતો.


ડોક્ટરને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ જો....

લોકોના જીવ બચાવવા માટે અને સારવાર કરવા માટે ડોક્ટરને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે. કઠીન સમયમાં ડોક્ટર જ હોય છે જે મદદ કરી શકે છે. પરંતુ જો નાની એવી વાત માટે ડોક્ટરને મારવામાં કે પીટવામાં આવે તો એ કેટલું વિચિત્ર લાગે! ફક્ત મારવા પૂરતું નહિ જ્યાં સુધી ડોક્ટર બેહોશ ન થઇ જાય ત્યાં સુધી તેને માર્યા જ કરવો. આવુંજ એક પતિ-પત્નીની કહાનીમાં સાચી ઘટના બની છે. આ કહાની રશિયાની છે. જ્યાં ડોક્ટર પાસે પોતાની સમસ્યા લઈને ગયેલી એક મહિલાના ડોક્ટરે વખાણ કરાયા. પરંતુ મહિલાના પતિને ડોક્ટરે તેના પત્ની વિષેના વખાણ ગમ્યા નહિ અને તેને ખુબ જ ગુસ્સો આવી ગયો. મહિલાના પતિને એટલો ગુસ્સો(Angry) આવી ગયો કે તે ડોક્ટરને(Doctor) મારવા લાગ્યો. ત્યાં સુધી ડોક્ટરને માર્યો જ્યાં સુધી તે બેહોંશ ન થઇ ગયો.


રશિયાની ઘટના :

રશિયાની ઘટના :

આ ઘટના રશિયાની(Russia) છે. ડેઈલી સ્ટારની એક રીપોર્ટ મુજબ, રશિયાના એક સ્થાનીય ડોક્ટર પાસે એક મહિલા પોતાના સ્કીનને લગતી કોઈ સમસ્યાના ઈલાજ માટે ગયી હતી. દવાખાનામાં જઈને નિયમ અનુસાર તેણે પહેલા ફોર્મ ભર્યું અને પછી પોતાના વારો આવે એ માટે રાહ જોઈ રહી હતી. મહિલાનો પતિ પણ મહિલા સાથે આવ્યો હતો. જયારે મહિલાનો વારો આવ્યો ત્યારે તેનું નામ બોલવામાં આવ્યું. જેથી મહિલા અને તેનો પતિ ડોક્ટરની કેબીનમાં ગયા. ડોક્ટરે તેને શું તકલીફ છે એવા સવાલો કર્યા.


નાની અમથી વાતમાં જ મહિલાના પતિ ઉપર કર્યો હુમલો :

નાની અમથી વાતમાં જ મહિલાના પતિ ઉપર કર્યો હુમલો :

ડોક્ટરે મહિલાને તકલીફ અંગે પુચ્પ્પરાચ કરતા મહિલાએ જણાવ્યું કે, તેણે તેની સ્કીનની સમસ્યા છે. મહિલાએ કહ્યું મને મારી સ્કીન ગમતી નથી. તે દરમિયાન મહિલાની સ્કીનની તપાસ કરતા કરતા ડોક્ટરના મોઢામાંથી નીકળી ગયું કે, તમારી સ્કીન તો બહુ સારી છે. આટલી સારી સ્કીન હોવા છતાં તમને સમસ્યા છે. કોઈ પણ મહિલાના વખાણ થાય તો એ કોને ન ગમે. આમ જ મહિલા પણ આ સાંભળીને ખુશ થઇ ગયી. પરંતુ મહિલાનો પતિને તે સારું ન લાગ્યું અને તે ગુસ્સે થઈ ગયો. પહેલા તો તેના પતિએ ફક્ત ડોક્ટર સાથે  ગુસ્સામાં ખરાબ વ્યવહાર કર્યો. પરંતુ મગજમારી થતા તે ડોક્ટર ઉપર તૂટી પડ્યો અને તેને મારવા લાગ્યો. ડોક્ટરને ત્યાં સુધી માર્યા કર્યો કે તે બેહોશ જેવો થઇ ગયો. ડોક્ટરના હાડકા તૂટી જાય ત્યાં સુધી વાત પહોંચી ગયી હતી. ગમે તેમ કરીને લોકો દ્વારા તેને પકડી લેવાયો જેથી ડોક્ટર જીવ બચાવીને ભાગ્યો. ત્યારબાદ ડોક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી. જેના પગલે પોલીસે તેના પતિને ગિરફ્તાર કરી લીધો. ડોક્ટર દ્વારા પોલીસને જાણ કરી કે, તેણે ફક્ત એવુંજ કહ્યું હતું કે મહિલાની સ્કીન સારી છે. પરંતુ તેનો પતિ આ વાતને ઉંધુ સમજ્યો હતો. તો બીજી બાજુ મહિલા અને તેના પતિએ કહ્યું કે, ડોક્ટરે તપાસ દરમિયાન મુસ્લિમ કાયદાનું(Law) પાલન કર્યું નહોતું. આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top