સુરતમાં સવારે 6 વાગ્યાથી જ ફાફડા-જલેબી ખરીદવા લોકોની પડાપડી, લાંબી લાઇનો લાગી

સુરતમાં સવારે 6 વાગ્યાથી જ ફાફડા-જલેબી ખરીદવા લોકોની પડાપડી, લાંબી લાઇનો લાગી

10/05/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં સવારે 6 વાગ્યાથી જ ફાફડા-જલેબી ખરીદવા લોકોની પડાપડી, લાંબી લાઇનો લાગી

અસત્ય પર સત્યની જીતના પર્વ દશેરાની ઉજવણી આજે સમગ્ર દેશમાં થઇ રહી છે. આજે સાંજે ઠેર ઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજવામાં આવશે પરંતુ સવારે સુરતમાં ફરસાણની દુકાનો પર લાંબી લાઇનો જોવા મળી હતી. દશેરાના દિવસે ફાફડા અને જલેબી આરોગવાની પરંપરા ક્યારથી શરૂ થઇ તેના ચૌક્કસ માહિતી મળે તેમ તો નથી પરંતુ આ ધંધા સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે વર્ષોથી દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાની પરંપરા ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં જોવા મળે છે.



આજે સુરતમાં સવારથી જ લોકો ફાફડા અને જલેબી લેવા માટે ફરસાણની દુકાનો પર ઉમટી પડ્યા હતા. સવારે 6 વાગ્યાથી જ દુકાનો પર લાઇન જોવા મળી રહી છે. સુરત શહેરમાં ફરસાણની અંદાજિત 5000 દુકાનો છે અને શહેરની 65 લાખ વસ્તીમાંથી કમસે કમ 20 લાખ મુળ સુરતી તેમજ સૌરાષ્ટ્રવાસીઓમાં દશેરા પર ફાફડા જલેબી આરોગવાની પરંપરા જોવા મળે છે.


ફાફડા અને જલેબીના ભાવના વાત કરીએ તો આ વખતે તેલના ભાવમાં વધારાને લીધે નજીવો વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે જે જલેબી 280 રૂપિયા પ્રતિ કિલો મળી રહી હતી એ જલેબી આજે 320-350 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે. ફાફડાના ભાવમાં પણ દુકાને દુકાને ફેર દેખાઇ રહ્યો છે. ફાફડા 350 રૂપિયાથી માંડીને 450 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. આ રીતે શહેરના લોકો આજે નહીં નહી તો 10 કરોડથી વધુના ફાફડા જલેબી આરોગી જાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top