ઓક્ટોબરથી શરુ થશે બાળકોનું covid-19 રસીકરણ : ૧૨ થી ૧૮ વર્ષના બાળકોને અપાશે રસી!

ઓક્ટોબરથી શરુ થશે બાળકોનું covid-19 રસીકરણ : ૧૨ થી ૧૮ વર્ષના બાળકોને અપાશે રસી!

09/22/2021 National

SidhiKhabar

SidhiKhabar

ઓક્ટોબરથી શરુ થશે બાળકોનું covid-19 રસીકરણ : ૧૨ થી ૧૮ વર્ષના બાળકોને અપાશે રસી!

ભારતમાં કોરોના રસીકરણની પ્રક્રિયા ખુબ ઝડપથી ચાલી રહી છે. મોટાભાગના બધા રાજ્યોમાં પહેલા ડોઝ અપાઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે સૌથી વધારે રસીકરણ કરવાનો રેકોર્ડ બન્યો છે. અને હવે બાળકોના રસીકરણ અંગે પણ જાહેરાત થઇ ગઈ છે. અત્યાર સુધી કોરોનાની રસી ફક્ત ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિ માટે જ હતી, પરંતુ હવે આવતા મહિનાથી ૧૮ વર્ષથી નાના અને ૧૨ વર્ષથી મોટા બાળકો માટે પણ રસીકરણ શરુ થવાનું છે.


DIGC દ્વારા બાળકોના રસીકરણની પ્રક્રિયાને મંજૂરી :

DIGC દ્વારા બાળકોના રસીકરણની પ્રક્રિયાને મંજૂરી :

કોરોનાની બે લહેર આવી ગઈ છે, જે ખૂબ જ ગંભીર હતી. જે બાદ હવે ત્રીજી લહેર આવવા વિશેની આશંકા પણ મળી છે. પરંતુ જો ત્રીજી લહેર આવશે તો પણ તેની પહેલા જેવી અસર દેખાશે નહિ જેનુ કારણ રસીકરણની(vaccination) ઝડપી પ્રક્રિયા છે. રોઈટર્સના અહેવાલ મુજબ, ત્રીજી લહેરની ભયના પગલે હવે ૧૮ વર્ષથી નાના બાળકો માટે કોરોનાની રસીની તૈયારી થઇ ગઈ છે, જેથી બાળકોને પણ આગામી મહિનાથી કોરોના રસી આપવાનું કામ શરુ કરી દેવામાં આવશે. ભૂતકાળમાં વેક્સીનની અછતના પ્રશ્નો ઉઠ્યા હતા પરંતુ હવે વેક્સિનના વધારે ઉત્પાદનના પગલે આ સમસ્યાનો અંત આવી ગયો છે. તમામ જગ્યાએ હવે વેક્સિનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આવતા મહિનાથી કેડિલા હેલ્થ કેર દ્વારા બાળકો માટેની Zycov-D ની રસી આપવા માટે ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ(DIGC) મંજૂરી આપી છે. માહિતી અનુસાર કેડિલા ઓક્ટોબરથી દર મહિને ૧ કરોડ રસીનું ઉત્પાદન કરશે.


કિડની ટ્રાન્સપ્લાન્ટ, જનમથી કેન્સર કે પછી હૃદયને લગતી બીમારી પીડિત બાળકોને અપાશે પહેલા રસી :

દુનિયામાં પહેલી વાર DNA  આધારિત બનેલી કોરોનાની  Zycov-Dની રસીએ ભારતીય નિયામકો પાસેથી તાત્કાલિક મંજૂરી મેળવી છે. તો બીજી બાજુ ભારત ૨ વર્ષથી મોટા અને ૧૨ વર્ષથી નાના બાળકો માટેની રસી બનાવવાના પ્રયત્નોમાં લાગી ગઈ છે. કોવિડ-૧૯ રસીકરણના બાબતે સરકારને સુચન આપતી કમીટીએ જણાવ્યું છે કે, બાળકોના રસીકરણની શરૂઆતમાં કોઈ બિમારીથી પીડાતા હોય તેવા બાળકોને પહેલા રસી આપવામાં આવશે. કમીટીએ એ પણ જણાવ્યું કે, દેશમાં ૪૦ કરોડ બાળકો છે જેમનું રસીકરણ ચાલુ કરવાથી ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિ માટેના રસીકરણમાં થોડી અસર દેખાશે. જે બાળકો સ્વસ્થ છે તેવા બાળકોને રસી મુકવા માટે થોડી રાહ જોવી પડશે. કારણકે કમીટીના જણાવ્યા મુજબ જે બાળકોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ, જનમથી કેન્સર કે પછી હૃદયને લગતી બીમારી જેવી સમસ્યા હશે તેવા બાળકો માટે પહેલા તબક્કે રસી મુકાશે.


બાળકોમાં શા માટે ઝડપથી થવું જોઈએ રસીકરણ?

મુંબઈમાં પહેલી લહેરની સરખામણીએ બીજી લહેર દરમિયાન બાળકોમાં તેની અસર વધારે જોવા મળી હતી. જેના પગલે ત્રીજી લહેર આવે તે પહેલા બાળકોનું રસીકરણ ઝડપથી હાથ ધરાઈ તે માટેના પ્રયત્નો ચાલુ છે. પ્રોફેસર ગગનદીપે કહ્યું કે, યુવાનો અને વૃદ્ધ લોકોમાં રસીકરણ થયા બાદ ફક્ત બાળકો જ હશે જે સુરક્ષિત નહિ હોય. જેથી ત્રીજી લહેરમાં તેમના પર અસર થવાની સંભાવના છે. જેના પગલે ઝડપથી તેમને રસીકરણની પ્રક્રિયા હાથ ધરવી જરૂરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top