આગામી બે દિવસમાં દ. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં કેવો રહેશે

આગામી બે દિવસમાં દ. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં કેવો રહેશે માહોલ

06/24/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આગામી બે દિવસમાં દ. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, જાણો સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં કેવો રહેશે

ગુજરાતમાં (Gujarat) વરસાદને લઇને હવામાન વિભાગે (Department of Meteorology) વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદ વરસશે.' હવામાન વિભાગે સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડશે.


અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં રહેશે સામાન્ય વરસાદ :

જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે. જેમ કે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. જણાવી દઇએ કે, આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના લીધે દરિયાઈ વિસ્તારમાં દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઇ છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો :

વધુમાં જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ખાંભામાં પોણા 3 ઈંચ, રાણાવાવમાં સવા 2 ઈંચ વરસાદ, સાવરકુંડલામાં 2 ઈંચ, ગીર ગઢડામાં પોણા 2 ઈંચ વરસાદ, ક્વાંટમાં 1.5 ઈંચ, કુતિયાણામાં 1.5 ઈંચ વરસાદ, બોડેલીમાં સવા ઈંચ, પોરબંદરમાં સવા ઈંચ વરસાદ, નખત્રાણામાં સવા ઈંચ, મહુવામાં 1 ઈંચ વરસાદ, વડિયામાં 1 ઈંચ અને ખંભાતમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top