ગુજરાતની આ ૧૪ કંપનીઓએ તેમના શેર હોલ્ડરોના બદલ્યા નસીબ! રોકાણ ત્રણ ગણું થઇ ગયું!

ગુજરાતની આ ૧૪ કંપનીઓએ તેમના શેર હોલ્ડરોના બદલ્યા નસીબ! રોકાણ ત્રણ ગણું થઇ ગયું!

09/25/2021 Business

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતની આ ૧૪ કંપનીઓએ તેમના શેર હોલ્ડરોના બદલ્યા નસીબ! રોકાણ ત્રણ ગણું થઇ ગયું!

૨૪ સપ્ટેમ્બરના રોજ શેર માર્કેટના ભાવ આખો દિવસ વધ-ઘટ થયા બાદ છેવટે ભાવ ઊંચાઈની સપાટીએ સ્થાયી થયો હતો. કાલે પહેલીવાર સેન્સેક્સ ૬૦૦૦૦ ને પાર પહોંચ્યો હતો. જેમાં ઘણા બધા શેર હોલ્ડરોના નસીબ એક જ દિવસમાં બદલાઈ ગયા. જેથી શેર માર્કેટમાં કાલનો શુક્રવાર ‘ગુડ ફ્રાઈડે’ જેવો બની ગયો હતો. શેર માર્કેટમાં(share market) રોજે રોજ શેરના ભાવ ઉપર નીચે થતા હોય જ છે, કોઈક વધારે ફાયદો થાય છે તો કોઈવાર નુકશાન પણ જતું હોય છે. પરંતુ ૨૦૨૧ માં ગુજરાતની ૧૪ કંપનીઓ એવી છે જેના શેર હોલ્ડરો આ વર્ષ દરમિયાન માલામાલ થયા છે.


શેર હોલ્ડરોને માલામાલ કરનાર ગુજરાતની કંપનીઓ :

શેર હોલ્ડરોને માલામાલ કરનાર ગુજરાતની કંપનીઓ :

૨૪ સપ્ટેમ્બર શુક્રવારના રોજ સેન્સેક્સ ૬૦૦૦૦ પોઈન્ટથી પાર જતા ભારતીય શેર માર્કેટ માટે કાલે તહેવાર જેવું વાતાવરણ સર્જાયું હતું. શેર બજારમાં થેયલ આ વધારાના સાથે સાથે બેન્ચમાર્ક ઇક્વિટી(equity) ઇન્ડેક્સમાં પણ સારો એવો પ્રભાવ પડ્યો જોવા મળ્યો હતો. જેમાં ગુજરાતની કેટલીય કંપનીઓ સામેલ છે. આ કંપનીઓ શેર માર્કેટમાં લિસ્ટેડ છે અને તેમના ભાવ આ વર્ષ એટલેકે ૨૦૨૧માં ૧૦૦% થી પણ વધારે જોવા મળ્યા છે. જેના કારણે ગુજરાતની(gujarat) આ ૧૪ કંપનીઓએ તેમના શેર હોલ્ડરોને(share investors)એક જ વર્ષમાં માલામાલ બનાવી દીધા! ૧૪ કંપનીઓ માંથી ૭ કંપનીઓ તો એવી છે જેમના શેરના ભાવ જાન્યુઆરીથી સપ્ટેમ્બરની વચ્ચે ૨૦૦%નો વધારો જોવા મળ્યો હતો. જે સમય દરમિયાન સેન્સેક્સ ૫૦૦૦૦ પોઈન્ટથી વધીને ધીરે ધીરે અંતે ૬૦૦૪૮.૪૭ પોઈન્ટ સુધીનો રેકોર્ડ તોડ્યો હતો. આ કંપનીઓએ તેમના શેર ધારકોએ જયારે રોકાણ કર્યું ત્યારની સંપતિ કરતા આજે ત્રણ ગણી કરતા પણ વધારે સંપતિ બનાવી દીધી છે. ગુજરાતની આ કંપનીઓમાં ગણેશ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ, R & B  ડેનીમ્સ, અદાણી ટોટલ ગેસ લિમિટેડ, મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડ, અદાણી ટ્રન્સમિશન લિમિટેડ, પીજી ફોઇલ્સ લિમિટેડ અને ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ જેવી કંપનીઓ સામેલ છે.


અમુક કંપનીઓના શેરના ભાવ આ વર્ષમાં ૧૦૦ થી ૧૯૭ ટકા વધ્યા :

૧૪ કંપનીઓમાં જો ૭ કંપનીઓ એવી છે જેમના શેરની કિમતમાં ૧૦૦ થી ૧૯૭ ટકાનો વધારો થયો હતો. જેમાં સમાવેશ થતી કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ, નંદન ડેનિમ લિમિટેડ, દીપક નિટ્રીટ લિમિટેડ અને ગુજરાત થેમીસ બાયોસિન લિમિટેડ છે. આ લિસ્ટમાં અમુક એવી પણ કંપનીઓ છે જે આ વર્ષમાં જ IPO લઈને આવી છે. ૨૦૨૧ની આ કંપનીઓમાં જી આર ઈન્ફાપ્રોજેક્ટ લિ., અમી ઓર્ગેનિક લિ., અને તત્વ ચિંતન ફાર્મા કેમ લિ. નો સમાવેશ થાય છે. આ કંપનીઓએ રોકાણકરોને ૧૦૦ ટકા કરતા પણ વધારે રિટર્ન આપ્યું છે. આ ઉપરાંત ગુજરાતની ૮ કંપનીઓ એવી છે જેમના શેર આ વર્ષમાં ૫૦ થી ૯૯ ટકાના વધારા સાથે જોવા મળ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top