રેડમાં અઢીસો કરોડ જપ્ત કર્યા બાદ આખરે યુપીના વેપારીની ધરપકડ, ઘરમાંથી ભોંયરું પણ મળી આવ્યું

રેડમાં અઢીસો કરોડ જપ્ત કર્યા બાદ આખરે યુપીના વેપારીની ધરપકડ, ઘરમાંથી ભોંયરું પણ મળી આવ્યું

12/27/2021 National

SidhiKhabar

SidhiKhabar

રેડમાં અઢીસો કરોડ જપ્ત કર્યા બાદ આખરે યુપીના વેપારીની ધરપકડ, ઘરમાંથી ભોંયરું પણ મળી આવ્યું

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં અત્તરના વેપારી પિયુષ જૈનના ઘરે થોડા દિવસો પહેલા ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા પડ્યા હતા. લગભગ 150 કલાક ચાલેલી તપાસ અને 50 કલાકની પૂછપરછ બાદ આખરે આજે પિયુષ જૈનની ધરપકડ કરવામાં આવી હતી. તેની ઉપર ગેરકાયદેસર કારોબાર અને ટેક્સ ચોરીના આરોપ લાગ્યા છે. 

રિપોર્ટ્સ અનુસાર, પિયુષ જૈન પાસેથી 257 કરોડ રોકડા તેમજ સોનું પણ મળી આવ્યું છે. જોકે, આ મામલે હજુ DGGI તરફથી અધિકારીક જાણકારીની રાહ જોવાઈ રહી છે. પિયુષ જૈનની ધરપકડ કરીને મેડિકલ રિપોર્ટ કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. 


પિયુષ જૈનના ઘરે પડેલી રેડની આખા દેશમાં ચર્ચા થઇ હતી. મીડિયા અને સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી તસવીરમાં કરોડો રૂપિયા રોકડા જોવા મળ્યા હતા અને બેંક સ્ટાફ મશીનો લઈને તે ગણવા બેઠો હતો. ઉપરાંત અન્ય એક તસવીરમાં આખો કબાટ રોકડા પૈસાના બંડલોથી ભરેલો જોવા મળ્યો હતો. બંડલ સેલોટેપથી બંધાયેલા હતા જેથી કૂરિયરમાં મોકલવામાં સરળતા રહે. 

22 ડિસેમ્બરે આઈટીની ટીમ પિયુષ જૈનના ઘરે પહોંચી તો ઘરે માત્ર તેના બે દીકરાઓ જ હતા. જ્યારે પિયુષ જૈન સહિતનો પરિવાર તેમના પિતાની સારવાર કરાવવા માટે દિલ્હી ગયો હતો. ત્યારબાદ દરોડાની જાણકારી મળતા તેમણે કાનપુર આવવું પડ્યું હતું. ત્યારબાદ આઈટી વિભાગે તેને હિરાસતમાં લઈને પૂછપરછ કરી હતી તેમજ પરિવારના અન્ય લોકોની પણ પૂછતાછ કરવામાં આવી હતી. 


જાણવા મળ્યા અનુસાર, પિયુષ જૈનના ઘરેથી માત્ર રોકડા અને સોનું જ નહીં પરંતુ બેનામી સંપત્તિના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. જેમાં કાનપુરમાં 4, કન્નોજમાં 7, દિલ્હીમાં 1 અને મુંબઈમાં 2 સંપત્તિ સામેલ છે. દુબઈમાં પણ તેની બે સંપત્તિ બોલે છે. આ ઉપરાંત તેના ઘર નીચેથી એક ભોંયરું પણ મળી આવ્યું હતું.

નોંધવું જોઈએ કે, પિયુષ જૈન સમાજવાદી પાર્ટીના MLC પુષ્પરાજ પમ્મી સાથે નજીકના સબંધ ધરાવે છે. તેમજ હાલમાં જ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે લોન્ચ કરેલા પાર્ટીના પરફ્યુમની બનાવટ પણ પિયુષ જૈને જ કરી હતી. જેના કારણે ભાજપે સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીએ આ અંગે હજુ સુધી મૌન જ રાખ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top