કેનેડામાં રહેનારા ભારતીયો ચેતે! કેનેડામાં સાંપ્રદાયિક હિંસામાં વધારો થતાં ભારત સરકારે એડવાઈઝરી

કેનેડામાં રહેનારા ભારતીયો ચેતે! કેનેડામાં સાંપ્રદાયિક હિંસામાં વધારો થતાં ભારત સરકારે એડવાઈઝરી જારી કરવી પડી!

09/24/2022 World

SidhiKhabar

SidhiKhabar

કેનેડામાં રહેનારા ભારતીયો ચેતે! કેનેડામાં સાંપ્રદાયિક હિંસામાં વધારો થતાં ભારત સરકારે એડવાઈઝરી

વર્લ્ડ ડેસ્ક : કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને ત્યાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ એલર્ટમાં કેનેડાને તાજેતરના દિવસોમાં ભારત વિરોધી ગતિવિધિઓમાં થયેલા વધારા અને ભારતીય મૂળના લોકો સામે દ્વેષપૂર્ણ અપરાધ અને સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરીને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ એડવાઈઝરી ટ્વીટ કરી છે. તમને જણાવી દઈએ કે કેનેડામાં ભારતીય મૂળના લગભગ 1.6 મિલિયન લોકો રહે છે, જે ત્યાંની કુલ વસ્તીના 3% છે.


શું કહ્યું વિદેશ મંત્રાલયે

શું કહ્યું વિદેશ મંત્રાલયે

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કેનેડામાં ઇન્ડિયનસ સાથે વધી રહેલા હેટ ક્રાઈમ, સાંપ્રદાયિક હિંસા અને ભારત વિરોધી ઘટનાઓનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આ સાથે ત્યાંના અધિકારીઓને ગુનાઓની તપાસ કરીને કડક કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે કેનેડા સાથે આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે કે કેનેડામાં અત્યાર સુધી આવા અપરાધોના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવ્યા નથી. વિદેશ મંત્રાલયના અધિકારીઓની સાથે સાથે કેનેડામાં ભારતીય દૂતાવાસ અને કોન્સ્યુલેટ જનરલના અધિકારીઓએ પણ આ મુદ્દો તેમના સમકક્ષો સમક્ષ મૂક્યો છે.

 


એડવાઈઝરી નોટમાં મંત્રાલયે શું કહ્યું?

એડવાઈઝરી નોટમાં મંત્રાલયે વધુમાં કહ્યું છે કે અપરાધિક ઘટનાઓમાં વધારાને જોતા ભારતીય મૂળના નાગરિકો અને વિદ્યાર્થીઓ કે જેઓ ભારતથી કેનેડા ગયા છે અને ત્યાં પ્રવાસની તૈયારી કરી રહેલા લોકોને સતત સાવધાની રાખવા અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.


ભારતીય નાગરિકોને એમ્બેસીમાં રજીસ્ટ્રેશન કરાવવાની સલાહ આપી

ભારતીય નાગરિકોને એમ્બેસીમાં રજીસ્ટ્રેશન કરાવવાની સલાહ આપી

વિદેશ મંત્રાલયે ભારતથી કેનેડા જતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ઓટાવામાં ભારતીય દૂતાવાસ અથવા ટોરોન્ટો અને વાનકુવરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલમાં પોતાની નોંધણી કરાવવાની સલાહ પણ આપી છે. આ રજીસ્ટ્રેશન આ દૂતાવાસોની વેબસાઈટ પર અથવા madad.gov.in પોર્ટલ પર જઈને કરી શકાય છે. મંત્રાલયનું કહેવું છે કે આનાથી ભારતીય દૂતાવાસને કટોકટીની સ્થિતિમાં કેનેડામાં હાજર તેના નાગરિકો સાથે વધુ સારો સંપર્ક કરવામાં મદદ મળશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top