ભારત આપશે હવે ચીનને સીધી ટક્કર, આ રાજ્યની પહાડીઓમાંથી મળી ગયો છે ખજાનો, જાણો વિગતવાર

ભારત આપશે હવે ચીનને સીધી ટક્કર, આ રાજ્યની પહાડીઓમાંથી મળી ગયો છે ખજાનો, જાણો વિગતવાર

12/02/2025 National

SidhiKhabar

SidhiKhabar

ભારત આપશે હવે ચીનને સીધી ટક્કર, આ રાજ્યની પહાડીઓમાંથી મળી ગયો છે ખજાનો, જાણો વિગતવાર

ભારતના પશ્ચિમ રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી મોટો ખજાનો હાથ લાગ્યો છે. જિલ્લાના સિવાન વિસ્તારની ધરતીમાંથી નિયોબિયમ જેવો રેર અર્થનો ખનીજનો મોટો જથ્થો મળી આવ્યો છે, જેના કારણે ભારત ચીનને સીધી ટક્કર આપશે, જે રેર અર્થ ખનીજ ઉત્પાદનમાં પ્રભુત્વ ધરાવે છે. આ ખનીજનું ઘનત્વ વિશ્વના સરેરાશ ઘનત્વ કરતાં 100 ગણું વધુ હોવાનું કહેવાય છે.


ચીનનું પ્રભુત્વ જોખમમાં

ચીનનું પ્રભુત્વ જોખમમાં

ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણના રિપોર્ટ પ્રમાણે, સિવાનાના ખડકોમાં નિયોબિયમ અને અન્ય રેર અર્થ તત્ત્વોના ઊંચા ઘનત્વ મળી આવ્યા છે. જેનો ઉપયોગ ઈલેક્ટ્રિક કાર, રોકેટ સાયન્સ, હાઇ-ટેક ડિફેન્સ સિસ્ટમ અને પરમાણુ ઊર્જા જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં થાય છે. આમ તો વિશ્વભરમાં મોટાભાગની રેર અર્થની માંગ ચીન જ પૂરી પાડે છે, ત્યારે ભારતમાં આ નવી શોધના કારણે હવે ચીનનું પ્રભુત્વ જોખમમાં મૂકાશે. ભારત વૈશ્વિક ટૅક્નોલૉજી બજારમાં ચીનના પ્રભુત્વને તોડવાની ક્ષમતા મેળવશે. ઈલેક્ટ્રિક કારથી લઈને મિસાઇલ રૉકેટ અને પરમાણુ ઊર્જા સુધીના હાઇ-ટેક ઉદ્યોગોમાં ઉપયોગ થતો રેર અર્થ હવે ચીનની સાથે ભારત પણ પૂરું પાડશે.


આટલા અબજોનો ખજાનો

આટલા અબજોનો ખજાનો

સિવાનાના આ પહાડોના રિંગ કોમ્પ્લેક્સમાં ગેલિનિયમ, રુબિડિયમ, ઈપ્રીયમ, થોરિયમ, યુરેનિયમ અને સીરિયમ સહિત લગભગ 15 પ્રકારના લેન્થેનોઇટ ગ્રૂપના ખનીજો મળી આવ્યા છે. આ ખનીજોનો ઉપયોગ સુપર કંડક્ટર, મેગ્નેટ, ઈલેક્ટ્રોનિક પોલિસિંગ, ઓઇલ રિફાઇનરીમાં કેટાલિસ્ટ અને હાઇબ્રિડ કારના ઘટકો બનાવવા માટે થાય છે. સિવાનામાં કમઠાઈ, દાંતા, લંગેરા, રાખી, થાપન, ભાટીખેડા, ફૂલણ અને ડંડાલી જેવા વિસ્તારોમાં આ મોટા ભંડારો હોવાનું સામે આવ્યું છે. સિવાનાની આ પહાડીઓમાં લગભગ 900 અબજ રૂપિયાથી વધુનો ખજાનો છુપાયેલો હોવાનો અંદાજ છે, જેમાંથી લગભગ 6 હજાર મેટ્રિક ટનનું ઉત્પાદન થવાની સંભાવના છે. આ રેર અર્થના ઉપયોગ માટે સિવાનાના ભાટીખેડા બ્લોકને ઓક્શન કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top