અમેરિકામાં ભારતીય મૂળના શખ્સની હત્યા, પત્ની અને પુત્ર સામે જ કુહાડીથી માથું કાપીને ફૂટબૉલની જેમ ઉછાળ્યું
ડલ્લાસ (અમેરિકા)થી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જેણે ભારતીય સમુદાયને હચમચાવી નાખ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 10 સપ્ટેમ્બરની સવારે એક મોટેલમાં 50 વર્ષીય ભારતીય મૂળના ચંદ્રમૌલી નાગમલ્લૈયાની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. સૌથી દર્દનાક વાત એ છે કે આ હુમલો તેમના પરિવારની નજર સામે થયો હતો. આરોપીએ તેનું ગળું કાપીને ફૂટબોલની જેમ ઉછાળ્યું. આ ઘટના ડલ્લાસના ડાઉનટાઉન સ્વીટ્સ મોટેલમાં બની હતી, જે ઇન્ટરસ્ટેટ-30 હાઇવે નજીક ટેનીસન ગોલ્ફ કોર્સ પાસે સ્થિત છે. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં પીડિતનું માથું કાર પાર્કિંગમાં સરકતું જોવા મળ્યું હતું. બાદમાં આરોપીએ તેને ઉપાડીને બીજી જગ્યાએ રાખી દીધું.
અહેવાલો અનુસાર, મોટેલમાં કામ કરતા 37 વર્ષીય યોરડાનિસ કોબોસ-માર્ટિનેઝની હત્યાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને તે જામીન વિના જેલમાં છે. તેની સામે ઇમિગ્રેશન ડિટેનર પણ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઘટનાના થોડા સમય અગાઉ, નાગમલ્લૈયાએ આરોપી અને તેની મહિલા સહકર્મીને મોટેલના ખામીયુક્ત વોશિંગ મશીનનો ઉપયોગ ન કરવા કહ્યું હતું. તેણે મહિલા કર્મચારીને આ વાત કહી અને તેનું ભાષાંતર કરાવ્યું. તેનાથી આરોપી ગુસ્સે થયો અને વિવાદ વધ્યો.
એવું કહેવાય છે કે આરોપી અચાનક રૂમમાંથી બહાર આવ્યો અને તેની પાસે રહેલા હથિયારથી નાગમલ્લૈયા પર હુમલો કર્યો. પીડિત મદદ માટે બહાર ભાગ્ય, પરંતુ આરોપી પાર્કિંગ સુધી તેનો પીછો કરતો રહ્યો. આ દરમિયાન નાગમલ્લૈયાની પત્ની અને પુત્ર પણ બહાર આવ્યા અને દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ આરોપીએ તેમને દૂર ધકેલી દીધા અને હુમલો ચાલુ રાખ્યો.
આ દૃશ્ય જોઈને ઘટનાસ્થળે હાજર લોકો ગભરાઈ ગયા. ઘટના બાદ તરત જ ડલ્લાસ ફાયર રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી અને લોહીથી લથપથ આરોપીનો પીછો કર્યો. થોડા સમય બાદ, પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીની ધરપકડ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ હત્યાની કબૂલાત કરી છે. જોકે, તે સ્પષ્ટ નથી કે હુમલો પૂર્વયોજિત હતો કે ગુસ્સામાં કરવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp