કોરોનાની રસી ન લેવાનું ભારે પડ્યું : દેશની પ્રથમ કોરોના સંક્રમિત દર્દીને ફરી થયો કોરોના

કોરોનાની રસી ન લેવાનું ભારે પડ્યું : દેશની પ્રથમ કોરોના સંક્રમિત દર્દીને દોઢ વર્ષ બાદ ફરી થયો કોરોના

07/13/2021 National

SidhiKhabar

SidhiKhabar

કોરોનાની રસી ન લેવાનું ભારે પડ્યું : દેશની પ્રથમ કોરોના સંક્રમિત દર્દીને  ફરી થયો કોરોના

નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરની અસર લગભગ તમામ રાજ્યોમાં ધીમે ધીમે ઓછી થઇ રહી છે. પરંતુ કેરળમાં કોરોનાના કેસની સ્થિતિ હજુ ચિંતાજનક છે. હવે સમાચાર મળી રહ્યા છે કે દેશની પહેલી કોરોના સંક્રમિત મહિલા ફરી કોરોનાથી સંક્રમિત થઇ ગઈ છે. તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને હાલ તે ઘરે જ ક્વોરન્ટાઇન છે.

મહિલા દિલ્હી જવા માટે એરપોર્ટ ઉપર ગઈ ત્યારે તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને જે રિપોર્ટ પોઝિટીવ આવ્યો. પરિવારે કહ્યું કે તેને કોરોનાના કોઈ લક્ષણો નથી અને હાલ હોમ ક્વોરન્ટાઇન છે.

યુવતીમાં કોરોનાના કોઈ લક્ષણો નહીં

ડીએમઓ ડૉ. કેજે રીનાએ મીડિયાને જણાવ્યું કે, હાલ યુવતીમાં કોરોનાના કોઈ લક્ષણો નથી અને તેને ઘરે જ ક્વોરન્ટાઈન કરવામાં આવી છે. જોકે, આ પ્રથમ કેસ નથી. દેશ અને દુનિયામાં એવા અનેક કેસ આવ્યા છે જેમાં કોરોના દર્દી સાજા થયા બાદ ફરી કોરોનાથી સંક્રમિત થયા હોય. આ યુવતીનો કેસ એવા જ કેસો પૈકીનો એક છે.

દેશની પહેલી કોરોના સંક્રમિત દર્દી એક મેડિકલ વિદ્યાર્થીની હતી, જે ગત વર્ષે ચીનના વુહાનથી સ્વદેશ પરત ફરી હતી. વુહાન ચીનનું એ જ શહેર છે જ્યાં કોરોનાનો વિશ્વનો પ્રથમ કેસ નોંધાયો હતો. મહિલા કેરળના થ્રિસુરની રહેવાસી છે. ગયા વર્ષે ૩૦મી જાન્યુઆરીના રોજ તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારે કોરોના ચીન અને ઇટલી સહિતના દેશોમાં આતંક મચાવી રહ્યો હતો.

જોકે, આ વિધાર્થીનીને યોગ્ય અને સમયસર સારવાર મળતા તે કોરોનાને હરાવીને સ્વસ્થ થઇ ગઈ હતી પરંતુ હવે તેને ફરી કોરોના થયો છે. તે વુહાન યુનિવર્સીટીમાં થર્ડ યરનો અભ્યાસ કરી રહી હતી. ગયા વર્ષે વેકેશનમાં પોતાના ઘરે આવી અને તબિયત સારી ન જણાતા રિપોર્ટ કરાવ્યો હતો, જે પોઝિટીવ આવ્યો હતો. તેને લગભગ ત્રણ અઠવાડિયા સુધી થ્રિસુરની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેને સારવાર મળ્યા બાદ ૨૦ ફેબ્રુઆરીના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. જોકે, તે વુહાનથી આવ્યા બાદ ફરી ગઈ નથી અને ઘરેથી જ અભ્યાસ કરી રહી છે.

કેરળમાં ગઈકાલે કોરોનાના નવા ૭,૭૯૮ કેસ

બીજી તરફ, થ્રિસુરમાં સોમવારે ૧,૦૯૨ કેસ નોંધાયા હતા. જે આખા કેરળ રાજ્યમાં સૌથી વધુ છે. કેરળ રાજ્યમાં સોમવારે કોરોનાના ૭,૭૯૮ નવા કેસ નોંધાયા હતા. તેમજ હાલ રાજ્યમાં ૧,૧૧,૦૯૩ લોકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top