ટોક્યો પેરાલિમ્પિક્સ : ભાલા ફેંકમાં ભારતનું ત્રીજું મેડલ : સુમિત અંતિલે રેકોર્ડ થ્રો સાથે ગોલ્ડ

ટોક્યો પેરાલિમ્પિક્સ : ભાલા ફેંકમાં ભારતનું ત્રીજું મેડલ : સુમિત અંતિલે રેકોર્ડ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યું

08/30/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

ટોક્યો પેરાલિમ્પિક્સ : ભાલા ફેંકમાં ભારતનું ત્રીજું મેડલ : સુમિત અંતિલે રેકોર્ડ થ્રો સાથે ગોલ્ડ

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના પેરાએથલીટ સુમિત અંતીલે જેવલીન થ્રોના F42 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ટોક્યો પેરાલીમ્પિક્સમાં ભારતનું આ બીજું ગોલ્ડ મેડલ છે. સુમિત અંતીલે ત્રણ વખત વર્લ્ડ રેકોર્ડ તોડીને મેડલ જીતી લીધું હતું.


જેવેલિન થ્રો ઇવેન્ટમાં સુમિત એન્ટિલે F64 ફાઇનલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે 68.55 મીટર જેવલીન ફેંકીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં પણ સફળતા મેળવી છે. જેવેલિન થ્રો ઇવેન્ટમાં સુમિત એન્ટિલે એફ 64 ફાઇનલ ઇવેન્ટમાં પહેલા જ પ્રયાસમાં 66.95 મીટર જેવલીન ફેંકીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ બીજા પ્રયાસમાં, સુમિતે 68.08 મીટર અને ત્રીજા પ્રયાસમાં તેમણે 68.55 મીટર દૂર બરછી ફેંકીને ગોલ્ડ મેડલ સુનિશ્ચિત કર્યું હતું.

ભારતીય ખેલાડી સંદીપ ચૌધરી 62.20 મીટરની શ્રેષ્ઠ ફેંક સાથે ચોથા સ્થાને રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાના મિશેલ બુરિયને 66.29 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે શ્રીલંકાના દુલન કોડીથુવાક્કુએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સુમિતનો શ્રેષ્ઠ થ્રો 5 માં પ્રયાસમાં આવ્યો હતો જેમાં તેમણે 68.55 મીટરનો થ્રો ફેંક્યો હતો. આ સાથે ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં સાત મેડલ જીત્યા છે. ભારતે અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

પેરાલિમ્પિક ગેમ્સમાં પ્રથમ વખત ભાગ લઇ રહેલા સુમિતે ભાલા ફેંકવાની F-64 ઇવેન્ટના બીજા પ્રયાસમાં 68.08 મીટરનો વર્લ્ડ રેકોર્ડ થ્રો ફેંક્યો હતો. નોંધવું મહત્વનું છે કે પેરાલિમ્પિક્સમાં સુમિત સિવાય અવની લેખારાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. પેરાલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓ મેડલોનો વરસાદ કરી રહ્યા છે.

માર્ગ અકસ્માતમાં પગ ગુમાવનાર સુમિતે પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. સુમિત હરિયાણાના રહેવાસી છે, જ્યારે સુમિત 7 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું બીમારીથી અવસાન થયું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top