ઇન્ડિગોની મનમાની નહિ ચાલે! સરકારે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત, ડેઈલી ફ્લાઈટ શેડ્યૂલમાં..., જાણો વિ

ઇન્ડિગોની મનમાની નહિ ચાલે! સરકારે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત, ડેઈલી ફ્લાઈટ શેડ્યૂલમાં..., જાણો વિગતે

12/09/2025 National

SidhiKhabar

SidhiKhabar

ઇન્ડિગોની મનમાની નહિ ચાલે! સરકારે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત, ડેઈલી ફ્લાઈટ શેડ્યૂલમાં..., જાણો વિ

ભારતમાં સૌથી મોટી એરલાઇન્સ ગણાતી ઇન્ડિગોએ છેલ્લા કેટલાક દિવસોમાં ફ્લાઈટો રદ કરીને મુસાફરો માટે ભારે હાલાંકી સર્જી છે. ત્યારે હવે આ મામલે સરકારે કડક પગલું ભરવાની જાહેરાત કરી છે. કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ લોકસભામાં આક્રમક વલણ રજૂ કર્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી છે કે, આ મામલે જવાબદારી નક્કી કરવામાં આવશે અને એરક્રાફ્ટ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે તેમણે જણાવ્યું કે, ઈન્ડિગોના ડેઈલી ફ્લાઈટ શેડ્યૂલમાં 5 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે.


ઇન્ડિગોને ચેતવણી

ઇન્ડિગોને ચેતવણી

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ લોકસભામાં જણાવ્યું હતું કે, 'પ્રારંભિક તપાસમાં ઇન્ડિગોની આંતરિક વ્યવસ્થાઓ જેવી કે ફ્લાઇટ ક્રૂના આંતરિક રોસ્ટર અને ડ્યુટી શેડ્યૂલમાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવી છે, જેના કારણે સમગ્ર નેટવર્ક ખોરવાયું હતું. શિયાળાનું સમયપત્રક, ખરાબ હવામાન, ટેકનિકલ ખામીઓ અને હવાઈ ટ્રાફિકની ભીડને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. હાલ ઈન્ડિગો તરફથી રોજ 2300 ફ્લાઈટ્સ સંચાલિત કરાય છે. એટલે કે ઈન્ડિગોના ડેઈલી ફ્લાઈટ શેડ્યૂલમાં 5 ટકાનો કાપ મુક્યા બાદ હવે ઈન્ડિગો તરફથી દરરોજ 115 ફ્લાઈટ્સ ઓછી થશે. ઓછી થયેલી ફ્લાઈટ્સનું શેડ્યૂલ અકાસા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ જેવી અન્ય એરલાઈનને અપાશે. એટલું જ નહીં જો સ્થિતિમાં સુધારો ન થયો તો આવનારા દિવસોમાં 5 ટકા વધુ કાપ મૂકાઈ શકે છે.  


સરકારની કાર્યવાહી

સરકારની કાર્યવાહી

ઈન્ડિગો સંકટ પર સિવિલ એવિએશન મિનિસ્ટર રામ મોહન નાયડુએ સંસદમાં કહ્યું કે, એરલાઈન તરફથી સતત મુસાફરોને રિફંડ પ્રોસેસ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે ઈન્ડિગોના મોટા અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસમાં ગબડેલી સ્થિતિ પર ઈન્ડિગોની જવાબદારી નક્કી કરાશે. લોકોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરાય. મુસાફરોને સરકાર તરફથી સતત મદદ કરાઈ રહી છે. સરકાર તરફથી જે પગલાં ભરાયા છે તેના આધાર પર હવે ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. અમે ભારતમાં સેવા શરૂ કરવા માટે નવી એરલાઈન્સને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. વધુ કંપનીઓનો અર્થ વધુ સેવા છે. જો કે, નવા FDTL નિયમો ઈન્ડિગોના A320 ફ્લીટ માટે 10 ફેબ્રુઆરી 2026 સુધી હોલ્ડ કરાયા છે. આમ છતાં મિનિસ્ટ્રી તરફથી કહેવાયુ છે કે, ઈન્ડિગો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top