કોરોનાનો સુપર સ્પ્રેડર પકડાયો! અનેકને કર્યા બિમાર, એકનું મૃત્યુ! હવે કેસ ચલાવી આરોપીને સજા કરાશ

કોરોનાનો સુપર સ્પ્રેડર પકડાયો! અનેકને કર્યા બિમાર, એકનું મૃત્યુ! હવે કેસ ચલાવી આરોપીને સજા કરાશે

09/08/2021 World

SidhiKhabar

SidhiKhabar

કોરોનાનો સુપર સ્પ્રેડર પકડાયો! અનેકને કર્યા બિમાર, એકનું મૃત્યુ! હવે કેસ ચલાવી આરોપીને સજા કરાશ

કોરોના વાઈરસે આખી દુનિયામાં પોતાનો ખોફ ફેલાવ્યો છે. આમ તો પહેલા કરતા હવે કોરોનાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. પરંતુ હજી પણ એવા અમુક દેશો છે, જેમાં કોરોના ઓછુ થવાનું નામ લેતો નથી. એક બાજુ બધા દેશમાં કોરોના જેવી મહામારીમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય તેની શોધખોળ ચાલુ છે, તો બીજી બાજુ વિયેતનામમાં એક વ્યક્તિએ પોતે કોરોના પોઝિટિવ હોવા છતાં બીજા લોકોમાં તેને ફેલાવાની કોશિષ કરી હતી. જેના પગલે તેના સામે ગુનો નોંધાયો છે.


'લે વાન ટ્રાઇ' નામક વ્યક્તિએ ફેલાવ્યો કોરોના :

'લે વાન ટ્રાઇ' નામક વ્યક્તિએ ફેલાવ્યો કોરોના :

રોઇટર્સમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વિયેતનામના(Vietnam) મીડિયાએ જણાવ્યું કે,  'લે વાન ટ્રાઇ' નામના વ્યક્તિએ કોરોનાના(CORONA) નિયમો તોડી કોરોના વાઈરસ ફેલાવવાની (Super Spreader) કોશિષ કરી છે. ત્યાંના પોલીસ દ્વારા સોમવારે તેને ઝડપી લેવામાં આવ્યો છે, અને તેના સામે કાર્યવાહી કરવામાં આવી છે. પીપલ્સ કોર્ટ દ્વારા "ખતરનાક ચેપી રોગ ફેલાવવા" માટે તેને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જાણકારી મુજબ, તે વ્યક્તિ જ્યાં રહે છે, એ શહેર જુલાઈ મહિના દરમિયાન કોરોના વાયરસનું હોટસ્પોટ હતું. તે સમયે આ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરીને ઘરની બહાર નીકળતો હતો. જયારે મુસાફરી કરવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો, ત્યારે તેણે બીજા કોરોના હોટસ્પોટ શહેરોમાં મુસાફરી કરી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે, મુસાફરી કર્યા બાદ તેણે બીજા લોકોમાં પણ કોરોના ફેલાવ્યો હતો. આ આરોપ લગાડ્યા બાદ જ તેના પર કાર્યવાહી કરવામાં આવી.


ક્યાં ક્યાં ફેલાવ્યો વાઈરસ?

કાર્યવાહી કર્યા બાદ ગુનો સાચો સાબિત થયો છે. લે વાન ટ્રાઈ(Le Van Tri) ૨૮ વર્ષનો છે. વિયેતનામના દક્ષિણી પ્રાંતોમાં લે વાન વિરુદ્ધ ગંભીર આરોપો મૂકાયા હતા. એવું જાણવામાં આવ્યું છે કે, ૭ જુલાઈના રોજ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાંથી તે ભાગી છૂટ્યો હતો. હોસ્પિટલમાંથી ભાગ્યા બાદ તે ઘણા લોકોના સંપર્કમાં આવ્યો હતો, જેમાં કોરોના વાઈરસથી સંક્રમિત થઈને 7 ઓગસ્ટે એક વ્યક્તિનું મોત પણ થયું હતું, આ ઘટના બદલ લે વાન ટ્રાઇને આરોપી જાહેર કરીને તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.


ચેતવણી આપવા છતાં નિયમો તોડ્યા, હવે કેસ ચાલશે :

ચેતવણી આપવા છતાં નિયમો તોડ્યા, હવે કેસ ચાલશે :

આરોપીને કારણે લગભગ દસ લોકો ગંભીર રીતે બીમાર પડ્યા હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે. વ્યક્તિને ચેતવણીઓ આપવા છતાં, કોરોનાના નિયમોનો ભંગ કરવા બદલ તેને પાંચ વર્ષની સજા ફટકારી છે. મળી રહેલા વૈશ્વિક ન્યુઝ દ્વારા જણાયું છે કે, આ દિવસોમાં વિયેતનામમાં કોરોના વધ્યો છે, અને ત્યાંની  સ્થિતિ વધુ ખરાબ થઈ છે, જેના પગલે ત્યાંની સરકારે કડકમાં કડક પગલા હાથ ધર્યા છે. આ ઉપરાંત અમુક વિસ્તારોમાં  લોકડાઉન પણ કરી દેવાયું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top