150 કરોડ કેશ, ગણવા માટે મશીનો ખૂટી પડ્યા : યુપીના વેપારીને ત્યાં ITના દરોડા, જાણો સમાજવાદી પાર્

150 કરોડ કેશ, ગણવા માટે મશીનો ખૂટી પડ્યા : યુપીના વેપારીને ત્યાં ITના દરોડા, જાણો સમાજવાદી પાર્ટી સાથે શું છે સબંધ

12/24/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

150 કરોડ કેશ, ગણવા માટે મશીનો ખૂટી પડ્યા : યુપીના વેપારીને ત્યાં ITના દરોડા, જાણો સમાજવાદી પાર્

કાનપુર: હિંદી ફિલ્મોમાં ઘણીવાર જોવા મળે છે કે કોઈ નેતા કે ઉદ્યોગપતિના ઘરે રેડ પાડતા કરોડો રૂપિયા મળી આવે છે અને ઘરના ખૂણેખૂણામાં એકલી ચલણી નોટો જ જોવા મળે છે. આવું જ કંઇક ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યું છે. અહીં એક અત્તરના વેપારીના ઘરે ઇન્કમ ટેક્સ વિભાગે રેડ પાડતા કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા હતા. 

કાનપુરમાં રહેતા અત્તરના કારોબારી પિયુષ જૈનના ઘરે આજે આઈટી વિભાગે રેડ પાડી હતી. જ્યાંથી 150 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. ઘરના કબાટ માત્ર ચલણી નોટોથી જ ભરેલા જોવા મળ્યા હતા. તેમજ પૈસા ગણવા માટે ઇન્કમ ટેક્સ વિભાગની ટીમ 4 મશીન લઇ ગઈ હતી પરંતુ તે પણ ઓછા પડ્યા હતા અને વધુ મશીન મગાવવા પડ્યા હતા. 


રેડ દરમિયાન જપ્ત કરવામાં આવેલ રોકડા નાણામાંથી મોટાભાગના 500 રૂપિયાની નોટના બંડલો મળી આવ્યા હતા. રકમ એટલી વધુ હતી કે આઈટી વિભાગની ટીમ ચાર મશીનો લઈને ગઈ હોવા છતાં તે ઓછા પડ્યા હતા અને વધુ મશીનો મગાવવામાં આવ્યા હતા. ઉપરાંત, નોટ ગણવા માટે SBI નો સ્ટાફ પણ બોલાવવામાં આવ્યો હતો.

થોડા દિવસો પહેલા સમાજવાદી પાર્ટી દ્વારા પાર્ટીનું અત્તર લોન્ચ કરવામાં આવ્યું હતું, જે પિયુષ જૈને જ બનાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, તેઓ સમાજવાદી પાર્ટીના MLC પુષ્પરાજ જૈન પમ્મીના સબંધી પણ હોવાનું જાણવા મળ્યું છે. પિયુષ જૈન અત્તર ઉપરાંત અન્ય ઘણા કારોબાર સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જેથી ઇન્કમ ટેક્સ વિભાગે કાનપુર ઉપરાંત મુંબઈ અને કન્નોજના તેમના ઠેકાણાં પર પણ દરોડા પાડ્યા હતા. 


પિયુષ જૈનના પરિવારના સભ્યોને અલગ-અલગ રૂમમાં બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું કે, કન્નોજની એક ફેક્ટરીમાંથી આ અત્તર મુંબઈ પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી દેશ-વિદેશમાં વેચાય છે. પિયુષ જૈનની કુલ 4 કંપનીઓ છે, જેમાંથી 2 સાઉદી અરબ અને 2 પૂર્વના રાજ્યોમાં છે. તેમના ઘરેથી કેટલાક ડોક્યુમેન્ટ પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

આ પહેલા બુધવારે શિખર પાન મસાલાના માલિકના ઘરે પણ ઇન્કમ ટેક્સની રેડ પડી હતી. અહીં બોગસ ફર્મના નામે ખોટા બિલો મળી આવ્યા હતા. તે પહેલા આયકર વિભાગે સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓના ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી 68 કરોડની બેનામી સંપત્તિ મળી આવી હતી. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top