અખિલેશ યાદવ પ્રેસ કોન્ફરન્સ કરે તે પહેલા જ સપાનું અત્તર લોન્ચ કરનારા પુષ્પરાજ જૈનના ઘરે આઈટીના

અખિલેશ યાદવ પ્રેસ કોન્ફરન્સ કરે તે પહેલા જ સપાનું અત્તર લોન્ચ કરનારા પુષ્પરાજ જૈનના ઘરે આઈટીના દરોડા

12/31/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

અખિલેશ યાદવ પ્રેસ કોન્ફરન્સ કરે તે પહેલા જ સપાનું અત્તર લોન્ચ કરનારા પુષ્પરાજ જૈનના ઘરે આઈટીના

લખનઉ: સમાજવાદી પાર્ટીના નેતા અને MLC પુષ્પરાજ જૈનના ઘરે ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા યુપીના કન્નૌજ અને મહારાષ્ટ્રના મુંબઈમાં 4 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. મુંબઈના વિલેપાર્લે, અંધેરી, ગોરેગાંવ અને મલાડમાં પુષ્પરાજ જૈન ઉર્ફે પમ્પીના સ્થાનો પર આવકવેરાના દરોડા ચાલુ છે. આ સિવાય કન્નૌજમાં મોહમ્મદ યાકુબ પરફ્યુમ પર પણ ઈન્કમ ટેક્સની રેઈડ ચાલી રહી છે. સવારે 7 વાગ્યાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

પિયુષ જૈનના કેટલાક ઠેકાણાં પર દરોડા દરમિયાન પુષ્પરાજ જૈનનું નામ સામે આવ્યું હતું. જૈનનો પરફ્યુમ, પેટ્રોલ પંપ અને કોલ્ડ સ્ટોરેજનો વ્યવસાય છે. તેમણે અખિલેશ યાદવ સાથે સમાજવાદી પાર્ટીનું પરફ્યુમ લોન્ચ કર્યું હતું. 


સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આજે પુષ્પરાજ જૈન સાથે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, તે પહેલા જ જૈનના ઘરે આઈટી વિભાગે રેડ પાડી હતી. અખિલેશ યાદવ થોડીવારમાં લખનૌથી કન્નૌજ જવા રવાના થશે. જ્યાં તેઓ કન્નૌજમાં એસપી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરશે.

આવકવેરા વિભાગની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા સમાજવાદી પાર્ટી તરફથી ટ્વિટ કરવામાં આવ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજમાં પ્રેસ કોન્ફરન્સની જાહેરાત કરતાની સાથે જ ભાજપ સરકારે એસપી એમએલસી પુષ્પરાજ જૈનના સ્થળો પર દરોડા પાડવાનું શરૂ કર્યું. ભાજપનો ડર અને ગુસ્સો સ્પષ્ટ છે, જનતા ભાજપને પાઠ ભણાવવા તૈયાર છે.


નોંધનીય છે કે પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈનના ઘરેથી દરોડામાં લગભગ 200 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. એવું બહાર આવ્યું હતું કે સમાજવાદી પાર્ટીનું અત્તર પી જૈન નામના વ્યક્તિએ બનાવ્યું હતું. જે પિયુષ જૈન નહીં પણ પુષ્પરાજ જૈન છે. સમાજવાદી પરફ્યુમના નિર્માતા પુષ્પરાજ જૈન છે. એ પણ નોંધવા જેવી બાબત છે કે પિયુષ જૈન અને પુષ્પરાજ જૈનના ઘર કન્નોજમાં એક જ રોડ ઉપર આવેલા છે અને બંને ઘર વચ્ચે માત્ર 500 મીટરનું અંતર છે. 

જોકે, પિયુષ જૈન સાથે કોઈ સબંધ હોવાની વાત પુષ્પરાજ જૈને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તેમની અને મારી વચ્ચે માત્ર એટલી સમાનતા છે કે અમારા બંનેની અટક જૈન છે. બાકી મારા તેમની સાથે કોઈ સબંધ નથી. મેં સમાજવાદી પાર્ટીનું પરફ્યુમ બનાવ્યું છે, પણ આ પહેલીવારનું નથી. પાર્ટી પોતાનું પરફ્યુમ લોન્ચ કરતી રહી છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top