ઓપ્પોના ડીલરો સામે ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી : ગુજરાતના આ જાણીતા ડીલરને ત્યાં દરોડા

ઓપ્પોના ડીલરો સામે ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી : ગુજરાતના આ જાણીતા ડીલરને ત્યાં દરોડા

12/21/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ઓપ્પોના ડીલરો સામે ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી : ગુજરાતના આ જાણીતા ડીલરને ત્યાં દરોડા

નવી દિલ્હી: મોબાઈલ કંપની ઓપ્પોના ડીલરો પર આજે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સકંજો કસવામાં આવ્યો છે અને તેના ભાગરૂપે અલગ-અલગ ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલે રાજકોટ સ્થિત પુજારા ટેલિકોમ ખાતે પણ બપોરે આવકવેરા વિભાગની ટીમ પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. 

ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા રાજકોટના સરદારનગર મેઈન રોડ પર આવેલ પુજારા ટેલિકોમની ઓફીસ તેમજ હરિહર સોસાયટીમાં આવેલા માલિકો યોગેશભાઈ પુજારા અને રાહિલભાઈ પુજારાને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત એક ટીમ કંપનીના CA ની ઓફિસે પણ પહોંચી ગઈ હતી. 


આયકર વિભાગ દ્વારા હાલ કંપનીની ઓફિસ તેમજ માલિકોના રહેઠાણ ખાતે દસ્તાવેજો અને હિસાબ ચકાસવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી મોડી સાંજ સુધી કે આવતીકાલે પણ જારી રહી શકે છે તેમ મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.

ઉપરાંત, આ કાર્યવાહી અંગે રાજકોટની ઇન્કમ ટેક્સ વિભાગની વિંગ તદ્દન અજાણ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જાણવા મળ્યા અનુસાર, કાર્યવાહીમાં રાજકોટના કોઈ અધિકારી સામેલ નથી. જોકે, આ અંગે વધુ જાણકારી તો વિભાગ દ્વારા અધિકારીક નિવેદન જારી કરવામાં આવે ત્યારબાદ જ મળી શકશે. 


ટેલિકોમ ક્ષેત્રે પુજારાનું મોટું નામ

નોંધવું જોઈએ કે રાજકોટ સહિત આખા રાજ્યમાં પુજારા ટેલિકોમની અનેક બ્રાંચ આવેલી છે તેમજ મોબાઈલ વિક્રેતા તરીકે કંપની ખૂબ મોટું નામ ધરાવે છે. સમગ્ર ગુજરાતમાં તેમના 150 થી વધુ સ્ટોર આવેલા છે. પૂજાર ટેલિકોમ ઓપ્પોના ગુજરાતના મુખ્ય ડીલર છે. બીજી તરફ દરોડામાં રાજકીય કનેક્શન અંગેની ચર્ચા પણ ચાલી રહી છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. તપાસ બાદ શું સામે આવે તે જોવું રહ્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top