આ કંપનીએ વેબ સિરીઝ જોવા માટે તમામ કર્મચારીઓને રજા આપી દીધી, કહ્યું- એક બ્રેક તો બનતા હૈ!

આ કંપનીએ વેબ સિરીઝ જોવા માટે તમામ કર્મચારીઓને રજા આપી દીધી, કહ્યું- એક બ્રેક તો બનતા હૈ!

09/02/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

આ કંપનીએ વેબ સિરીઝ જોવા માટે તમામ કર્મચારીઓને રજા આપી દીધી, કહ્યું- એક બ્રેક તો બનતા હૈ!

પ્રાઈવેટ સેક્ટર વિશે માન્યતા છે કે અહીં કર્મચારીઓને એટલી રજાઓ નથી મળતી કે રજા મેળવવા માટે ઠોસ કારણો હોવા જરૂરી છે. પરંતુ બીજી તરફ એવી કંપનીઓ પણ છે જે પોતાના કર્મચારીઓને માત્ર એટલા માટે રજા આપી રહી છે જેથી તેઓ એક વેબ સિરીઝની રીલીઝ થઇ રહેલી નવી સિઝન જોઈ શકે!

આવતીકાલે ત્રીજી સપ્ટેમ્બરે દુનિયાભરમાં સૌથી વધુ જોવાયેલી વેબ સીરીઝમાંની એક મની હાઈસ્ટની પાંચમી સિઝનનો પહેલો ભાગ રિલીઝ થવા જઈ રહ્યો છે. સીરીઝની આ અંતિમ સિઝનના કુલ દસ એપિસોડ છે. જેમાંથી પાંચ આવતીકાલે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ રીલીઝ થઇ રહ્યા છે અને બાકીના પાંચ એપિસોડ 3 ડિસેમ્બરના રોજ રીલીઝ કરવામાં આવશે.


મની હેઈસ્ટના દુનિયાભરના ચાહકો આતુરતાથી આ સિઝનની રાહ જોઈ રહ્યા છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ ઉપર આ સિઝન લોન્ચ થશે. તેના અગાઉના ભાગ પણ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. મની હેઈસ્ટની પાંચમી સિઝન રીલીઝ થવાની તારીખ સામે આવી ત્યારથી જયપુરની એક કંપની સતત ચર્ચામાં છે. આ આઈટી કંપનીએ ત્રીજી સપ્ટેમ્બરે રજા જાહેર કરી છે. કારણ છે, મની હેઈસ્ટની પાંચમી સિઝન જોવા!

રાજસ્થાનના જયપુર સ્થિત આઈટી કંપની ‘વર્વી લોજિકે’ પોતાના કર્મચારીઓને એક મેઈલ મોકલીને આ નેટફ્લિક્સ એન્ડ ચિલ હોલીડે અંગે જાણકારી આપી છે. જેની તસવીર સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી શેર કરવામાં આવી રહી છે.

લેટરમાં કહેવામાં આવ્યું છે, ‘કંપનીએ 3 સપ્ટેમ્બરના રોજ મની હાઈસ્ટ સિઝન-5 રિલીઝ થવાની હોઈ નેટફ્લિક્સ એન્ડ ચિલ હોલીડે ઘોષિત કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું છે કે અમે અમારા ઈ-મેઈલ ઉપર રજાના ખોટા મેઈલથી બચવા માટે, માસ બંક રોકવા માટે અને કર્મચારીઓના નંબર બંધ થવાથી રોકવા માટે આ નિર્ણય લીધો છે. ક્યારેક આરામ કરવાથી પણ તમને ઉર્જા મળે છે.’


કંપનીના સીઈઓએ કહ્યું, ‘અમે કર્મચારીઓનો આભાર વ્યક્ત કરીએ છીએ જેમણે આ મુશ્કેલ સમયમાં પણ વર્ક ફ્રોમ હોમ કરીને ઘણું સારું કામ કર્યું છે. આટલા કામ પછી એક બ્રેક તો હોવો જ જોઈએ. સાથે કહ્યું છે કે, પોપકોર્ન લઇ લો, એક જગ્યાએ બેસી જાઓ અને પ્રોફેસર અને તેમની આખી ટીમને અંતિમ વખત આવજો કહેવા માટે તૈયાર થઇ જાઓ. લેટરને અંતે મની હાઈસ્ટના પ્રસિદ્ધ ગીત, ‘બેલા ચાઓ’ના શબ્દો લખવામાં આવ્યા છે.

‘મની હાઈસ્ટ’ એક સ્પેનિશ ટીવી સિરીઝ છે. જેનું સ્પેનિશ નામ ‘લા કાસા દ પપેલ’ છે. જેનો અર્થ થાય છે; કાગળનું ઘર. આ સિરીઝ પહેલા સ્પેનિશ ભાષામાં રીલીઝ થઇ હતી. જેને શરૂઆતમાં તો સારો પ્રતિસાદ મળ્યો પરંતુ બે સિઝન પૂર્ણ થયા બાદ તેની લોકપ્રિયતા ખાસ્સી ઘટી ગઈ હતી.

ત્યારબાદ તેના રાઈટ્સ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ દ્વારા ખરીદી લેવામાં આવ્યા અને તેને મની હાઈસ્ટ નામથી અંગ્રેજી ભાષામાં ડબ કરીને રીલીઝ કરવામાં આવી. નેટફ્લિક્સ ઉપર આ સીરીઝને અદ્ભુત પ્રતિસાદ મળ્યો અને તેની ચાર સિઝન રિલીઝ થઇ ચુકી છે.

આ સીરીઝનું મુખ્ય પાત્ર ‘પ્રોફેસર’ દુનિયાભરમાં લોકપ્રિય થઇ ચુક્યું છે. ભારતમાં પણ આ સીરીઝને ઘણી લોકચાહના મળી છે. સિરીઝની છેલ્લી સિઝનનો પહેલો ભાગ આજે મધ્યરાત્રિએ રિલીઝ થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top