જાવેદ હબીબે મહિલાના માથા પર થૂંકીને વાળ કાપ્યા, કહ્યું- ‘ઇસ થૂંક મેં જાન હૈ’, વિડીયો વાઈરલ

જાવેદ હબીબે મહિલાના માથા પર થૂંકીને વાળ કાપ્યા, કહ્યું- ‘ઇસ થૂંક મેં જાન હૈ’, વિડીયો વાઈરલ

01/06/2022 National

SidhiKhabar

SidhiKhabar

જાવેદ હબીબે મહિલાના માથા પર થૂંકીને વાળ કાપ્યા, કહ્યું- ‘ઇસ થૂંક મેં જાન હૈ’, વિડીયો વાઈરલ

ભારતના પ્રખ્યાત હેર સ્ટાયલિશ જાવેદ હબીબ વિવાદમાં સપડાયા છે. જાવેદ હબીબ પર વાળ કાપતી વખતે વાળ પર થૂંકવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના બાગપતની એક પાર્લર સંચાલક મહિલાએ આ આરોપ મૂક્યો છે. આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઇ રહ્યા છે.

જાવેદ હબીબનો એક વિડીયો વાઈરલ થયો છે, જેમાં દેખાય છે કે તેઓ એક મહિલાના વાળ કાપતી વખતે પાણીનો ઉપયોગ કરવાની જગ્યાએ તેની પર થૂંકે છે. એટલું જ નહીં, જાવેદ હબીબ કહેતા સંભળાય છે કે, ‘ઇસ થૂંક મેં જાન હૈ.’ આ વિડીયો સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે અને જાવેદની ટીકા થઇ રહી છે.


આ વિડીયો એક કાર્યક્રમનો છે. જેમાં જાવેદ હબીબને એક મહિલાના વાળ પર થૂકતા જોઈ શકાય છે. તે પાણીને બદલે થૂંકનો ઉપયોગ કરે છે. સાથે ટિપ્પણી પણ કરે છે, જે સાંભળ્યા બાદ ત્યાં હાજર લોકો હસવા માંડે છે. પીડિત મહિલાએ એક વિડીયો જારી કરીને પોતાની આપવીતી કહી છે.


'ગલીના નાકે સલૂનમાં વાળ કપાવી લઈશ, જાવેદ હબીબ પાસે નહીં કપાવું'

આ મહિલાનું નામ પૂજા ગુપ્તા છે. વિડીયોમાં તે કહે છે કે, તે બદૌતની રહેવાસી છે અને તેનું એક બ્યુટી પાર્લર છે. તે કહે છે, ‘ગઈકાલે મેં જાવેદ હબીબ સરનો સેમિનાર અટેન્ડ કર્યો હતો. જેમાં તેમણે સ્ટેજ ઉપર જ મને હેર કટ માટે આમંત્રણ આપ્યું હતું અને તેમણે ગેર વર્તન કર્યું. તેમણે એ બતાવ્યું કે જો તમારી પાસે પાણી ન હોય તો કઈ રીતે થૂંકથી પણ વાળ કાપી શકાય છે. ત્યારબાદ મેં હેરકટ ન કરાવ્યા. હું કોઈ પણ ગલીના નાકે આવેલ સલૂનમાં વાળ કપાવી લઈશ પણ જાવેદ હબીબ પાસે નહીં કપાવું.

એક મીડિયા અહેવાલ અનુસાર, આ વિડીયો ત્રણ જાન્યુઆરીનો છે. આ કાર્યક્રમ મુજફ્ફરનગરમાં આયોજિત થયો હતો. જેમાં જાવેદ હબીબ એક મહિલાને હેરકટ માટે સ્ટેજ પર બોલાવે છે અને વાળ કાપવા પહેલા કહે છે કે, વાળ ગંદા છે. ગંદા છે કારણ કે શેમ્પૂ નથી લગાવ્યું. ધ્યાનથી સાંભળો, પાણી ન હોય તો...’(કહીને મહિલાના વાળ પર થૂંકે છે અને લોકો તાળી પાડવા માંડે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top