અનંત સિંહ જેલમાંથી જીત્યા, મોકામામાં સૂરજભાન સિંહની પત્ની વીણા દેવીને હરાવ્યા, જાણો કેટલા મતે જીત્યા
બાહુબલી અનંત સિંહ મોકામા વિધાનસભા સીટથી જીત્યા છે, જે ચૂંટણી પહેલા ખૂબ વિવાદોમાં હતા. તેમણે નજીકની હરીફ વીણા દેવીને હરાવ્યા છે. વીણા દેવી પૂર્વ સાંસદ અને બાહુબલી સૂરજભાન સિંહની પત્ની છે. તેમને RJD તરફથી ટિકિટ મળી હતી. આ બેઠક પર 25 રાઉન્ડમાં મતગણતરી થઈ છે. અનંત સિંહ 29,710 મતોથી જીત્યા.
અનંત સિંહ મોકામાથી જીતના મામલે રેકોર્ડ બનાવી રહ્યા છે. તેઓ છઠ્ઠી વખત જીત્યા છે. આ વખતે મોકામા વિધાનસભા બેઠક એટલા માટે ચર્ચામાં હતી કારણ કે અહીં ત્રિકોણીય મુકાબલો થવાની સંભાવના હતી. સતત 5 વખત ધારાસભ્ય રહી ચૂકેલા અનંત સિંહને RJDના મજબૂત નેતા સૂરજભાન સિંહની પત્ની વીણા દેવી અને જન સૂરાજ પાર્ટીના પીયૂષ પ્રિયદર્શી સામે ટક્કર હતી.
પિયુષ જ્ઞાતિ સમીકરણમાં ધાનુક જ્ઞાતિમાંથી આવે છે અને તેણે પોતાની જ્ઞાતિના મતો મજબૂત કરવા માટે પોતાની તમામ તાકત લગાવી દીધી હતી. જોકે, ચૂંટણી પ્રચાર દરમિયાન પીયૂષ અને અનંત સિંહનો કાફલો સામસામે આવી જતા વિવાદ થયો હતો. બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. પથ્થરમારો થયો હતો. ગોળી પણ ચલાવવામાં આવી હતી જેમાં જન સૂરાજના સમર્થક દુલારચંદ યાદવનું મોત થઇ ગયું હતું. આ મામલામાં FIR બાદ અનંત સિંહને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા. અત્યારે તેઓ જેલમાં છે, પરંતુ જનતાએ તેમને મોકામાના આશીર્વાદ આપ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp