ધાકડ મુવી સુપર ફ્લોપ ગઈ બાદ હવે કંગના એ પોતાની ચુપ્પી તોડી, જાણો એવું તે શું કહ્યું

ધાકડ મુવી સુપર ફ્લોપ ગઈ બાદ હવે કંગના એ પોતાની ચુપ્પી તોડી, જાણો એવું તે શું કહ્યું

06/08/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

ધાકડ મુવી સુપર ફ્લોપ ગઈ બાદ હવે કંગના એ પોતાની ચુપ્પી તોડી, જાણો એવું તે શું કહ્યું

કંગના રણૌતે આખરે પોતાની મુવી ધાકડ સુપર ફ્લોપ જવા પર ચુપ્પી તોડી છે. કંગના પોતાને બૉલીવુડ ની કવીન માને છે. જોકે તેની હાલમાં રિલીઝ થયેલી મુવી ધાકડ ખુબજ ગંદી રીતે બોક્સ ઓફીસ પર પીટાઈ ગઈ છે અને તે મુવી કુલ 4 કરોડ પણ કમાણી કરી શકી નથી. 4 કરોડ કમાણી કરવમાં પણ ધાકડ મુવી ને હાફ ચડી ગયો હતો મુવીને કંગના ના એક્શન પણ ડૂબતા બચાવી શકી નહોતી. પરંતુ હાલમાં આ વિશે કંગના એ રિએક્શન આપ્યું છે.


કંગના પોતાને કવીન અને ધાકડ માને છે.

કંગના પોતાને કવીન અને ધાકડ માને છે.

કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા છે જેમાં તેણે બોલીવુડની કવીન પણ કહેવામાં આવી છે. કંગના એ આ સ્ટોરીમાં લખ્યું છે કે 2016 માં મેં 160 કરોડની સુપર ડુપર હિટ મુવી મણિકર્ણીકા આપી હતી. 2020 માં કોવિડનું હતું. 2021 માં મેં મારા કરિયરની સૌથી મોટી ફિલ્મ થલાઇવી આપી હતી જે OTT પર આવી હતી અને ખુબજ સફળ રહી હતી. હું ઘણું નેગેટિવ જોઈ રહી છું, પરંતુ 2022 નું વર્ષ બ્લોકબસ્ટર લોક અપ ને હોસ્ટ કરવાનું હતું, અને તે હજુ પૂરું નથી થયું, આ વર્ષથી મને હજુ ઘણી આશા છે.


કંગના એ આ વર્ષે OTT પર ડેબ્યુ કર્યું હતું.

કંગના એ આ વર્ષે OTT પર ડેબ્યુ કર્યું હતું.

કંગના નું કહેવું છે કે હમણાં ઘણા લોકો કંગના વિશે નેગેટિવિટી ફેલાવી રહ્યા છે અને જેનો મારે સામનો કરવો પડી રહ્યો છે પરંતુ લોક અપ ખુબજ સારો શો રહ્યો છે મારા માટે અને એથી જ હું આ વર્ષે ખુબજ પોઝીટીવ છું. કંગનાએ એકતા કપૂરના આ શો દ્વારા પ્રથમ વાર હોસ્ટિંગ માં ડેબ્યુ કર્યું હતું અને આ સાથે જ તેને OTT પર થલાઇવી સાથે એન્ટ્રી કરી હતી. આ શો એ ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે.


કંગના ની ધાકડ ફ્લોપ જતાં લોકો સેલિબ્રેટ કરી રહ્યા છે.

કંગના ની ધાકડ ફ્લોપ જતાં લોકો સેલિબ્રેટ કરી રહ્યા છે.

કંગનાની ધાકડ 20 મે એ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. કાર્તિક આર્યનની ભુલ ભુલૈયાં 2 સાથે એની ક્લેશ થઈ હતી. બોક્સ-ઓફિસની આ ટક્કર કાર્તિક આર્યને ખૂબ જ સારો બિઝનેસ કરીને જીત મેળવી છે. આ ફિલ્મ હજી પણ બોક્સ-ઓફિસ પર ચાલી રહી છે જ્યારે કંગનાની ફિલ્મ એક અઠવાડિયા પહેલા જ થિયેટર્સમાંથી ગાયબ થઈ ગઈ હતી. કંગનાની ફિલ્મ સુપર ફ્લોપ જવાથી સોશ્યલ મીડિયા પર લોકોએ તેના ખૂબ જ મજા લીધા હતા કારણ કે કંગના પણ ક્યારેય કોઈને છોડતી નથી. તેની ફ્લોપને લોકોએ સેલિબ્રેટ કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top