કંગના રાણાવતે સલમાન ખાન સાથે ઉજવી ઈદ, પાર્ટીનો આ વિડીયો જોઈ ફેન્સ રહી ગયા હેરાન

કંગના રાણાવતે સલમાન ખાન સાથે ઉજવી ઈદ, પાર્ટીનો આ વિડીયો જોઈ ફેન્સ રહી ગયા હેરાન

05/04/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

કંગના રાણાવતે સલમાન ખાન સાથે ઉજવી ઈદ, પાર્ટીનો આ વિડીયો જોઈ ફેન્સ રહી ગયા હેરાન

સુપર સ્ટાર (Super star) સલમાન ખાનની (Salman Khan) બહેન અર્પિતા ખાને ઈદના અવસર પર પોતાના ઘરે શાનદાર પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બૉલીવુડના તમામ મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. જો કે સૌથી વધુ લાઈમલાઈટમાં કંગના રહી. કંગના ખુબ ઓછી જ આવી સ્ટાર્સ પાર્ટીમાં જોવા મળે છે. સલમાનની બહેન અર્પિતા ખાનના ઘરે થયેલી ઈદ પાર્ટીમાં (Eid party) કંગનાને જોઈ ખુબ હેરાન થઇ ગયા.


કંગના ઘણી ખુશ દેખાતી હતી :

આ દરમિયાન કંગના રાણાવતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. ઈદ પાર્ટીમાં કંગના ખૂબ જ સુંદર ટ્રેડિશનલ લુકમાં પહોંચી હતી. કંગનાએ કારમાંથી નીચે ઉતરતાની સાથે જ ફોટોઅપ દરમિયાન પાપારાઝીને ઘણા પોઝ આપ્યા હતા. અને ફ્લાઈંગ કિસ કરી. આ દરમિયાન કંગના ઘણી ખુશ દેખાઈ રહી હતી. કંગનાએ બધાને ઈદ મુબારક કહી અને ઈદની શુભેચ્છા પાઠવ્યા બાદ અભિનેત્રી અર્પિતાના ઘરની અંદર સેલિબ્રેશનમાં પહોંચી હતી.


કંગના રાણાવતનો ઈદ લૂક :

કંગનાનો ઈદનો લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આ અભિનેત્રી ખૂબ જ હેવી શરારા સૂટમાં જોવા મળી હતી. કંગનાના ડીપ નેકલાઇન શરારા સૂટ પર ઝરી વર્ક હતું. આ સાથે, અભિનેત્રીએ ચોકર નેકલેસ અને મોટા ઇયરપીસ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો. કંગનાનો ન્યૂડ મેકઅપ અને વાળનો જુડો લુકમાં જાન નાખતો હતો.


શું કંગના અને સલમાન ફિલ્મમાં સાથે જોવા મળશે ?

અર્પિતા ખાનના ઘરે આયોજિત આ ભવ્ય પાર્ટીમાં કંગના રાણાવતે ગ્રાન્ડ એન્ટ્રી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સલમાન ખાનની બહેન અર્પિતા ખાનની ઈદ પાર્ટીમાં કંગનાના ભાગ લેવાના કારણે ચાહકોમાં ભારે એક્સાઇટમેન્ટ છે. લોકો અનુમાન લગાવવા લાગ્યા છે કે આ સાથે કંગના અને સલમાન ખાન વચ્ચેનું અંતર પણ ઘટશે. કંગનાની આ સ્ટાઈલ જોયા બાદ ચર્ચા જોરમાં છે કે શું હવે કંગના અને સલમાનની જોડી પણ કોઈ ફિલ્મમાં દેખાઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top