કંગના રનૌતે બોલ્ડનેસની તમામ હદો પાર કરી; ઝડપથી થઇ રહ્યો છે વિડીયો વાઈરલ

કંગના રનૌતે બોલ્ડનેસની તમામ હદો પાર કરી; ઝડપથી થઇ રહ્યો છે વિડીયો વાઈરલ

05/06/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

કંગના રનૌતે બોલ્ડનેસની તમામ હદો પાર કરી; ઝડપથી થઇ રહ્યો છે વિડીયો વાઈરલ

ગ્લેમર ડેસ્ક : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ટૂંક સમયમાં જ ફિલ્મ 'ધાકડ'માં જોવા મળવાની છે. અભિનેત્રીએ આ આગામી ફિલ્મનું પ્રમોશન પણ શરૂ કરી દીધું છે. આ ફિલ્મના ટ્રેલર બાદ પહેલું ગીત રિલીઝ થવાનું છે. આ પહેલા અભિનેત્રીએ 'શી ઈઝ ઓન ફાયર' ગીતનું ટીઝર રિલીઝ કર્યું છે. ગીતના ટીઝરમાં કંગના રનૌતનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.


વીડિયોમાં કંગનાની બોલ્ડ સ્ટાઈલ

આ ગીતનું ટીઝર કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યું છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ગીતનો આ બોલ્ડ ટીઝર વીડિયો અને તેમાં કંગનાની સ્ટાઈલ જોયા બાદ હવે બધા આ ગીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


બાદશાહે ગીત ગાયું

બાદશાહે ગીત ગાયું

બાદશાહે 'શી ઈઝ ઓન ફાયર' ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. આ ગીતમાં કંગના રનૌત ઉપરાંત અર્જુન રામપાલ પણ જોવા મળશે. આ ગીતમાં તમને કંગના રનૌતના ઘણા અવતાર જોવા મળશે. ટીઝર શેર કરવાની સાથે કંગનાએ લખ્યું, 'આગ એટલી ભીષણ છે કે ફાયર બ્રિગેડ પણ તેને ઓલવી શકતું નથી!'


કંગના એક્શન સીન્સ

'ધાકડ' એક એક્શન થ્રિલર ફિલ્મ છે જેમાં કંગનાનો એક્શન અવતાર જોવા મળશે. બંદૂક ચલાવવાથી લઈને વિલન સાથે લડવા સુધી, તે આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને રજનીશ ઘાઈ ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં કંગના રનૌત ઉપરાંત અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા જોવા મળશે. આ ફિલ્મ 24મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top