આવતીકાલે કાંકરિયા જવાનું વિચારતા હોવ તો માંડી વાળજો! કાંકરિયા તળાવ, કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય બંધ રહેશે, જાણો શું છે કારણ
આવતીકાલે અમદાવાનું પ્રખ્યાત ‘કાંકરિયા તળાવ’ બંધ રહેશે. તેનું કરા છે કે અમદાવાદના મણિનગરમાં આવેલા ટ્રાન્સ્ટેડિયા ખાતે 11 ઑક્ટોબર, 2025ના રોજ 70મા ફિલ્મફેર ઍવૉર્ડનું આયોજન થવાનું છે. આ દરમિયાન VIP મૂવમેન્ટ અને ટ્રાફિક હોવાના કારણે પ્રશાસને 11 ઑક્ટોબર, શનિવારના રોજ કાંકરિયા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
આ વખતે 70મા ફિલ્મફેર એવોર્ડના આયોજન માટે ટુરિઝમ કોર્પોરેશન અને વર્લ્ડ વાઇડ મીડિયા વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સતત બીજી વખત ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ ગિફ્ટ સિટી ખાતે 69મા ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે ફિલ્મ ફેર માટે થયેલા કરાર દરમિયાન અભિનેતા વિક્રાંત મેસ્સી અને કરણ જૌહર પણ ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ફિલ્મ ફેર સાથે કરાર કરવામાં આવ્યા હતા. શનિવારે બોલિવૂડના કલાકારો સહિતના સ્ટાર આવશે.
આ દરમિયાન શહેરમાં ટ્રાફિની સમસ્યા કે અન્ય કોઈ ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને 11 ઑક્ટોબરે કાંકરિયા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કાંકરિયા તળાવ, કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય સહિત શનિવારના દિવસે બંધ રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp