કેટરિના અને વિકી કૌશલના લગ્ન : રાજસ્થાનમાં ૪૫ હોટેલ બુક કરાઈ, જાણો કોણ-કોણ હાજરી આપી શકે

કેટરિના અને વિકી કૌશલના લગ્ન : રાજસ્થાનમાં ૪૫ હોટેલ બુક કરાઈ, જાણો કોણ-કોણ હાજરી આપી શકે

11/30/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

કેટરિના અને વિકી કૌશલના લગ્ન : રાજસ્થાનમાં ૪૫ હોટેલ બુક કરાઈ, જાણો કોણ-કોણ હાજરી આપી શકે

બોલિવુડ અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલ 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો સોશિયલ મીડિયા ઉપર પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં રાજસ્થાનમાં લગ્ન કરશે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવારા નામના શાહી મહેલમાં લગ્નની વિધિ શરૂ કરતા પહેલા દંપતી મુંબઈ (Mumbai)માં કોર્ટ મેરેજ કરશે. તેમના રાજસ્થાન (Rajasthan) લગ્નના મહેમાનોની યાદીમાં કરણ જોહર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી અને અન્ય લોકોના નામ સામેલ છે.


રાજસ્થાનમાં લગભગ ૪૫ હોટેલ બુક

રાજસ્થાનમાં લગભગ ૪૫ હોટેલ બુક

એક રિપોર્ટ અનુસાર, ડિસેમ્બરમાં યોજાનારા વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન માટે રાજસ્થાનમાં લગભગ ૪૫ હોટેલ બુક કરવામાં આવી છે. બંને ૯ મી ડિસેમ્બરના રોજ પરિવાર અને મિત્રોની હાજરીમાં સાત ફેરા લેશે તેમ પણ અહેવાલો જણાવી રહ્યા છે. 

મીડિયા અહેવાલ મુજબ, કપલના નજીકના મિત્રએ ખુલાસો કર્યો કે, વિકી અને કેટરિના (Katrina Kaif) લગ્ન સંબંધિત તમામ આયોજનમાં વ્યસ્ત છે અને તેમણે લગ્ન બાદ ઇન્ડસ્ટ્રીના મિત્રો જેઓ લગ્નમાં નહીં આવી શકે તેમના માટે મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કરવાનું નક્કી કર્યું છે.


વિકી કૌશલ અને કેટરિનાના લગ્નમાં બોલિવુડ ઇન્ડસ્ટ્રીના અનેક સ્ટાર અભિનેતાઓને આમંત્રણ આપવામાં આવી શકે છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહરૂખ ખાન તેમજ સલમાન ખાન પણ લગ્નમાં હાજરી આપશે.

દરમિયાન, સોમવારે વિકી કૌશલ કેટરીનાના ઘરે જોવા મળ્યો હતો. અગાઉ એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, બંને ટૂંક સમયમાં લગ્નની જાહેરાત કરી શકે છે. જોકે, અત્યાર સુધી કેટરીના અને વિકીએ લગ્ન વિશે મૌન જ રાખ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top