ભૂલાઈ ગયેલું રત્ન; જેમણે કોર્ટમાં અને હિંદુઓની સામૂહિક સ્મૃતિમાં જ્ઞાનવાપીની લડાઈને જીવંત રાખી

ભૂલાઈ ગયેલું રત્ન; જેમણે કોર્ટમાં અને હિંદુઓની સામૂહિક સ્મૃતિમાં જ્ઞાનવાપીની લડાઈને જીવંત રાખી હતી

05/17/2022 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

ભૂલાઈ ગયેલું રત્ન; જેમણે કોર્ટમાં અને હિંદુઓની સામૂહિક સ્મૃતિમાં જ્ઞાનવાપીની લડાઈને જીવંત રાખી

નેશનલ ડેસ્ક : ઉત્તરપ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જીદમાં ઘણા વિવાદો પછી સર્વેનું કામ આજે પૂર્ણ થયું છે અને આવતીકાલે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ સર્વેમાં મળી આવેલ પુરાવાઓને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ અહીં એક એવા ભૂલાયેલ રત્નની વાત કરવી છે, જેમણે દાયકાઓ લાંબી લડત આપીને આ કેસને જીવંત રાખવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.


આસ્થાને કાયમ કરવામાં જેમનું સૌથી મોટું યોગદાન

આસ્થાને કાયમ કરવામાં જેમનું સૌથી મોટું યોગદાન

પરંતુ ખૂબ દુખદ ઘટના છે કે દેશ આઝાદ થયા બાદ જ્ઞાનવાપીની લડતને ચાલુ રાખવામાં અને હિંદુઓની આસ્થાને કાયમ કરવામાં જેમનું સૌથી મોટું યોગદાન હતું તે પંડિત કેદારનાથ વ્યાસ આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી. ભારતને આઝાદી મળી એ સમયે દેશના ધર્મ આધારિત ભાગલા પણ થયા. આઝાદીના આનંદની સાથે સાથે દેશમાં હિંદુ અને મુસ્લિમ­­ પ્રજા વચ્ચેનું વૈમનસ્ય પણ ચરમસીમાએ હતું. મોગલ કાળમાં હિંદુ આસ્થાના અનેક કેન્દ્રો વિધર્મી શાસકો દ્વારા રૂપાંતરણ પામીને પોતાની મૂળ ઓળખ ગુમાવી ચૂક્યા હોવાની ફરિયાદ હિન્દુઓને શરૂથી રહી છે. જેમાં કેટલાક ઐતિહાસિક તથ્યો પણ કારણભૂત છે. જ્ઞાનવ્યાપી મસ્જીદ પણ આવું જ એક ધાર્મિક સ્થળ છે. એવા સંજોગોમાં પંડિત કેદારનાથ વ્યાસે 15 ઓગસ્ટ 1947ના દિવસે એકલા હાથે લડત આપીને જ્ઞાનવ્યાપી ખાતેની મસ્જિદમાં મુસ્લિમોને નમાજ કરવા દીધી નહોતી. અને હિંદુઓની આસ્થાને જીવંત રાખી હતી.


પંડિત કેદારનાથ વ્યાસે કાશીના મંદિરો પર ઘણા સંશોધન કર્યા હતા તેમજ તેના પર પુસ્તકો પણ લખ્યા જેમાંથી તેમણે 16 પુસ્તકો પ્રકાશિત કર્યા છે. તેમનું  સૌથી લોકપ્રિય પુસ્તક 'કાશી ખંડોક્ત પંચક્રોશાત્મક જ્યોતિર્લિંગ માહાત્મ્ય'ને બતાવવામાં છે. ફક્ત ભારતીય ભાષા જ નહિ પરંતુ જાપાનીઝ, ચાઈનીઝ, જર્મન અને સ્પેનિશ ભાષામાં પણ તેમના પુસ્તકો અનુવાદિત થયા છે.


પ્રાચીન વ્યાસ ભવનને તોડી પાડવામાં આવ્યું

વર્ષ 2017 દરમિયાન વિશ્વનાથ મંદિરના વિસ્તરણ હેઠળ બનાવવામાં આવી રહેલા કોરિડોર માટે જ્ઞાનવાપી સંકુલમાં પં. કેદારનાથના પ્રાચીન વ્યાસ ભવનને તોડી પાડવામાં આવ્યું હતું. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી, મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ પણ તેમના નિવાસસ્થાને મળવા માટે ગયા હતા. માત્ર દેશના જ નહિ પરંતુ જર્મની, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ જેવા દેશોમાંથી પણ વિદ્વાનો વ્યાસ ભવનમાં ચર્ચા-વિચારણા કરવા માટે આવતા હતા.


વિદેશોથી પણ વિદ્વાનો વ્યાસ ભવનમાં આવતા

વિદેશોથી પણ વિદ્વાનો વ્યાસ ભવનમાં આવતા

વિશ્વનાથ કોરિડોર માટે કબજો લીધા વિના વ્યાસ ભવનને તોડવાથી પં. કેદારનાથને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો અને ત્યારબાદ તેમણે ભાડાના મકાનમાં પોતાની બાકીનું જીવન વિતાવ્યું હતું.

ત્રણ વર્ષ સુધી ભાડાના મકાનમાં રહ્યા બાદ 95 વર્ષની વયે શુક્રવારના રોજ  રાત્રે લગભગ નવ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કહેવામાં આવે છે કે તેઓ ઘણા સમયથી બીમાર હતા. શનિવારના રોજ  તેમની અંતિમ યાત્રા સ્મશાનગૃહ સુધી નીકળી હતી. મણિકર્ણિકા ઘાટ ખાતે તેમના ભત્રીજા જિતેન્દ્રનાથ વ્યાસ દ્વારા તેમની ચિતા પ્રગટાવવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top