Keto Diet: વજન ઘટાડવાનો આ શોર્ટકટ વધારી રહ્યો છે Long Term Diseaseનું જોખમ!

Keto Diet: વજન ઘટાડવાનો આ શોર્ટકટ વધારી રહ્યો છે Long Term Diseaseનું જોખમ!

09/27/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

Keto Diet: વજન ઘટાડવાનો આ શોર્ટકટ વધારી રહ્યો છે Long Term Diseaseનું જોખમ!

કીટો ડાયટ છેલ્લા કેટલાક સમયથી ટ્રેન્ડમાં છે. વજન ઓછુ કરવા માટે તથા સ્લીમ ફીટ રહેનારા લોકો વચ્ચે કીટો ડાયટ ઘણું જ ફેમસ છે. હકીકતમાં અત્યાધુનિક લો-કાર્બોહાઈડ્રેટ થવાના કારણે કીટો ડાયટ ઝડપથી માણસનું વજન ઘટાડે છે. પરંતુ અનેક Health Expertનું માનવુ છે કે કીટો ડાયટનું જોખમ અનેક Long Term Diseaseનું કારણ પણ બની શકે છે.તાજેતરમાં આ અંગે ‘Frontiers in Nutrition’ અને ‘Seven Medicine’માં એક અહેવાલ પ્રકાશિત થયો હતો. સંશોધકોએ નોંધ્યુ છે કીટોજેનિક ડાયેટ ન માત્ર કાર્બોહાઈડ્રેટની ઉણપને સીમિત કરે છે. પરંતુ તેનાથી ચયાપચયની કામગીરીને પણ અસર પહોંચે છે.


એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, વિશ્લેષણના આધારે કેટલાક સંશોધકનું એવું પણ કહેવું છે કે, કેટો ડાયેટમાં માંસ, ચીઝ, તેલ સહિત ચરબીના મુખ્ય ઘટકો હોવાને કારણે શરીરને ચોક્કસ પોષક તત્વો મળતા નથી. આ જ કારણ છે કે, કેટો ડાયેટ કરતા લોકોને અમુક બીમારીઓનું જોખમ વધારે રહે છે. કીટો ડાયટમાં હાજર ફૂડ પ્રોડક્ટ મોટા આંતરડાના કેન્સર, Heart disease અને Alzheimer જેવી બીમારીઓનું કારણ બની શકે છે. સ્ટડીમાં આ દાવો કરવામાં આવ્યો છે કે કીટોજેનિક ડાયટ કિડનીથી જોડાયેલી મુશ્કેલી અથવા ડાયાબિટીસ જેવી બીમારીઓને આમંત્રણ આપે છે.  તેનાથી કબજિયાત, થાકની સાથે સાથે કેટલાક લોકોમાં LDL કોલેસ્ટ્રોલના કણોમાં વૃધ્ધિ થઇ શકે છે. જે હ્રદય રોગનુ પ્રમુખ કારણ હોય છે.


શું છે કીટો ડાયેટ?

શું છે કીટો ડાયેટ?

આજકાલ લોકો કીટો ડાયેટ અથવા કીટોજેનિક ડાયેટ કરીને પોતાને ફિટ રાખે છે. કીટો ડાયેટમાં ઓછા કાર્બોહાઇડ્રેડ વાળા ખાદ્યપદાર્થ સામેલ કરવામાં આવે છે. આ ડાયેટમાં લિવરમાં કીટોન ઉત્પન્ન થાય છે. તેથી આ ડાયેટને કીટોજેનિક ડાયેટ, લો કાર્બ ડાયેટ કે ફેટ ડાયેટ જેવા નામથી ઓળખવામાં આવે છે.

કીટોજેનિક ડાયેટમાં લોકો પોતાના ભોજનમાં એવા પદાર્થોને સામેલ કરે છે જેમાં કાર્બોહાઇડ્રેડ હોતા નથી. કીટોજેનિક ડાયેટમાં કાર્બોહાઇડ્રેડ અને પ્રોટીનની સીમા નિર્ધારિત કરી દેવામાં આવે છે. કેટો ડાયેટમાં ચરબી વધારે હોય છે. આહારમાં થોડું ઓછું પ્રોટીન અને સૌથી ઓછું કાર્બોહાઈડ્રેટ લેવામાં આવે છે. જેના કારણે તે વજન ઘટાડવા માટે ઉપયોગી થાય છે. સરેરાશ કેટો ડાયેટમાં 75 ટકા ચરબી, 20 ટકા પ્રોટીન અને માત્ર 5 ટકા કાર્બોહાઈડ્રેટ હોય છે. આ આહાર પાછળનું મુખ્ય કાર્ય કાર્બોહાઈડ્રેટના તમામ સ્ત્રોતોને દૂર કરવાનું અને શરીરની ચરબીને તેના સ્થાને ઉર્જા તરીકે વાપરવાનું છે.


Keto Diet માં સામેલ પદાર્થ

Keto Diet માં સામેલ પદાર્થ

કીટો ડાયટમાં કાર્બ્સની ફેટવાળી વસ્તુઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેમાં માંસ, ફેટી ફિશ, ઈંડા, માખણ અને ક્રીમ, ચીજ, અખરોટ, બદામ, ઓઈલ, એવોકાડો, લીલા શાકભાજી અને અનેક પ્રકારના મસાલા સામેલ હોય છે.


Keto Diet માં કઈ કઈ બાબતો ટાળવી જોઈએ?

Keto Diet કરનારા લોકોએ વધુ કાર્બાઈડ વાળી વસ્તુઓથી દૂર રહેવું પડે છે. તેમાં શુગર ફૂડ, આખા અનાજ, ફળ, રાજમા, દાળ, બટાકા, શક્કરિયા, ગાજર અને મધ જેવી અનેક વસ્તુઓથી અંતર બનાવવું પડે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top