આજે કેવડા ત્રીજ : પાર્વતીજીએ કઈ રીતે શિવજીને રીઝવ્યા? કેવડાત્રીજ અને કેવડાની કથા જાણો

આજે કેવડા ત્રીજ : પાર્વતીજીએ કઈ રીતે શિવજીને રીઝવ્યા? કેવડાત્રીજ અને કેવડાની કથા જાણો

09/09/2021 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આજે કેવડા ત્રીજ : પાર્વતીજીએ કઈ રીતે શિવજીને રીઝવ્યા? કેવડાત્રીજ અને કેવડાની કથા જાણો

ભાદરવા (ભાદ્રપદ) મહિનાના શુક્લ પક્ષની તૃતીયા પર હરતાલિકા તીજ-કેવડા ત્રીજ આવે છે. ભાદ્રપદના શુક્લ પક્ષની તૃતીયા તિથિ શિવ-પાર્વતી ભક્તોમાં હરિતાલિકા તીજ નામથી લોકપ્રિય છે. આ તહેવાર શિવ-પાર્વતીની અખંડતાનું પ્રતીક છે.આ વ્રત પૂર્વાંચલ અને બિહાર વગેરેમાં મુખ્યત્વે અપરિણીતો દ્વારા કરવામાં આવે છે. પશ્ચિમચલમાં, આ વ્રત શ્રાવણ માસમાં તીજોત્સવના રૂપમાં આવે છે. ગુજરાતમાં આ વ્રત કેવડા (kevada) ત્રીજ તરીકે ઓળખાય છે. જે સૌભાગ્યવતી સ્ત્રી દ્વારા કરવામાં આવે છે. 


પાર્વતીજીની કથા

પાર્વતીજીની કથા

પૂર્વજન્મમાં સતી થયા પછી, દેવીએ આગામી જીવનમાં પાર્વતી (parvati) તરીકે અવતાર લીધો. ભારતીય શાસ્ત્રીય પરંપરાના જાણકાર જણાવે છે કે દેવાધિદેવ મહાદેવને પતિદેવ સ્વરૂપમાં પ્રાપ્ત કરવાની ઇચ્છાથી બાળપણમાં હિમાલય પુત્રી ગૌરીએ ગંગા કિનારે અધોમુખી થઇને ઘોર તપ કર્યું હતું. અન્ન-જળ ગ્રહણ કર્યા વગર સેંકડો વર્ષ ગૌરીએ તપ કરીને ગુજાર્યા. કડકડતી ઠંડીમાં પાણીમાં ઉભા રહીને અને તપતપતી ગરમીમાં પંચાગ્નિથી તપ કર્યું, જ્યારે વરસાદના દિવસોમાં ખુલ્લા આકાશ નીચે રહીને પણ તપસ્યા કરી હતી! કેટલાય વર્ષો સુધી માત્ર વૃક્ષના સૂકા પાંદડાંથી પોતાનું જીવન વિતાવ્યું. એક સમય એવો પણ આવ્યો કે પાર્વતીજીનું ખુદનું શરીર સૂકાઈને પાંદડા જેવું થઈ ગયું!

હિમાલય પુત્રીના તપની ચર્ચા જ્યારે દેવલોક સુધી પહોંચી ત્યારે સપ્તર્ષિઓએ પાર્વતીના શિવ પ્રેમની પરીક્ષા લીધી. પરંતુ ગૌરીને સંકલ્પ પથ પરથી વિચલિત કરવાના તમામ પ્રયત્ન નિષ્ફળ સાબિત થયા. તેમના અટલ-અવિચલ શિવ (shiv) ભક્તિથી સપ્તર્ષી પ્રસન્ન થયા અને મહાદેવને આ વિશે જાણ કરી. કહેવાય છે કે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ત્રીજે હથિયા નક્ષત્રમાં ગૌરીએ રેતીના શિવલિંગ બનાવીને આખી રાત પૂજા કરી હતી. તેનાથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થયા અને ગૌરીની સામે આવીને તેમને દર્શન આપ્યા. શિવજીએ ગૌરી તપસ્યાથી પ્રસન્ન થઇને વરદાન માંગવા માટે કહ્યું. તે જ સમયે ગૌરીએ શિવ પાસે તેમની અર્ધાંગિની તરીકે સ્વીકારવાનું વરદાન માંગ્યું. ત્યારથી જ ઇચ્છિત વર પ્રાપ્ત કરવા અને પતિના લાંબા આયુષ્ય માટે કેવડા ત્રીજનું વ્રત રાખવામાં આવે છે. કેટલીક જગ્યાઓએ કુંવારી કન્યાઓ પણ સારા વરની કામના માટે આ વ્રત રાખે છે.


કેવડાની કથા

કેવડાની કથા

એકવાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો કે બેમાંથી કોણ શ્રેષ્ઠ છે. બ્રહ્માજી બ્રહ્માંડના સર્જક હોવાને કારણે સર્વોત્તમ હોવાનો દાવો કરી રહ્યા હતા અને ભગવાન વિષ્ણુ પોતાને સમગ્ર સર્જનના પાલનહાર તરીકે ગણાવી રહ્યા હતા. તેમનો આ વિવાદ યુદ્ધ સુધી પહોંચી ગયો. સંસારના સર્વનાશને રોકવા ભગવાન શિવ ત્યાં એક વિરાટ લિંગ સ્વરૂપે પ્રગટ થયા. બંને દેવોની સંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું કે જે આ લિંગનો અંત પ્રથમ શોધશે તેને શ્રેષ્ઠ ગણવામાં આવશે. તેથી બંને શિવલિંગના છેડા શોધવા વિરુદ્ધ દિશામાં ગયા. અંતના અભાવને કારણે, વિષ્ણુ પાછા ફર્યા. બ્રહ્માજી પણ સફળ ન થયા પણ તેમણે વિષ્ણુને કહ્યું કે તેઓ અંત સુધી પહોંચી ગયા છે.આ અસત્યના સાક્ષી તરીકે કેવડા ફૂલને બ્રહ્માજીને મનાવી લીધા હતા. બ્રહ્માજીનાં અસત્ય કહેવા પર, શિવજી પોતે ત્યાં પ્રગટ થયા અને પોતાનાં ક્રોધથી ભૈરવને ઉત્પન્ન કરી બ્રહ્માજીનું એક માથું કાપી નાખ્યું અને શ્રાપ આપ્યો કે પૂજામાં કેવડાનાં ફૂલોનો ક્યારેય ઉપયોગ કરવામાં આવશે નહીં કે બ્રહ્માજીની પૂજા થશે નહીં.

પરતું પાર્વતીજીએ ભાદ્રપદની શુક્લ પક્ષની ત્રીજે હથિયા નક્ષત્રમાં રેતીના શિવલિંગની કેવડાના ફૂલથી પૂજા કરી હતી. તેથી માત્ર આજના દિવસે જ શિવલિંગ પર કેવડાનું ફૂલ ચઢાવવામાં આવે છે.

 

આ લેખ ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે, જે માત્ર સામાન્ય જનહિતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top