નોર્થ કોરિયાના તાનાશાહનું વિચિત્ર ફરમાન : દેશમાં લેધર જેકેટના વેચાણ અને પહેરવા પર પ્રતિબંધ મૂકી

નોર્થ કોરિયાના તાનાશાહનું વિચિત્ર ફરમાન : દેશમાં લેધર જેકેટના વેચાણ અને પહેરવા પર પ્રતિબંધ મૂકી દીધો

11/27/2021 World

SidhiKhabar

SidhiKhabar

નોર્થ કોરિયાના તાનાશાહનું વિચિત્ર ફરમાન : દેશમાં લેધર જેકેટના વેચાણ અને પહેરવા પર પ્રતિબંધ મૂકી

વર્લ્ડ ડેસ્ક: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન તેમના વિચિત્ર નિર્ણયોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેઓ નજીવી બાબતમાં ગુનેગારને મૃત્યુદંડની સજા ફટકારી દે છે તો ક્યારેક હેરસ્ટાઈલને લઈને ફતવો બહાર પાડે છે. હવે તેમણે આવું જ એક ફરમાન બહાર પાડ્યું છે.  

ઉને પોતાના દેશમાં ચામડાના જેકેટના વેચાણ પર અને પહેરવા ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. આવું એટલા માટે ફરમાવવામાં આવ્યું કારણ કે તાનાશાહ પોતાના જેવા જ જેકેટની નકલથી ગુસ્સે થયા હતા. ત્યારબાદ તેમણે નિયમ જ લાગુ કરી દીધો જેથી બીજું કોઈ જેકેટ પહેરી ન શકે. 


વર્ષ પહેલા કોટ પહેર્યો હતો, પછી આખો દેશ પહેરવા માંડ્યો

એક રિપોર્ટ અનુસાર, એક વર્ષ પહેલા કિમ જોંગ ઉને એક લેધર કોટ પહેર્યો હતો, જે આખા દેશમાં ખૂબ પસંદગી પામ્યો. દક્ષિણ કોરિયાના મીડિયામાં પણ કિમના આ કોટની ચર્ચાઓ થઇ હતી. પરંતુ મોંઘુ જેકેટ હોવાના કારણે શરૂઆતમાં માધ્યમવર્ગના અને ગરીબ લોકો જેકેટનો ખર્ચો ઉઠાવી શકતા ન હતા. પણ ધીમે-ધીમે સસ્તા જેકેટ મળવાના શરૂ થયા અને આખા દેશમાં લોકો આ જેકેટ પહેરવા માંડ્યા હતા. 

લેધર જેકેટ વેચતા દુકાનદારોએ મીડિયાને જણાવ્યું કે, લોકોને કોટ બહુ પસંદ પડ્યો હતો જેના કારણે વેપારીઓએ પણ સસ્તા દરના લેધર જેકેટના ઓર્ડર આપવાના શરૂ કરી દીધા હતા. ચીન અને નોર્થ કોરિયા વચ્ચે વેપાર શરૂ થયો ત્યારથી જ આવા જેકેટ આયાત થવા માંડ્યા હતા. જોકે, હવે નવા નિયમ બાદ આ જેકેટ ધૂળ ખાતા પડી રહેશે. 


આ આદેશ જારી કરવામાં આવ્યા બાદ દેશમાં ફેશન પોલીસ પણ તહેનાત કરવામાં આવ્યા છે. તેમનું કામ એ છે કે તેઓ આવા જેકેટ વેચતી દુકાનો બંધ કરાવે. ત્યારબાદ પોલીસે આદેશ પ્રમાણે જ ચામડાના કોટ ન પહેરવાનો નિર્દેશ વેપારીઓને આપવા માંડ્યો હતો. 

આદેશ પાછળનું કારણ એ માનવામાં આવે છે કે કિમ જોંગ ઉનને એવો ડર હોય કે દેશના બધા જ નાગરિકો આવું જેકેટ પહેરતા થઇ જશે તો તેમનું પ્રભુત્વ ઘટી જશે. જોકે, આ તાનાશાહના મગજમાં શું ચાલી રહ્યું હોય અને તેઓ ક્યારે શું ફરમાન કરી દે તે કોઈ કળી શક્યું નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top