સ્વિમશૂટમાં ટોન ફિગર ફ્લોન્ટ કરીને કિમ કાર્ડાશિયને વધાર્યું તાપમાન

સ્વિમશૂટમાં ટોન ફિગર ફ્લોન્ટ કરીને કિમ કાર્ડાશિયને વધાર્યું તાપમાન

05/18/2022 Business

SidhiKhabar

SidhiKhabar

સ્વિમશૂટમાં ટોન ફિગર ફ્લોન્ટ કરીને કિમ કાર્ડાશિયને વધાર્યું તાપમાન

 લોસ એન્જેલસ: રિયાલિટી ટીવી સ્ટાર (Reality TV star) અને બિઝનેસમવુમન કિમ કાર્ડાશિયન (Businesswoman Kim Kardashian) ફરી એકવાર ચર્ચામાં છે. કેમ કે તેણે ફરી એકવાર પોતાની સિઝલિંગ અદાઓથી ફેન્સની ગરમી વધારી દીધી છે. કિમ કાર્ડાશિયન એક સ્પોર્ટ્સ મેગેઝીનના (Sports Magazine) સ્વિમશૂટ ઈશ્યુ 2022ની કવર ગર્લ બની છે.


રિયાલિટી સ્ટારનો બોલ્ડ અંદાજ :

કિમ કાર્ડાશિયને મેગેઝીનના કવર પર પોતાની ગ્લેમરસ તસવીરોથી કહેર મચાવ્યો છે. મેગેઝીનના ફોટોશૂટની આ સ્વિમશૂટ તસવીરોને કિમે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટોસમાં કિમના ગ્લેમરસ અંદાજના જેટલાં વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. તસવીરોમાં કિમ કાર્ડાશિયનનો બોલ્ડ અંદાજ જોવા મળે છે. પાણીમાં સેન્સુઅલ પોઝ આપતાં કિમ દરેક તસવીરમાં આગ લગાવી રહી છે.


ઠંડા પાણીમાં કિમે આગ લગાડી :

કિમ કાર્ડાશિયન ક્યારેક બિકિની તો ક્યારેક સ્વિમશૂટમાં જોવા મળી રહી છે. કિમ પાણીમાં તરતા પોઝ આપી રહી છે. તો ક્યારેક બાઈકમાં બેઠેલી જોવા મળે છે. કિમની દરેક તસવીરોને જોઈને તમે તેના ચોક્કસ દિવાના બની જશો. હંમેશાની જેમ તેણે આ તસવીરોમાં પોતાની ટોન્ડ બોડી, સેક્સી ફિગર બતાવ્યું છે. કિમની ફિગર ફેન્સને ફિટનેસ માટે હંમેશા પ્રેરણા  આપે છે. સ્પોર્ટ્સ મેગેઝીનના ફોટોશૂટ માટે કિમ એક પરફેક્ટ પર્સનાલિટી છે.


સ્પોર્ટ્સ મેગેઝીનની કવર ગર્લ બનીને ખુશખુશાલ :

કિમ કાર્ડાશિયન સ્પોર્ટ્સ મેગેઝીનની કવર ગર્લ બનીને ઘણી એક્સાઈટેડ છે. આ ફોટોશૂટ જાન્યુઆરીમાં થયું હતું. તેને સિક્રેટ રાખવું કિમ માટે ઘણું મુશ્કેલ હતું. જ્યાં ફોટોશૂટ થયું હતું તે જગ્યા કિમની ફેવરિટ છે. કિમનો આ સ્પોર્ટી લુક ડોમિનિકન રિપબ્લિકમાં જોવા મળ્યો હતો. કિમની દરેક તસવીરો પર હાર્ટ ઈમોજી અને લાઈક આવી રહી છે. આ તસવીરો પર 3.5 મિલિયનથી વધારે લોકોએ લાઈક કરી છે. જ્યારે 23 હજારથી વધારે લોકોએ કોમેન્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે કિમ કાર્ડાશિયનના ઈન્સ્ટાગ્રામ પર 311 મિલિયન ફોલોઅર્સ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top