ટોક્યો ઓલમ્પિક્સ : ભારતના ખેલાડીઓ માટે આજનો દિવસ કેવો રહ્યો, જાણો

ટોક્યો ઓલમ્પિક્સ : ભારતના ખેલાડીઓ માટે આજનો દિવસ કેવો રહ્યો, જાણો

07/26/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

ટોક્યો ઓલમ્પિક્સ : ભારતના ખેલાડીઓ માટે આજનો દિવસ કેવો રહ્યો, જાણો

સ્પોર્ટ્સ ડેસ્ક:  ટોક્યો ઓલમ્પિક્સમાં (Tokyo Olympics) 25 જુલાઈનો દિવસ ભારત માટે ખાસ રહ્યો ન હતો. જોકે, આજે સવારે શારી શરૂઆત થઇ હતી. સૌથી પહેલા ફેન્સિંગમાં ભવાની દેવીએ ઐતિહાસિક જીત મેળવી હતી. ત્યારબાદ પુરુષ આર્ચરી ટીમે કઝાગિસ્તાનને હરાવીને ક્વાર્ટરફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ટેબલ ટેનિસ ખેલાડી અચંત શરત કમલે પણ ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું.

જોકે, ત્યારબાદ આર્ચરી ટીમ અને ભવાની બંને પોતાના આગલા રાઉન્ડમાં હારી ગયા હતા. ઉપરાંત, પ્રથમ વખત ટેબલ ટેનિસના ત્રીજા રાઉન્ડમાં પહોંચેલી મનિકા બત્રાએ પણ આગલા રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ટેબલ ટેનિસના ત્રીજા રાઉન્ડમાં પહોંચનારી મનિકા બત્રા પ્રથમ ભારતીય મહિલા બની હતી પરંતુ આજે ઓસ્ટ્રિયાની સોફિયા પોલકોનોવા સામે તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. પોલકોનોવા સામે તે ૦-૪ થી હારી હતી. આ સાથે જ તેની ટોક્યો ઓલમ્પિક્સની સફરનો અંત આવ્યો છે.

બપોરે 1 વાગ્યે મનિકા અને સોફિયા વચ્ચે ટેબલ ટેનિસ મેચ શરૂ થઇ હતી. દુનિયાની ૬૧ મા અને સોફિયા ૧૭ માં રેન્કની ખેલાડી છે. આ મેચ કુલ 27 મિનીટ સુધી ચાલી હતી. જેમાં સોફિયા પોલકોનોવાએ પહેલી ગેમ 11-8, બીજી 11-2, ત્રીજી 11-5 અને ચોથી 11-7 થી જીતી હતી. આમ 4-0 થી તેણે મેચ જીતી હતી.

ઓલમ્પિક્સમાં ભાગ લેનારી ભારતની પ્રથમ ફેન્સર ભવાની દેવીએ ટ્વીટ કરતા હાર બદલ ચાહકોની માફી માગી હતી. તેને બીજા રાઉન્ડમાં વર્લ્ડ નંબર 3 સામે હાર મળી હતી. તેણે લખ્યું, ‘આજે મોટો દિવસ હતો. ઉત્સાહ પણ હતો અને ભાવુક પણ હતી. નાદિયા અઝીઝી સામે પ્રથમ રાઉન્ડમાં 15/3 થી મેચ જીતવાની સાથે જ ઓલમ્પિકમાં ફેન્સિંગ મેચ જીતનારી હું પ્રથમ ભારતીય બની હતી. પરંતુ બીજા રાઉન્ડમાં દુનિયાના ત્રીજા નંબરના ખેલાડી મેનોન બૃનેટ સામે હું હારી ગઈ. મેં મારાથી બનતા તમામ પ્રયત્નો કર્યા પરંતુ સફળ ન થઈ શકી. માફ કરશો.’ જોકે, ચાહકોએ તેમને નિરાશ ન થવા અને તેમની ઉપર દેશને ગર્વ હોવાનું કહ્યું હતું.

આજે બાકી મહત્વના મુકાબલાની વાત કરવામાં આવે તો મહિલા હોકીની ટીમ જર્મની સામે ટકરાશે. જે મેચનો સમય સાંજે 5:45 છે. તેમજ તે પહેલા બપોરે ૩ વાગ્યે બોક્સિંગમાં આશિષ કુમાર ચીનના ખેલાડી સામે ટકરાશે. આ બંને મેચ ઉપર ભારતની નજર રહેશે.

(Photo Credit: Olympics.com)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top