Health : શિયાળામાં ક્યારે, કેટલું અને કેવું પાણી પીવું જોઈએ? જાણો પાણી પીવાની સાચી રીત વિશે

Health : શિયાળામાં ક્યારે, કેટલું અને કેવું પાણી પીવું જોઈએ? જાણો પાણી પીવાની સાચી રીત વિશે

11/12/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

Health : શિયાળામાં ક્યારે, કેટલું અને કેવું પાણી પીવું જોઈએ? જાણો પાણી પીવાની સાચી રીત વિશે

હેલ્થ ડેસ્ક : પાણી તો આપણે બધા પીએ જ છીએ પણ શું તમને પાણી પીવાની સાચી રીત વિશે ખબર છે?  અને તમે જે રીતે પાણી પીઓ છો અને જે સમયે પીઓ છો એ ઠીક છે? આપણએ બધા જાણીએ છીએ કે શરીરમાં સૌથી વધુ હિસ્સો પાણીનો હોય છે પરંતુ શું તમે જાણો છો કે યોગ્ય સમયે પાણી પીવાથી તમે સ્થૂળતા, માથાનો દુખાવો અને પાચન સહિતની ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે. આજે અમે તમને પાણી પીવાના ફાયદા અને યોગ્ય સમય વિશે જણાવવા જઈ રહ્યા છીએ.


શા માટે પાણી પીવું જરૂરી છે?

શા માટે પાણી પીવું જરૂરી છે?

આપણે બધા જાણીએ છીએ કે આપણા શરીરમાં 75 ટકા હિસ્સો પાણીનો છે જો કે નાના બાળકોમાં જ્યાં પાણીનું પ્રમાણ 80 થી 85 ટકા હોય છે. જણાવી દઈએ કે ઓછું પાણી પીવાથી, આપણે ડિહાઇડ્રેશનનો શિકાર બનીએ છીએ અને તેના કારણે આપણા શરીરના અંગોને નુકસાન પણ પંહોચે છે.

કેટલું પાણી પીવું જોઈએ?

એક્સપર્ટના મત મુજબ પાણીની કોઈ નિશ્ચિત માત્રા નથી હોતી. પાણીની જરૂરિયાત સમય, સ્થળ, ઋતુ પ્રમાણે વધુ કે ઓછું હોઈ શકે છે. એટલા માટે જ હંમેશા હાથ પાસે પાણીની બોટલ રાખવી જોઈએ અને જ્યારે પણ તરસ લાગે ત્યારે તમે પાણી પી લેવું જોઈએ. જો કે તમારે એક સાથે 3-4 ગ્લાસ પાણી પીવાની જરૂર નથી પણ થોડા કલાકોમાં પાણી પીતા રહેવું જોઈએ.


શું ઊભા રહીને પાણી ન પીવું જોઈએ?

શું ઊભા રહીને પાણી ન પીવું જોઈએ?

આપણે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે ઉભા રહીને પાણી ન પીવું જોઈએ,પણ એક્સપર્ટના મત મુજબ આવું ક્યાંય પણ લખાયેલ કે સાબિત થયેલ નથી. મેરેથોનમાં દોડતી વખતે દોડવીરો પણ દોડતા કે ઊભા રહીને પાણી પીવે છે પણ માત્ર એટલું ધ્યાનમાં રાખો કે પાણી આરામથી પીવું જોઈએ ઉતાવળમાં પાણી પીવાથી સમસ્યા થઈ શકે છે.

ઊઠીને કેમ પીવું જોઈએ પાણી?

ડૉક્ટરના મત મુજબ આખી રાતમાં શરીરમાં પાણીની ખામી થઈ ગઈ હોય છે અને એટલા માટે જ ઉઠીને સવારે ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવું જોઈએ નહીં તો લોહી જાડું થઇ જાય છે અને હાર્ટ અટેકનો ખતરો વધી જાય છે.


ગરમ પાણી પીવું કે ઠંડું?

ગરમ પાણી પીવું કે ઠંડું?

શિયાળાની ઋતુમાં તમે હૂંફાળું કે નવશેકું પાણી પીવું જોઈએ અને  ઉનાળામાં પણ ગરમ પાણી પીવાની જરૂર નથી, ત્યારે સામાન્ય તાપમાનનું એટલે કે નોર્મલ ટેમ્પરેચર પર રહેલ પાણી પીવું જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top