ખાસ શિયાળામાં આ બાબતે નહિ ચાલે શાળાઓની મનમાની, વાલીઓ માટે રાહતનો નિર્ણય, જાણો

ખાસ શિયાળામાં આ બાબતે નહિ ચાલે શાળાઓની મનમાની, વાલીઓ માટે રાહતનો નિર્ણય, જાણો

12/02/2025 Education

SidhiKhabar

SidhiKhabar

ખાસ શિયાળામાં આ બાબતે નહિ ચાલે શાળાઓની મનમાની, વાલીઓ માટે રાહતનો નિર્ણય, જાણો

શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ અને વાલીઓ માટે રાહતરૂપ નિર્ણય જાહેર કરવામાં આવ્યો  છે. છેલ્લા કેટલાક સમયથી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ રંગ, ડિઝાઇન અથવા નિશ્ચિત દુકાનોમાંથી સ્વેટર ખરીદવા માટે દબાણ થતું હોવાની ફરિયાદો સામે આવી રહી હતી. જેનાથી અનેક વાલીઓ પર અનાવશ્યક આર્થિક ભારણ પડી રહ્યું હતું. તેથી શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓની ફરિયાદ અને તેમની અગવડતાને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.


શિક્ષણ વિભાગનો સ્પષ્ટ આદેશ

શિક્ષણ વિભાગનો સ્પષ્ટ આદેશ

જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને સત્તાવાર પત્ર પાઠવી સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે, શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ કલર અથવા બ્રાન્ડના સ્વેટર ફરજિયાત કરાશે નહીં. શાળાઓ નિશ્ચિત દુકાનોમાંથી સ્વેટર ખરીદવા દબાણ કરી શકશે નહીં. વિદ્યાર્થીઓ ઘરેથી લાવેલા કોઈપણ ગરમ કપડાં (સ્વેટર, જૅકેટ વગેરે) પહેરી શકે છે. અને તેને શાળાએ માન્ય ગણવાનું રહેશે. વિદ્યાર્થીઓને ઠંડીમાં આરામદાયક ગરમ કપડાં પહેરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવશે.

મહત્વનું છે કે, શિયાળાની કડક ઠંડીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના આરોગ્ય તથા વાલીઓના આર્થિક હિત માટે લેવાયેલો આ નિર્ણય પ્રશંસનીય માનવામાં આવી રહ્યો છે. વિભાગે તમામ શાળાઓને આ સૂચનાનું કડક પાલન કરવા કહેવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં આવી ફરિયાદો ન ઉદ્ભવે અને વિદ્યાર્થીઓ નિર્વિઘ્ને શાળાએ જઈ શકે. આ નિર્ણયથી વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે હવે તેઓ તેમના બાળકો માટે પોતાની ક્ષમતા મુજબ અનુકૂળ અને સસ્તા ગરમ કપડાં પસંદ કરી શકશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top