Gold Price : દિવાળી પહેલા સસ્તું મળી રહ્યું છે સોનું, ખરીદવાનો પ્લાન હોય તો લેટેસ્ટ રેટ ઝડપથી ચ

Gold Price : દિવાળી પહેલા સસ્તું મળી રહ્યું છે સોનું, ખરીદવાનો પ્લાન હોય તો લેટેસ્ટ રેટ ઝડપથી ચેક કરો

10/03/2022 Business

SidhiKhabar

SidhiKhabar

Gold Price : દિવાળી પહેલા સસ્તું મળી રહ્યું છે સોનું, ખરીદવાનો પ્લાન હોય તો લેટેસ્ટ રેટ ઝડપથી ચ

બિઝનેસ ડેસ્ક : વૈશ્વિક બજારમાં ભારે ઉતાર-ચઢાવ બાદ ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હોવા છતાં ભારતીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ચાંદીના ભાવમાં નજીવો વધારો જોવા મળ્યો હતો.


સોનાની કિંમત

સોનાની કિંમત

આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત 67 રૂપિયા ઘટીને 50,027 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. આજે શરૂઆતી કારોબારમાં સોનાના ભાવ 0.13 ટકા નીચામાં ખુલ્યા હતા.

ચાંદીનો ભાવ

સપ્તાહના પ્રથમ દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ચાંદીનો ભાવ રૂ. 503 વધીને રૂ. 57,361 પ્રતિ કિલો થયો હતો. આજે સવારે ચાંદીનો ભાવ રૂ. 57,162 પર શરૂ થયો હતો પરંતુ પાછળથી વધીને રૂ. 57,420 થયો હતો, જો કે માંગમાં ઘટાડો થયો અને ચાંદી રૂ. 57,361 પર ટ્રેડ થવા લાગી હતી.


વૈશ્વિક બજારમાં ભાવ શું છે?

વૈશ્વિક બજારમાં ભાવ શું છે?

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સોનાના ભાવ આજે 0.10 ટકા વધીને 1,663.78 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થયા હતા. જણાવી દઈએ કે શુક્રવારે પણ કિંમતમાં 0.12 નો વધારો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવની વાત કરીએ તો તે 0.88 ટકા વધીને 19.2 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. શુક્રવારે તેમાં 0.16 નો વધારો જોવા મળ્યો હતો.


નિષ્ણાતોનું શું કહેવું છે

નિષ્ણાતોનું શું કહેવું છે

કોમોડિટી નિષ્ણાતોનું કહેવું છે કે જે રીતે વૈશ્વિક શેરબજાર તૂટી રહ્યું છે તે જોતા લાગે છે કે આગામી સમયમાં સોનામાં રોકાણકારોની સંખ્યામાં વધારો થશે. જો કે હાલમાં માર્કેટમાં જો તમે તમારા પોર્ટફોલિયોમાં સોનામાં રોકાણ કર્યું હોય તો આ રોકાણને રાખી મૂકશો, ભવિષ્યમાં વૈશ્વિક બજારમાં તેમજ ભારતીય બજારમાં સોનાની માંગ વધશે અને ભાવમાં પણ ભારે વધારો થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top