‘યૌવનફળ’ તરીકે ઓળખાતું આ ચમત્કારિક ફળ તમારા વૃદ્ધત્વને અટકાવે છે, યૌવન ટકાવી રાખે છે.

‘યૌવનફળ’ તરીકે ઓળખાતું આ ચમત્કારિક ફળ તમારા વૃદ્ધત્વને અટકાવે છે, યૌવન ટકાવી રાખે છે.

12/14/2020 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

‘યૌવનફળ’ તરીકે ઓળખાતું આ ચમત્કારિક ફળ તમારા વૃદ્ધત્વને અટકાવે છે, યૌવન ટકાવી રાખે છે.

જે ચીજ વૃધ્ધ્તવ અટકાવે અને શરીરને બળ પૂરું પાડે, એને રસાયણ તરીકે ઓળખવામાં આવે છે. આજ કારણોસર આમળાને પણ આયુર્વેદમાં ‘રસાયણફળ’ની ઉપમા મળી છે. જુના જમાનાના વૈદો તો એને ‘યૌવનફળ’ તરીકે પણ સંબોધે છે.

‘આમળા એટલે કે Indian gooseberry એના ખાટા-મીઠા સ્વાદને કારણે ઘણાને બહુ ભાવે છે. કેટલાક લોકો આમળાના ફળને સૂકવીને એના નાના ટુકડાઓ કરે છે, જે જમ્યા બાદ મુખવાસ તરીકે આરોગવામાં આવે છે. બજારમાં આ પ્રકારના નમકીન આમળા પણ મળતા હોય છે. જો કે તાજા આમળાના ફળને સીધું જ ખાવાથી કે પછી તાજા આમળાનો રસ પીવાથી જે ફાયદાઓ થાય છે એ કલ્પનામાં ન આવે એવા છે.

જો કે આમળા લાંબો સમય સુધી સાચવી રાખવાનું શક્ય ન હોવાથી સીઝન દરમિયાન મોટા પ્રમાણમાં આમળા ખરીદી, આમળાની જુદી જુદી બનાવટો તરીકે આખું વર્ષ ઉપયોગમાં લઇ શકાય છે.


વૈદિક સાહિત્યમાં અનેક સ્થળે જુદી જુદી દવાની બનાવટમાં આમળાનો ઉપયોગ થતો જોવા મળે છે. બળતરા, ઉલટી, એસિડીટી કે કબજીયાત જેવી તકલીફોમાં આમળાનો ઉપયોગ થાય છે. વિખ્યાત ત્રિફળા ચૂર્ણ (આમળા, બહેડા અને હરડેનું મિશ્રણ)ના ઘટકોમાં પણ આમળાનું સ્થાન છે. આ સિવાય કાયાકલ્પ માટે વપરાતા રસાયણ ચૂર્ણમાં પણ ગોખરુ અને ગળોની સાથે મહત્વપૂર્ણ ઘટક તરીકે આમળા વપરાય છે. આમળામાં ભરપૂર માત્રામાં વિટામીન સી આવેલું છે. અને ખૂબીની વાત એ છે કે તમે આમળાને બાફો, છૂંદો અથવા ટો પછી વાટીને ઉપયોગમાં લો, તો પણ એમાં રહેલું વિટામીન સી જળવાઈ રહેતું હોય છે!

વિટામીન સી ઉપરાંત આમળામાં પ્રોટિન, ચરબી, મિનરલ્સ, રેસા, કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન આવેલા હોય છે. નાના અમથા ફળમાં કુદરતે જાણે ઠાંસી ઠાંસીને પોષક તત્વો ભર્યા છે.


આમળાનો રસ પીવાના ફાયદા :

આમળાનો રસ પીવાના ફાયદા :
  • વિટામીન સીની ભરપૂર માત્રા હોય એટલે સ્વાભાવિકપણે જ તમારી રોગપ્રતિકારક શક્તિ (immunity) વધે. ઉપરાંત આમળાનું સેવન કરવાથી ‘ક્વિક એનર્જી’ મળે છે. તમને તરત જ શક્તિનો સંચાર થતો અનુભવાશે.
  • આમળાના રસનું નિયમિત સેવન લાંબા ગાળે નબળાઈ દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે.
  • આમળાનો રસ ચયાપચયની ક્રિયા (metabolism)ને ઝડપી બનાવતો હોવાથી વજન ઘટાડવામાં ઉપયોગી છે.
  • ફાઈબર્સની માત્રા સારી હોવાથી મળનિષ્કાસન અને પાચનતંત્ર માટે આ ફળ બહુ ઉપયોગી સાબિત થાય છે.
  • આમળાના રસનો ‘ડાયયુરેટિક’ ગુણધર્મ પેશાબને લગતી સમસ્યાઓમાં મદદરૂપ થાય છે.
  • આમળાના રસનું નિયમિત સેવન તમારા માથાના વાળ માટે પણ લાભપ્રદ છે. આમળાથી વાળ કાળા અને ઘટ્ટ બને છે.
  • કોલેસ્ટેરોલને કંટ્રોલ કરવામાં આમળાનો રસ ઉપયોગી છે.
  • હૃદયરોગનું જોખમ ઘટાડે છે.
  • તમામ પ્રકારના સાંધાના દુખાવામાં રાહત આપે છે.
  • ઉપર જણાવ્યા મુજબ આમલા રસાયણચૂર્ણની બનાવટમાં પણ વપરાય છે, જે વૃદ્ધત્વને પાછળ ઠેલે છે અને યૌવન ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે.

(ખાસ નોંધ : અહીં અપાતી માહિતીનો હેતુ માત્ર ‘સામાન્ય સમજણ’ આપવાનો હોય છે. માટે માત્ર અહીં અપાયેલી માહિતીને કોઈ પણ બાબત અમલમાં મૂકતા પહેલા ડોક્ટરનો સંપર્ક કરવો આવશ્યક છે. કોઈ પણ પ્રકારના ઉપચાર કે ખાદ્ય અથવા પેય પદાર્થોનું કે દવાનું સેવન કરતાં પહેલા જે-તે ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટરની સલાહ અચૂક લેવી, અને કોઈ પણ સમસ્યા માટે નિષ્ણાંત ડોક્ટરની સલાહ મુજબ જ વર્તવું.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top