6 લાખથી પણ ઓછી કિંમતની આ કાર પર મેળવો 60 હજારનું ડિસ્કાઉન્ટ, ફીચર જાણી તમે પણ ચોંકી ઉઠશો

6 લાખથી પણ ઓછી કિંમતની આ કાર પર મેળવો 60 હજારનું ડિસ્કાઉન્ટ, ફીચર જાણી તમે પણ ચોંકી ઉઠશો

08/08/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

6 લાખથી પણ ઓછી કિંમતની આ કાર પર મેળવો 60 હજારનું ડિસ્કાઉન્ટ, ફીચર જાણી તમે પણ ચોંકી ઉઠશો

લાઈફસ્ટાઈલ ડેસ્ક : જો તમારો પરિવાર મોટો છે તો તમારે સાથે મુસાફરી કરવા માટે મોટી કારની જરૂર પડશે. પરંતુ, જો તમારે મોટી કાર લેવી હોય અને વધારે પૈસા ખર્ચવા ન પડે, તો આ માટે ભારતીય કાર માર્કેટમાં ઘણા બધા વિકલ્પો છે. ભારતમાં ઘણી સસ્તી 7 સીટર કાર છે, જેમાં Datsun GO+, Renault Triber અને Maruti Suzuki Ertigaનો સમાવેશ થાય છે. હાલમાં, તેમાંથી રેનો ટ્રાઇબર પર 60,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. તેથી જ આજે અમે તમને Renault Triber વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.


એન્જિન અને માઇલેજ

એન્જિન અને માઇલેજ

રેનો ટ્રાઇબરમાં 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 72PS પાવર અને 96NM ટોર્ક જનરેટ કરી શકે છે. એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને AMT વિકલ્પ બંને સાથે આવે છે. 19 kmpl સુધીની માઈલેજ આપી શકે છે. AMTમાં માઇલેજ થોડું ઓછું છે. MPV કુલ 10 વેરિઅન્ટમાં આવે છે.


કિંમત અને સલામતી રેટિંગ

કિંમત અને સલામતી રેટિંગ

Renault Triberની કિંમત 591800 રૂપિયાથી શરૂ થાય છે અને 850800 રૂપિયા સુધી જાય છે. તેનું બેઝ વેરિઅન્ટ RXE છે, જે 591800 રૂપિયા છે. તે જ સમયે, ટોચનું વેરિઅન્ટ RXZ EASY-R DUALTONE છે, જેની કિંમત 850800 રૂપિયા છે. ગ્લોબલ NCAP એ ક્રેશ ટેસ્ટમાં તેને પુખ્ત માટે 4 સ્ટાર અને બાળક માટે 3 સ્ટાર રેટ કર્યા છે.


વિશેષતા

વિશેષતા

Renault Triberને 14-ઇંચ ફ્લેક્સ વ્હીલ્સ, પિયાનો બ્લેક ફિનિશ સાથે ડ્યુઅલ-ટોન ડેશબોર્ડ, નવી સ્ટાઇલિશ ફેબ્રિક અપહોલ્સ્ટરી, સંપૂર્ણ ડિજિટલ સફેદ LED ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ક્રોમ રિંગ્સ સાથે HVAC નોબ્સ, બ્લેક ઇનર ડોર હેન્ડલ્સ, Apple CarPlay અને Android Auto ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે મળે છે. કારના સ્ટીયરિંગ પર ઓડિયો કંટ્રોલ જોવા મળે છે. આ સિવાય પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ, LED DRL સાથે પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, સિક્સ-વે એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

રેનો દ્વારા MPV પર 60,000 રૂપિયાની ઓફર આપવામાં આવી રહી છે, આ ઓફર મહારાષ્ટ્ર, ગોવા, કેરળ અને ગુજરાતમાં ઉપલબ્ધ છે. આમાં રોકડ ડિસ્કાઉન્ટ, ફ્રી એસેસરીઝ અને સ્ક્રેપેજ પોલિસી હેઠળના લાભોનો સમાવેશ થાય છે. અન્ય રાજ્યોમાં, કંપની તેના પર 55,000 રૂપિયા સુધીના લાભો આપી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top