LIC IPO ની સાઈઝ શા માટે ઘટાડવામાં આવી? પોલીસી ધારકોને પ્રતિ શેર કેટલા રૂપિયાનો ફાયદો થશે?

LIC IPO ની સાઈઝ શા માટે ઘટાડવામાં આવી? પોલીસી ધારકોને પ્રતિ શેર કેટલા રૂપિયાનો ફાયદો થશે?

04/27/2022 Business

SidhiKhabar

SidhiKhabar

LIC IPO ની સાઈઝ શા માટે ઘટાડવામાં આવી? પોલીસી ધારકોને પ્રતિ શેર કેટલા રૂપિયાનો ફાયદો થશે?

LIC IPO : લાંબા સમયથી જેના વિષે ચર્ચાઓ ચાલી રહી હતી, એવો LIC IPO આખરે 4 મેના રોજ ખૂલવા જઈ રહ્યો છે. સરકારે LIC IPOનો આકાર ઘટાડી નાખ્યો છે. આ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે બજારને સ્થિર રાખવા માટે સરકારે આવું પગલું ભર્યું છે. એનો ઉદ્દેશ્ય વિદેશી રોકાણકારોને  હાર્તીય માર્કેટમાંથી નીકળતા રોકવાનો છે. આ સાથે જ સરકાર IPOના વાસ્તવિક મૂલ્ય સાથે પણ નિસ્બત ધરાવે છે. મોટો ઈશ્યુ લાવવાને બદલે ઓછી કિંમતનો ઈશ્યુ લાવવાથી LIC IPOમાં રોકાણકારો ખરેખર કેટલો રસ ધરાવે છે, એનો ક્યાસ લગાવી શકશે.


IPOના ભાવમાં તફાવતથી શું ફરક પડશે?

IPOના ભાવમાં તફાવતથી શું ફરક પડશે?

નાનો IPO લાવીને સરકાર બજારનો માહોલ ચેક કરવા માંગે છે. IPO નો ભાવ 902-949 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આની પહેલા આ ભાવ 1,800 રૂપિયા સુધી લઇ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો વેલ્યુએશનની વાત કરીએ, તો પહેલા જ્યાં આ IPO દ્વારા એક લાખ કરોડ ભેગા કરવાનો અંદાજો મુકાયો હતો, ત્યાં હવે માત્ર 21,000 કરોડ જ ભેગા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ IPO પછી LIC બજાર પૂંજીને હિસાબે ઇન્ફોસિસ પછીની પાંચમી સૌથી મોટી કંપની બની જશે. જો અગાઉ નક્કી થયા મુજબ એક લાખ કરોડનો IPO લવાયો હોત, તો LIC રિલાયન્સ પછીની બીજા નંબરની સૌથી મોટી કંપની બની ગઈ હોત.


સરકાર માહોલ ચેક કરવા માંગે છે

સરકાર માહોલ ચેક કરવા માંગે છે

વરિષ્ઠ અર્થશાસ્ત્રી ડૉ અરુણકુમારે એક મિડીયા હાઉસને જણાવ્યું હતું કે શેર બજારમાં નિવેશ કરનારા લોકો કંઈ ઘરેથી પૈસા નથી લાવતા, બલકે માર્કેટમાંથી જ પૈસા ઉઠાવીને IPOમાં રોકતા હોય છે. આથી જો એક લાખ કરોડનો IPO આવે તો રોકાણકારો માર્કેટમાંથી જ મોટી રકમ ઉપાડીને LIC IPOમાં રોકાણ કરે. અને આવડી મોટી રકમ જો માર્કેટમાંથી નીકળી જાય, તો સ્વાભાવિક રીતે જ માર્કેટમાં અસ્થિરતાનો માહોલ પેદા થાય.

ડૉ કુમાર કહે છે કે વિદેશી રોકાણકારો અત્યારે ભારતીય માર્કેટમાંથી પૈસા ઉપાડી રહ્યા છે. એમને પાછા લાવવા મુશ્કેલ છે. આવા સંજોગોમાં સરકાર નાના કદનો IPO લાવીને બજારનો માહોલ ચેક કરવા માંગે છે. જેનાથી રોકાણકારોનું વલણ પણ જાણી શકાય અને માર્કેટમાં કોઈ પ્રકારની અસ્થિરતા પણ ન સર્જાય.


LICના પોલીસી ધારકોને કેટલા રૂપિયાનો ફાયદો થશે?

LICના પોલીસી ધારકોને કેટલા રૂપિયાનો ફાયદો થશે?

આ એક મહત્વનો પ્રશ્ન છે, જેના ઉત્તર વિષે LICના પોલિસીધારકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 4 મેને દિવસે ખુલનાર LIC IPOમાં પોલીસીધાર્કોને પ્રતિ શેર 60 રૂપિયાની છૂટ મળશે. એ સાથે જ LICના કર્મચારીઓને પ્રતિ શેર 40 રૂપિયાની છૂટ મળી શકે છે. કુલ 22.1 કરોડ શેર્સ ઈશ્યુ કરવામાં આવનાર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top