ઓપિનિયન પોલમાં ભાજપ મજબૂત સ્થિતિમાં પણ સટ્ટાબજારની નજરે કઇ પાર્ટી છે ફેવરિટ, જાણો

ઓપિનિયન પોલમાં ભાજપ મજબૂત સ્થિતિમાં પણ સટ્ટાબજારની નજરે કઇ પાર્ટી છે ફેવરિટ, જાણો

11/04/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ઓપિનિયન પોલમાં ભાજપ મજબૂત સ્થિતિમાં પણ સટ્ટાબજારની નજરે કઇ પાર્ટી છે ફેવરિટ, જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. અહીં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાશે. બીજી તરફ ચૂંટણીની તારીખો જાહેર થતાં જ એક તરફ તમામ પક્ષોના મોટા નેતાઓએ ગુજરાતમાં પોતાનો કેમ્પ જમાવી દીધો છે અને પ્રચાર શરૂ કરી દીધો છે તો બીજી તરફ તમામ ઓપિનિયન પોલ પણ શરૂ કરી દીધા છે. પરિણામ એવા આવી રહ્યા છે જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ઉદાસ કરી શકે છે. હવે ગુજરાત ચૂંટણીના સટ્ટા બજારના આંકડા પણ સામે આવ્યા છે. સટ્ટા બજારના આંકડા મુજબ ગુજરાતમાં ફરી એકવાર ભાજપ મજબૂત સ્થિતિમાં છે અને સરકાર બનાવી શકે છે.


સટોડિયાઓને આશા છે કે આ ચૂંટણીમાં ભાજપ લગભગ બે દાયકામાં સૌથી વધુ બેઠકો જીતશે. તેમને અપેક્ષા છે કે આગામી દિવસોમાં સટ્ટા બજારમાં કારોબાર રૂ. 40,000-50,000 કરોડની આસપાસ પહોંચી શકે છે. સટ્ટા બજારના આંકડા મુજબ ભાજપને 135 બેઠકો મળી રહી છે જ્યારે કોંગ્રેસને માત્ર 29 બેઠકો મળી રહી છે. કેજરીવાલના સપના પણ ચકનાચૂર થતા જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ખાતામાં માત્ર 14 સીટો આવી રહી છે.


જો કે ગુજરાતમાં ભાજપ લાંબા સમયથી સત્તામાં છે, પરંતુ આ વખતે સમીકરણો બદલાયા હોય તેવું લાગી શકે છે. કારણ કે દિલ્હી અને પંજાબ જીત્યા બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પણ સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આવી સ્થિતિમાં મુકાબલો ત્રિકોણીય થઈ શકે છે, તેથી તમામની નજર આ ચૂંટણી પર છે. ઉલ્લેખનીય છે કે ત્રણેય પાર્ટીઓમાં આપ વધુ સક્રિય લાગી રહી છે અને આપએ પોતાના મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર કર્યુ છે. આપ દ્વારા 100થી વધુ ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top