Gujarat Election 2022 : BJP જીતશે તો કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી? અમિત શાહે અમદાવાદમાં કરી ના

Gujarat Election 2022 : BJP જીતશે તો કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી? અમિત શાહે અમદાવાદમાં કરી નામની જાહેરાત

11/15/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

Gujarat Election 2022 : BJP જીતશે તો કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી? અમિત શાહે અમદાવાદમાં કરી ના

ગુજરાત ડેસ્ક : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના સીએમના નામની જાહેરાત કરી છે. અમદાવાદમાં એક ચેનલ સાથેની વાતચીતમાં શાહે કહ્યું કે જો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતશે તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. શાહના નિવેદન પરથી લાગી રહ્યું છે કે જીતના કિસ્સામાં ભાજપ મુખ્યમંત્રી બદલવાના પક્ષમાં નથી. જુના મુખ્યમંત્રીને જ યથાવત રાખશે. શાહના નિવેદનથી મુખ્યમંત્રી પરની સ્થિતિ સ્પસ્ટ બની છે. શાહે જણાવ્યું હતું કે, "જો ભાજપને ગુજરાતમાં બહુમતી મળશે, તો ભૂપેન્દ્ર પટેલ આગામી મુખ્યમંત્રી હશે.


ભાજપ નહીં બદલે મુખ્યમંત્રી

જીતના કિસ્સામાં ભૂપેન્દ્ર પટેલ જ સીએમ બનશે તે અમિત શાહના નિવેદન પરથી સ્પસ્ટ બન્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક ખાનગી કાર્યક્રમમાં અમિત શાહ ભૂપેન્દ્ર પટેલને સીએમ તરીકે જાળવી રાખવાની વાત કરી ચૂક્યા છે.


ઘાટલોડિયાએ આપ્યાં બે મુખ્યમંત્રીઓ

ઘાટલોડિયાએ આપ્યાં બે મુખ્યમંત્રીઓ

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીનો દમદાર માહોલ જામ્યો છે. પ્રચાર-પ્રસાર અને જીતના દાવા થઇ રહ્યા છે. જીત માટે ઉમેદવારો મતદારોને રીઝવવા દિવસરાત એક કરીને મહેનતમાં લાગી ગયા છે. તેવામાં  ગુજરાતનો ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તાર ચુંટણીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ગણાઈ રહ્યો છે. કારણ કે, આ  મતવિસ્તાર પરથી ગુજરાતને બે મુખ્યમંત્રીઑ મળ્યા છે. જેમાં આનંદીબેન પટેલ અને ભુપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. ત્યારે હાલ પણ ઘાટલોડિયા વિધાનસભામાં બેઠક પરથી ભુપેન્દ્ર પટેલને ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાના ચુંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે.  ત્યારે  આ સીટ સૌનું ધ્યાન ખેંચનારી રહેશે.


આનંદીબેન પટેલ ઘાટલોડિયા પરથી જીત્યા અને પછી મુખ્યમંત્રી બન્યાં

2012ની વિધાનસભા ચૂંટણીમાં ઘાટલોડિયા બેઠક પરથી ભાજપએ આનંદીબેન પટેલને ટિકિટ આપી ચુંટણી જંગમાં આનંદીબેન પટેલએ કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ પટેલને એક લાખથી વધુ મતોની સરસાઈથી હરાવ્યા હતા અને ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી બન્યા હતા.


ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા પરથી જીતીને રાજ્યના મુખ્યમંત્રી બન્યા

ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા પરથી જીતીને રાજ્યના મુખ્યમંત્રી બન્યા

આ દરમિયાન ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચાલ્યું હતુ.  ત્યાર બાદ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તો ગત વિધાનસભાની ચુંટણીમાં ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડ્યા હતા. જેની પણ જંગી લીડથી જીત થઇ હતી. ભૂપેન્દ્ર પટેલ આ બેઠકથી જ જીતીને રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.  પણ ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ ગુજરાતની ચુંટણી લડવામાં આવી રહી છે. ત્યારે આ વખતે કોંગ્રેસે ખેલ પાડી રાજ્યસભાના સદસ્ય આમીબેન યાજ્ઞિકને ઉતાર્યા છે.  મુખ્યમંત્રી મેદાને હોવાથી આ બેઠક હોટ સીટ ગણાઈ રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top