ન્યૂઝીલેન્ડ સામે છ વાર હારવાનો રેકોર્ડ તોડવાની કોહલીની જોરદાર તૈયારી!! હાર્દિક પંડ્યાના બદલે આ

ન્યૂઝીલેન્ડ સામે છ વાર હારવાનો રેકોર્ડ તોડવાની કોહલીની જોરદાર તૈયારી!! હાર્દિક પંડ્યાના બદલે આ ખેલાડીને મોકો મળવાની તક!!

10/30/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

ન્યૂઝીલેન્ડ સામે છ વાર હારવાનો રેકોર્ડ તોડવાની કોહલીની જોરદાર તૈયારી!! હાર્દિક પંડ્યાના બદલે આ

T20 વર્લ્ડ કપ 2021ની બીજી લીગ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટકરાવા માટેની ફુલ તૈયારીઓ કરી લીધી છે. ભારતીય ક્રિકેટ ટીમ ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે અને જો તે પોતાની પૂરે પૂરી શક્તિ અને તેની તૈયારીઓ મુજબ રમશે તો ન્યૂઝીલેન્ડ સામે તેની જીત નક્કી છે. પરંતુ ICC ઈવેન્ટની છેલ્લી છ મેચોમાં ટીમ ઈન્ડિયા કિવી ટીમ સામે એક પણ મેચ જીતી શકી નથી. જેમાં T20 વર્લ્ડ કપની બે મેચ પણ સામેલ છે.


ટી-20 વર્લ્ડકપમાં ભારત દર વખતે ન્યુઝીલેન્ડ સામે હાર્યું છે.

ટી-20 વર્લ્ડકપમાં ભારત દર વખતે ન્યુઝીલેન્ડ સામે હાર્યું છે.

ટી20 વર્લ્ડ કપમાં આ ત્રીજી વખત હશે જ્યારે ભારત અને ન્યુઝીલેન્ડ આમને-સામને થશે. અગાઉ આ બંને ટીમો આ ICC ઈવેન્ટમાં એકબીજા સાથે ટકરાઈ ચૂકી છે, પરંતુ બંને વખત ટીમ ઈન્ડિયાનો પરાજય થયો છે. T20 વર્લ્ડ કપ 2007માં ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત આમને-સામને થયા હતા, જેમાં ભારતનો પરાજય થયો હતો, જ્યારે વર્ષ 2016માં બંને ટીમો બીજી વખત આમને સામને આવી હતી, પરંતુ પરિણામ ફરીથી ભારતની તરફેણમાં આવ્યું ન હતું. હવે T20 વર્લ્ડ કપ 2021માં બંને ટીમો ફરી એક-બીજાનો સામનો કરવા જઈ રહી છે.


આઈસીસી ઈવેન્ટની છેલ્લી છ મેચોમાં ભારત દર વખતે હારી ગયું છે :

આઈસીસી ઈવેન્ટ્સમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો રેકોર્ડ બહુ સારો જોવા મળ્યો નથી. આઈસીસી ઈવેન્ટની છેલ્લી છ મેચોની વાત કરીએ તો આમાં ભારત દરેક વખતે હાર્યું છે. અલબત્ત ટીમ ઈન્ડિયા અત્યાર સુધી ન્યુઝીલેન્ડ સામે હારતી જ નજરે પડી છે, પરંતુ વિરાટ કોહલીની કપ્તાની હેઠળની ટીમ આ ખરાબ રેકોર્ડને પાછળ છોડી દેવાની તમામ તાકાત ધરાવે છે. ભારતીય ક્રિકેટ ચાહકો માત્ર એવી આશા રાખશે કે ભારત આ વખતે કિવિ ટીમને હરાવીને ન માત્ર આ ખરાબ રેકોર્ડને પાછળ છોડવામાં સફળ રહે પરંતુ T20 વર્લ્ડ કપ 2021ની સેમિફાઇનલમાં પણ સ્થાન મેળવવાની દિશામાં એક પગલું આગળ વધે.


હાર્દિકની જગ્યાએ શાર્દુલને મળશે મોકો?

હાર્દિકની જગ્યાએ શાર્દુલને મળશે મોકો?

ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ હાર્દિક પંડ્યાને(Hardik Pandya) બદલે શાર્દુલ ઠાકુરને મોકો આપવાની હિમાયત કરી હતી. હાર્દિક અત્યારે બોલિંગ કરી શકતો નથી, જ્યારે શાર્દુલ છેલ્લા કેટલાક સમયથી એક મહાન ઓલરાઉન્ડર તરીકે ઉભરી આવ્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ(Virat Kohli) પણ શાર્દુલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એમએસ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા શાર્દુલ ઠાકુરે 16 મેચમાં 25.09ની એવરેજ અને 8.80ની સ્ટ્રાઈક રેટથી 21 વિકેટ લીધી હતી. આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં તે ચોથા નંબરે રહ્યો. આ જ કારણ છે કે તેને સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાંથી હટાવીને મુખ્ય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં તેને ક્યારે તક મળશે તે કહેવું મુશ્કેલ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top