અનાવિલ ગુજરાતીની સિદ્ધિ : L&T હજીરા મેન્યુફેક્ચરીંગ કોમ્પલેક્ષ હવે 'A. M. Naik હેવી એન્જિનિયરિં

અનાવિલ ગુજરાતીની સિદ્ધિ : L&T હજીરા મેન્યુફેક્ચરીંગ કોમ્પલેક્ષ હવે 'A. M. Naik હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્ષ' તરીકે ઓળખાશે

12/01/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અનાવિલ ગુજરાતીની સિદ્ધિ : L&T હજીરા મેન્યુફેક્ચરીંગ કોમ્પલેક્ષ હવે 'A. M. Naik હેવી એન્જિનિયરિં

સુરત : ગુજરાતીઓ આમ ભલે વેપારી પ્રજા કહેવાતી હોય, પણ મોટા પાયે પ્રોડક્શન કરતી હેવી ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપનીઝમાં ગુજરાતી ટેકનોક્રેટ્સનો બહુ ગજ વાગતો ન હોવાની એક સામાન્ય છાપ છે. પરંતુ અમુક વિરલા એવા ય છે જેમણે એકલા હાથે આ છાપ બદલી નાખવા જેવી સિધ્ધિઓ મેળવી છે. આવા વ્યક્તિવિશેષોના લિસ્ટમાં દક્ષિણ ગુજરાતના અનાવિલ સમાજના એ. એમ. નાયકનું (Anil Naik) સ્થાન ટોચ પર મૂકવું પડે, જેમણે L&T જેવી જાયન્ટ કંપનીને નવી ઊંચાઈએ પહોંચાડવામાં સિંહફાળો આપ્યો છે.


એક જમાનામાં ઈંગ્લીશ બોલતા નહોતું ફાવતું, પણ પછી...

એક જમાનામાં ઈંગ્લીશ બોલતા નહોતું ફાવતું, પણ પછી...

અનિલભાઈ મણીભાઈ નાયકનો જન્મ ૯ જૂન, ૧૯૪૨ના દિવસે. પિતા મણીભાઈ મુંબઈની શાળામાં શિક્ષક હતા, પણ ગાંધીજીએ ગામડાઓના ઉથાનની હાકલ કરી એટલે બધું છોડીને પોતાના ગામ એંધલ પાછા ફર્યા. બાળકનો અનિલનો ઉછેર અને પ્રાથમિક શિક્ષણ અહીં જ, એંધલમાં અને નજીકના ખારેલની નિશાળમાં થયા. પછી તો વલ્લભવિદ્યાનગરની કોલેજમાંથી મિકેનીકલ એન્જિનીયરીંગની બેચલર ડિગ્રી મેળવી અને નોકરી મેળવવા મુંબઈ ગયા. અહીં જે કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યો, એના મેનેજરે કહ્યું, “તમને ઈંગ્લીશ બોલતા નથી ફાવતું, માટે પહેલા એમાં સુધારો કરો.” એ નોકરી તો ન મળી, પણ બીજી એક કંપનીમાં નોકરી મળી ગઈ. ત્યાંથી એ ૧૯૬૫માં એલ એન્ડ ટીમાં જોડાયા, એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટરી.


ત્રણ દાયકા અગાઉ તાપી નદીના મુખ નજીક એક સ્થળ પર પોચી, કળણવાળી પડતર જમીન હતી, જે સામાન્ય રીતે ભરતીમાં પાણીમાં ડૂબી જતી હતી. એ સમયે એલએન્ડટીના હેવી એન્જિનીયરિંગ અને ઇપીસી પ્રોજેક્ટ બિઝનેસનું સુકાન સંભાળતા નાયકે આ પડતર જમીનમાં એક વિશાળ કોમ્પ્લેક્સની કલ્પના કરી હતી, જે કંપનીના વિશાળ અને જટિલ રિએક્ટર્સ અને પ્રેશર વેસલ્સનું નિર્માણ કરવાની લાંબા ગાળાની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનું હતું. નાયકે એક પરિવર્તનનું નેતૃત્વ કર્યું હતું. 'આત્મનિર્ભર ભારત' તેમજ 'મેક ઈન ઇન્ડિયા'માં અગ્રેસર એવી L&T કંપનીએ ભારતને અન્ય દેશોની સરખામણીમાં અનેક સેક્ટરમાં ટોચનું સ્થાન અપાવવામાં વિશેષ યોગદાન આપ્યું છે. ન્યુક્લીયર, ડિફેન્સ, થર્મલ પ્લાન્ટ, ઓઈલ એન્ડ ગેસ, રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ, કે-૯ વજ્ર ટેંક, આર્ટીલરી ગન, ઈથેનોલ રિએક્ટર્સ જેવી અનેક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરીને દેશને સંરક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.

જાણકારો માને છે કે આજે એલ એન્ડ ટીનું જે સ્થાન છે, એમાં અનિલ નાયકનો ફાળો બહુ મોટો છે. ભારતને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે બીજા સમકક્ષ દેશો કરતા થોડા કદમ આગળ રાખવામાં એલ એન્ડ ટી અને અનિલ નાયકનો સિંહફાળો. એમના આ પ્રદાનને કારણે જ એમને ૨૦૦૯માં પદ્મભૂષણના ખિતાબથી નવાજવામાં આવેલા.


L&T હજીરા મેન્યુફેક્ચરીંગ કોમ્પલેક્ષ હવે 'A. M. Naik હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્ષ' તરીકે ઓળખાશે

L&T હજીરા મેન્યુફેક્ચરીંગ કોમ્પલેક્ષ હવે 'A. M. Naik હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્ષ' તરીકે ઓળખાશે

હજીરા સ્થિત L&T કંપનીના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં L&T હજીરા મેન્યુફેક્ચરીંગ કોમ્પલેક્ષનું નવું નામાભિધાન કરાયું હતું. આ કોમ્પ્લેક્ષ હવેથી 'એ.એમ.નાયક હેવી એન્જિનિયરિંગ કોમ્પ્લેક્ષ-૨૦૨૧'ના નામથી ઓળખાશે.

આ અવસરે L&T ના પ્રમુખશ્રી એ.એમ. નાયકે ગર્વની લાગણી વ્યક્ત કરતા સમગ્ર વિશ્વમાં વિકસિત તેમજ વિકાસશીલ દેશોમાં L&Tના ૬૫ ટકા પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં આવે છે એમ જણાવી ભવિષ્યમાં પણ કંપની પ્રબળ મહેનત અને જુસ્સાથી કામ કરી રાષ્ટ્રવિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે એમ ઉમેર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતિ ઝંખનાબેન પટેલ, કંપનીના સી.ઇ.ઓ. એસ.એન.સુબ્રમણ્યમ, કોર્પોરેટ લીડર વાય.એસ.ત્રિવેદી, સ્થાનિક અગ્રણીઓ તેમજ L&Tના અધિકારીઓ હાજર રહ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top