આ ગુજરાતી ફિલ્મ પર શ્રી કૃષ્ણે સ્વયં વરસાવી કૃપા, તોડ્યા આ બધા રેકોર્ડ, જાણો બોક્સ ઓફિસ કમાણીના

આ ગુજરાતી ફિલ્મ પર શ્રી કૃષ્ણે સ્વયં વરસાવી કૃપા, તોડ્યા આ બધા રેકોર્ડ, જાણો બોક્સ ઓફિસ કમાણીના જાદુઈ આંકડાઓ.

11/10/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

આ ગુજરાતી ફિલ્મ પર શ્રી કૃષ્ણે સ્વયં વરસાવી કૃપા, તોડ્યા આ બધા રેકોર્ડ, જાણો બોક્સ ઓફિસ કમાણીના

ગુજરાતમાં માઉથ પબ્લિસીટીના જોરે ધૂમ મચાવી રહેલી ગુજરાતી ફિલ્મ 'લાલોઃ શ્રીકૃષ્ણ સદા સહાયતે'એ  કમાણીમાં દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મએ વીકેન્ડમાં રેકોર્ડ બ્રેક કમાણી કરી તમામ ગુજરાતી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. રિલીઝના ત્રણ અઠવાડિયા સુધી ન ચાલેલી આ ફિલ્મે ચોથા અઠવાડિયે તમામ ગુજરાતી હિટ ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા છે. જાણે આ ફિલ્મ પર શ્રી કૃષ્ણે પોતે કૃપા વરસાવી છે.


ગુજરાતી ફિલ્મનું હાઈએસ્ટ સિંગલ-ડે કલેક્શન

ગુજરાતી ફિલ્મનું હાઈએસ્ટ સિંગલ-ડે કલેક્શન

આ ગુજરાતી ફિલ્મની કમાણીના ખરેખર ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યાં છે છે. આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ તો પ્રથમ દિવસે માત્ર 3 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. રિલીઝના ત્રણ અઠવાડિયા સુધી કોઈ નોંધપાત્ર કામણી જોવા મળી ન હતી. પરંતુ બાદમાં ધીમે-ધીમે તેની કમાણીમાં સતત ઉછાળો જોવા છે. કોઈએ ધાર્યું નહોતું કે રિલીઝ થવાના એક મહિના બાદ આ ફિલ્મ કરોડોની કમાણી કરી રહી છે. આ ફિલ્મને લોકોના સારા પ્રતિભાવોનો ફાયદો થયો. માઉથ પબ્લિસીટી બાદ આ ફિલ્મ વિશે લોકોમાં ચર્ચા વધી છે. અને હજુ પણ આ ફિલ્મ રેકોર્ડબ્રેક કામણી કરી રહી છે. 30મી તારીખે, ફિલ્મે ₹4 કરોડની કમાણી કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. જે અત્યાર સુધીનું ગુજરાતી ફિલ્મનું હાઈએસ્ટ સિંગલ-ડે કલેક્શન હતું.


બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી

Day - Gross

પ્રથમ સપ્તાહ - Rs. 0.40 cr.

બીજું સપ્તાહ - Rs. 0.30 cr.

ત્રીજું સપ્તાહ - Rs. 0.80 cr.

ચોથું સપ્તાહ - Rs. 15.75 cr.

5th Friday - Rs. 2.90 cr.

5th Saturday - Rs. 5.60 cr.

5th Sunday -  Rs. 8.50 cr.     

Total   Rs. 34.25 cr.


ફિલ્મ પર ભગવાન કૃષ્ણની કૃપા

ફિલ્મ પર ભગવાન કૃષ્ણની કૃપા

લાલો: કૃષ્ણા સદા સહાયતેએ રવિવારે ગુજરાતી બોક્સ ઓફિસ પર ભારે તબાહી મચાવી હતી. પાંચમા સપ્તાહના અંતે ફિલ્મની કુલ બોક્સ ઓફિસ કમાણી રૂ. 34.25 કરોડ થઈ છે, જેમાંથી લગભગ અડધી કમાણી ફક્ત પાંચમા સપ્તાહના અંતે થઈ છે. હાલમાં તે બીજી સૌથી મોટી ગુજરાતી ફિલ્મ છે, જે ગઈકાલે 3 એક્કાને પાછળ છોડી ગઈ છે. માહિતી મુજબ આ ફિલ્મ ટૂંક સમયમાં તમામ રેકોર્ડ તોડી ટોચ પર પહોંચશે. અને  ચાલ જીવી લઈએને પાછળ છોડી દેશે, જેણે 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હોવાનું કહેવાય છે. લાલોએ પોતાની સાથે જે ગતિ રાખી છે, તે તેનાથી આગળ નીકળી જશે અને ગુજરાતી સિનેમા માટે નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top