મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રવિવારે દિલ્હી જશે, અમિત શાહ સાથે કરશે મુલાકાત; જાણો શું છે કારણ?

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રવિવારે દિલ્હી જશે, અમિત શાહ સાથે કરશે મુલાકાત; જાણો શું છે કારણ?

09/22/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રવિવારે દિલ્હી જશે, અમિત શાહ સાથે કરશે મુલાકાત; જાણો શું છે કારણ?

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (Maharashtra CM) ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) રવિવારે રાજધાની દિલ્હીની (New Delhi) એક દિવસીય યાત્રાએ જઈ રહ્યા છે. અહીં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરશે. જોકે, આ બેઠક રાજકીય કારણોને લઈને થઇ રહી નથી. ગૃહમંત્રાલય તરફથી નકસલવાદથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓની એક બેઠક બોલાવી છે. મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરે આ જ બેઠકમાં ભાગ લેવા માટે જશે.

ગૃહમંત્રી અમિત શાહે નકસલવાદથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે અને આ રાજ્યોમાં ડાબેરી ઉગ્રવાદ અને નક્સલવાદ સામે લડવા માટે નેશનલ પ્લાન અને પોલીસી ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે.


બંને નેતાઓ વચ્ચે નક્સલવાદને લઈને ચર્ચા થશે

સીએમ ઉદ્ધવ ઠાકરે ૨૬ સપ્ટેમ્બરના રોજ સવારે મુંબઈથી દિલ્હી જવા માટે રવાના થશે. જ્યાં સવારે તેમની મુલાકાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે થશે. બંને વચ્ચે નક્સલવાદ મુદ્દે ચર્ચા થશે અને તેને કાબૂમાં લેવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર શું કરી શકે છે તેની ઉપર પણ ચર્ચા થશે. એજન્સીઓ અનુસાર, નક્સલી નેટવર્ક મહારાષ્ટ્રના મુંબઈ, નાગપુર જેવા શહેરી વિસ્તારોમાં પણ પ્રસરવાની સંભાવના છે. આશંકા છે કે દિલ્હીમાં પણ આ ગતિવિધિઓ વધશે. આ મુદ્દાઓને લઈને જ બેઠકોમાં ચર્ચા થશે.

હાલમાં નક્સલવાદની સમસ્યા મહારાષ્ટ્રના ગઢચિરૌલી અને ચંદ્રપુર જેવા વિસ્તારોમાં વ્યાપ્ત છે. આ ક્ષેત્રોમાં વિકાસ કાર્યોમાં ઝડપ વધારવી એ કેન્દ્ર અને રાજ્યની પ્રાથમિકતા રહેશે. જોકે, નક્સલવાદની સમસ્યા મોટા શહેરોમાં પણ ફેલાવાની ચિંતા એજન્સીઓએ વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ ગંભીર મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથે મળીને કામ કરવાની જરૂર છે. જેથી કેન્દ્રે રાજ્યના મુખ્યમંત્રીને દિલ્હી બોલાવ્યા છે.


ઉદ્ધવ ઠાકરેએ સમીક્ષા બેઠક યોજી

ઉદ્ધવ ઠાકરેએ ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત પહેલા સોમવારે વર્ષા બંગલો ખાતે ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક પણ યોજી હતી. જેમાં મુખ્યમંત્રીએ નક્સલ પ્રભાવિત વિસ્તારોની હાલની સ્થિતિ અને તેમાં વિકાસકાર્યો અંગે માહિતી મેળવી હતી. આ બેઠકમાં સીએમ, ગૃહમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચર્ચા થયા બાદ હવે ઉદ્ધવ ઠાકરે નક્સલી ગતિવિધિઓ અંગે ગૃહમંત્રી અમિત શાહને જાણકારી આપશે.

મહારાષ્ટ્ર રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારના પ્રયાસો, આ વિસ્તારોમાં હાલ ચાલતા વિકાસ કાર્યો, પરિવહન અને સંચાર નેટવર્ક માટેના પ્રોજેક્ટનું વિસ્તરણ, ફંડની ફાળવણી અને જંગલ સબંધિત મુદ્દાઓ વગેરેને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top