પેટ્રોલ અને ડીઝલનાં ભાવ ભૂલી જાઓ! તમારી જૂની કારને બનાવો Electric Car

પેટ્રોલ અને ડીઝલનાં ભાવ ભૂલી જાઓ! તમારી જૂની કારને બનાવો Electric Car

09/23/2021 Business

SidhiKhabar

SidhiKhabar

પેટ્રોલ અને ડીઝલનાં ભાવ ભૂલી જાઓ! તમારી જૂની કારને બનાવો Electric Car

એક તરફ, જ્યાં સામાન્ય માનવી પહેલેથી જ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના આસમાને પહોંચતા ભાવે તેના માટે હરવા ફરવાનું  મુશ્કેલ બનાવ્યું છે. આવી સ્થિતિમાં, લોકો તેમના પેટ્રોલ અને ડીઝલ વાહનોને ઘરની બહાર કાઢતા પહેલા સૌ વાર વિચારે છે. પેટ્રોલ ડીઝલનાં વધતા જતાં ભાવથી કંટાળીને લોકો હવે ઇલેક્ટ્રિક વાહન તરફ વળ્યા છે. આ સાથે લોકો ઇલેક્ટ્રિક વાહનોમાં રસ દાખવી રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનો (EV)ની વધતી માંગને ધ્યાનમાં રાખીને, ઘણી નવી વિદેશી કંપનીઓ પણ ભારતમાં પ્રવેશી રહી છે.


Electric Carમાં કરો કન્વર્ટ

Electric Carમાં કરો કન્વર્ટ

દેશની અગ્રણી Automaker Tata Motorsનું કહેવું છે કે 2025 સુધીમાં તેના કુલ વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 25% સુધી પહોંચી જશે. જો કે, મધ્યમ વર્ગના ગ્રાહકો માટે ઇલેક્ટ્રિક કાર ખરીદવી હજુ પણ ખૂબ જ ખર્ચાળ છે. દેશમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર Tata Nexon EV ની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 14 લાખ રૂપિયા છે.

આવી સ્થિતિમાં, જો નવી ઇલેક્ટ્રિક કાર ખરીદવાની યોજના તમારા બજેટમાં ફિટ ન થાય, તો તમે તમારી જૂની પેટ્રોલ અથવા ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં ફેરવી શકો છો. ઇલેક્ટ્રિક વાહનોના ભાગો બનાવતી ઘણી કંપનીઓ જૂની પેટ્રોલ-ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવા માટે કામ કરી રહી છે. આ સાથે, તેઓ રૂપાંતરિત ઇલેક્ટ્રિક કાર પર વોરંટી પણ આપે છે. જાણો આ કામમાં કેટલો ખર્ચ થશે? અને કારમાં કેટલી ડ્રાઇવિંગ રેન્જ મળશે? આ સાથે, પેટ્રોલ કારની સરખામણીમાં ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવા માટે દરરોજ કેટલો ખર્ચ થશે અને કેટલા સમયમાં આ નાણાં વસૂલ થશે?


કઈ કઈ Car થશે કન્વર્ટ?

જૂની પેટ્રોલ અથવા ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં રૂપાંતરિત કરવા માટે કામ કરતી મોટાભાગની કંપનીઓ હૈદરાબાદમાં છે. જેમાં Etrio અને Northwayms બે પ્રખ્યાત કંપનીઓ છે. આ બંને કંપનીઓ કોઈપણ પેટ્રોલ અથવા ડીઝલ કારને ઈલેક્ટ્રિક કારમાં રૂપાંતરિત કરે છે. તમે WagonR, Alto, Desire, i10, Spark અથવા અન્ય કોઇ પેટ્રોલ/ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરી શકો છો. કારમાં વપરાતી ઇલેક્ટ્રિક કિટ્સ લગભગ સમાન છે. જો કે, રેન્જ અને પાવર વધારવા માટે બેટરી અને મોટર વચ્ચે તફાવત હોઈ શકે છે. તમે આ કંપનીઓનો તેમની સત્તાવાર વેબસાઇટ દ્વારા સંપર્ક કરી શકો છો. આ કંપનીઓ ઇલેક્ટ્રિક કાર પણ વેચે છે.


જાણો કેટલો ખર્ચ થશે?

જાણો કેટલો ખર્ચ થશે?

કોઈપણ કારને ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવા માટે મોટર, કંટ્રોલર, રોલર અને બેટરીનો ઉપયોગ થાય છે. કારને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવાની કિંમત તેમાં લગાડેલી બેટરી અને મોટર પર આધાર રાખે છે. કારણ કે કારની પાવર અને ડ્રાઇવિંગ રેન્જ આ બંને પાર્ટ્સ પર આધાર રાખે છે.

ઉદાહરણ તરીકે, જો કારમાં લગભગ 20 KWની ઇલેક્ટ્રિક મોટર અને 12 KWની લિથિયમ-આયન (Lithium-ion) બેટરી લગાવવામાં આવે તો તેની કિંમત અંદાજે 4 લાખ રૂપિયા છે. હવે જો તેમાં 22 KWની બેટરી લગાવવામાં આવે છે, તો તેની કિંમત અંદાજે 5 લાખ રૂપિયા હશે.


જાણો કારમાં કેટલી ડ્રાઇવિંગ રેન્જ મળશે?

ઇલેક્ટ્રિક કારની ડ્રાઇવિંગ રેન્જ તેમાં કેટલી kWh બેટરી વપરાય છે તેના પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે, કારમાં 12 kWh લિથિયમ-આયન બેટરી લગાવવામાં આવી છે, તેથી તે સંપૂર્ણ ચાર્જ પર લગભગ 70 કિમી સુધી ચાલશે. તે જ સમયે, જો 22 kWh લિથિયમ-આયન બેટરી લગાવવામાં આવે તો કારની ડ્રાઈવિંગ રેન્જ વધીને 150 કિમી થઈ જશે. જો કે, વધુ કે ઓછી રેન્જ મેળવવામાં મોટરની પણ અગત્ય ભૂમિકા છે. જો મોટર વધુ શક્તિશાળી હોય તો કારની ડ્રાઇવિંગ રેન્જ ઘટી જશે.


જાણો કાર કઈ રીતે કન્વર્ટ થાય છે?

જાણો કાર કઈ રીતે કન્વર્ટ થાય છે?

જ્યારે પેટ્રોલ-ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં રૂપાંતરિત કરવામાં આવે છે, ત્યારે તમામ જૂના યાંત્રિક ભાગો બદલવામાં આવે છે. એટલે કે, કારનું એન્જિન, ઇંધણની ટાંકી, એન્જિન સાથેના કેબલ અને અન્ય ભાગોની સાથે સાથે એર-કંડિશનનું જોડાણ પણ બદલાય છે. આ તમામ ભાગોને મોટર, કંટ્રોલર, રોલર, બેટરી અને ચાર્જર જેવા ઇલેક્ટ્રિક પાર્ટ્સથી બદલવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, આ કામ પૂર્ણ કરવામાં ઓછામાં ઓછા સાત દિવસ લાગે છે. તમામ પાર્ટ્સ કારના બોનેટની નીચે લગાવવામાં આવે છે. કારની ચેસીસ પર બેટરીનું સ્તર નિશ્ચિત છે. બુટ જગ્યા સંપૂર્ણપણે ખાલી રહે છે. એ જ રીતે, ઇંધણની ટાંકી દૂર કર્યા પછી, તેની કેપ પર ચાર્જિંગ પોઇન્ટ લગાડવામાં આવે છે. કારના મોડલમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી.


જાણો કાર ચલાવવાનો ખર્ચ?

જાણો કાર ચલાવવાનો ખર્ચ?

તમારી પેટ્રોલ અથવા ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં રૂપાંતરિત કરવા માટે તમારે આશરે 5 લાખ રૂપિયા ખર્ચવા પડશે. પરંતુ તમે 5 વર્ષથી ઓછા સમયમાં આ નાણાં પુન:પ્રાપ્ત કરશો. ઇલેક્ટ્રિક કાર 75 કિમી સુધીની રેન્જ આપે છે. આ રીતે, તમારે ચાર્જિંગ પર દર મહિને માત્ર 1120 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે પેટ્રોલ પર માસિક ખર્ચ 10,090 રૂપિયા છે.


એક કિલોમીટર પર કેટલો ખર્ચ થશે?

ઇલેક્ટ્રિક કારની કિંમત માત્ર 74 પૈસા પ્રતિ કિમી છે. આ રીતે તમે 74 રૂપિયામાં 100 કિમીની મુસાફરી કરી શકો છો. જ્યારે આજના સમયમાં એક લીટર પેટ્રોલની કિંમત 74 રૂપિયા કરતાં વધુ  છે.

પેટ્રોલ/ડીઝલ કારને ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપનીઓ 5 વર્ષની વોરંટી આપે છે. આ સાથે, કંપની બેટરી પર 5 વર્ષની વોરંટી પણ આપે છે. એટલે કે, કારમાં વપરાતી કીટ પર કોઈ વધારાનો ખર્ચ થશે નહીં. જ્યારે પેટ્રોલ અને ડીઝલ કાર ચલાવવા માટે તો વાર્ષિક સર્વિસિંગ ખર્ચ પણ છે. અગત્યની વાત એ છે કે કંપની કીટ અને તમામ પાર્ટ્સ માટે વોરંટી સર્ટિફિકેટ આપે છે. જેને સરકાર અને RTO દ્વારા મંજૂરી આપવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top