મમતા બેનર્જી મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે: પેટાચૂંટણીમાં 58 હજાર મતોથી વિજય

મમતા બેનર્જી મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે: પેટાચૂંટણીમાં 58 હજાર મતોથી વિજય

10/03/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

મમતા બેનર્જી મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે: પેટાચૂંટણીમાં 58 હજાર મતોથી વિજય

ભવાનીપુર: પશ્ચિમ બંગાળની ભાવનીપુર વિધાનસભા બેઠક ઉપર યોજાયેલી પેટાચૂંટણીનું (By Election) પરિણામ જાહેર થઇ ગયું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamta Banerjee) ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી હરાવીને બેઠક જીતી લીધી છે અને ધારાસભ્ય બની ગયા છે. ભાજપ તરફથી પ્રિયંકા ટિબરેવાલ ઉમેદવાર હતા જ્યારે કોંગ્રેસે ચૂંટણીમાં મમતા સામે કોઈ ઉમેદવાર ઉતાર્યો ન હતો.

ભવાનીપુર (Bhavanipur By elections) બેઠક પરથી મમતા બેનર્જીનો લગભગ 58 હજાર મતોથી વિજય થયો હતો. મમતા બેનર્જીને કુલ 84,709 મતો મળ્યા હતા, જ્યારે ભાજપના પ્રિયંકાને 26,320 મત ,લય હતા. જ્યારે સીપીએમ ઉમેદવારને માત્ર 4,201 મતો મળ્યા હતા.


ભાજપ ઉમેદવારે હાર સ્વીકારી

ભાજપ ઉમેદવારે હાર સ્વીકારી

મમતા બેનર્જીને જીત બદલ તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ તેમના નિવાસસ્થાને જઈને અભિનંદન પાઠવ્યા હતા, તો મમતાએ પણ તેમનો આભાર માન્યો હતો. બીજી તરફ, ભાજપના ઉમેદવારે હાર સ્વીકારી છે અને કહ્યું કે હું કોર્ટ જઈ રહી નથી. પરંતુ તેઓ કહી રહ્યા હતા કે મમતા એક લાખ મતોથી જીતશે પરંતુ તેમને લગભગ 50 હજાર મતોથી જીત મળી છે. હું તેમને અભિનંદન પાઠવું છું પરંતુ તેઓ કઈ રીતે ચૂંટણી જીત્યા છે એ લોકોએ જોયું છે.

30 સપ્ટેમ્બરના રોજ પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર બેઠક અને અન્ય બે બેઠકો સમસેરગંજ અને જંગીપુર ઉપર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન સમસેરગંજમાં 79.92 ટકા, ત્યારબાદ જંગીપુરમાં 77.63 ટકા અને સૌથી ઓછું મતદાન ભવાનીપુરમાં 57.09 ટકા થયું હતું.

આજે હાથ ધરવામાં આવેલ મતગણતરી દરમિયાન પહેલા રાઉન્ડથી જ મમતા બેનર્જી આગળ રહ્યા હતા. શરૂઆતથી જ આગળ ચાલતા મમતા બેનર્જીએ આખરે 58 હજાર મતોથી ચૂંટણી જીતી લીધી છે. તેમના માટે આ જીત મહત્વની છે કારણ કે મુખ્યમંત્રી પદ ટકાવી રાખવા માટે તેમણે ચૂંટણી જીતવી જરૂરી હતી. જોકે, આ તેમની પરંપરાગત બેઠક છે, જ્યાંથી તેઓ હંમેશા ચૂંટણી લડતા આવ્યા છે.


નંદીગ્રામ બેઠક પરથી સુવેંદુ અધિકારી સામે મમતા હારી ગયા હતા

નંદીગ્રામ બેઠક પરથી સુવેંદુ અધિકારી સામે મમતા હારી ગયા હતા

ગત પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જી તેમની ભવાનીપુર બેઠક છોડીને નંદીગ્રામથી ચૂંટણી લડવા માટે આવ્યા હતા. નંદીગ્રામ બેઠક મમતા બેનર્જીના જૂના સાથી અને હવે વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેંદુ અધિકારીનો ગઢ રહ્યો છે. અહીં મમતાએ સુવેંદુને પડકાર ફેંક્યો હતો. જોકે, તેમણે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને સુવેંદુ અધિકારી જીતી ગયા હતા.

નંદીગ્રામ બેઠક પરથી હાર્યા છતાં મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. નિયમાનુસાર, મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ છ મહિનાની અંદર કોઈ પણ બેઠક પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય પદ મેળવવાનું રહે છે. જેથી ભવાનીપુર બેઠક ખાલી કરાવવામાં આવી અને ત્યારબાદ અહીં ચૂંટણી જાહેર થઇ હતી. જ્યાંથી મમતા બેનર્જી જીતી ગયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top