રીઅલ લાઈફ સુપરહીરો; પોતાનો જીવ દાવ પર મૂકી બાળકનો જીવ બચાવવા આ વ્યક્તિ 8મા માળે ચડ્યો

રીઅલ લાઈફ સુપરહીરો; પોતાનો જીવ દાવ પર મૂકી બાળકનો જીવ બચાવવા આ વ્યક્તિ 8મા માળે ચડ્યો

05/14/2022 World

SidhiKhabar

SidhiKhabar

રીઅલ લાઈફ સુપરહીરો; પોતાનો જીવ દાવ પર મૂકી બાળકનો જીવ બચાવવા આ વ્યક્તિ 8મા માળે ચડ્યો

વર્લ્ડ ડેસ્ક: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ બિલ્ડિંગના 8મા માળે ફસાયેલા બાળકને બચાવતો જોવા મળી રહ્યો છે. વીડિયો કઝાકિસ્તાનનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બિલ્ડિંગની બારી પર એક નાના બાળકને ઝૂલતા જોઈને વ્યક્તિએ બાળકને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. બાળકને બચાવનાર વ્યક્તિની ઓળખ 37 વર્ષીય સબિત શોંટકાબેવ તરીકે થઈ છે. વીડિયો વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તમામ લોકો સબિતના વખાણ કરી રહ્યા છે.


કોઈ પણ સંકોચ કે હેલ્મેટ વગર બચાવવા બારીમાંથી બહાર નીકળ્યો

સ્થળ પર હાજર એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો શેર કર્યો છે. વીડિયોની સાથેના કેપ્શન પર લખવામાં આવ્યું છે કે સબિત એક મિત્ર સાથે જઈ રહ્યો હતો, જ્યારે તેણે બિલ્ડિંગની પાસે ભીડ જોઈ તો હંગામો મચી ગયો. ત્યારપછી તેણે એક ઈમારતના 8મા માળની બારી પર એક બાળક લટકતું જોયું, તે ઝડપથી સાતમા માળે પહોંચી ગયો અને બાળકને બચાવ્યો. વિડિયોમાં તે ત્રણ વર્ષની બાળકીને કોઈ પણ સંકોચ કે હેલ્મેટ વગર બચાવવા બારીમાંથી બહાર નીકળતો જોવા મળે છે.


બિલ્ડિંગની બારીમાંથી એક બાળક લટકી રહ્યું છે

બિલ્ડિંગની બારીમાંથી એક બાળક લટકી રહ્યું છે

દેશના ઈમરજન્સી સિચ્યુએશન્સ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પર લખ્યું કે સવારે લગભગ 10 વાગ્યે તેમને માહિતી મળી કે નૂર-સુલતાનની દલા સ્ટ્રીટ પર એક બિલ્ડિંગની બારીમાંથી એક બાળક લટકી રહ્યું છે. આ પછી સાત જવાનો અને સાધનોના બે યુનિટને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. ત્યાં પહોંચીને ખબર પડી કે આઠમા માળે લટકતા બાળકને એક વ્યક્તિએ બચાવી લીધું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top